Tue Oct 06 2026

Logo

રશિયન સેનામાં કઈ રીતે થાય છે ભારતીય નાગરિકોની ભરતી? સરકારી આંકડા તમારી ઊંઘ હરામ કરી નાખશે

2026-10-05 15:05:55
Author: Vimal Prajapati
રશિયન સેનામાં કઈ રીતે થાય છે ભારતીય નાગરિકોની ભરતી? સરકારી આંકડા તમારી ઊંઘ હરામ કરી નાખશે

નવી દિલ્હી/મોસ્કોઃ ભારતીય લોકો રશિયાન સેનામાં ભરતી થઈ રહ્યાં છે, તે મુદ્દો અત્યારે ખૂબ જ ચર્ચામાં આવી રહ્યો છે. પરંતુ પ્રશ્ન થાય છે કે આખરે આ શરૂ ક્યારે થયું? ભારતીય યુવાનો રશિયન સેનામાં કેવી રીતે ભરતી થઈ રહ્યાં છે? ઘણી વખત એવું બન્યું છે કે, રશિયન સેનામાં ભરતી થયાં બાદ તે યુવાનો ભારત સરકારને અપીલ કરતા હોય છે કે, તેમને બચાવી લેવામાં આવે! અત્યારે પણ રશિયન સેનામાં 55 ભારતીય જવાન પોતાના પરિવારને મળવા માટે રાહ જોઈ રહ્યાં છે, તો આખરે આવું શા માટે થઈ રહ્યું છે? ઉપલબ્ધ સરકારી આંકડા તમારી ઊંઘ હરામ કરી નાખશે, એવું શું છે જાણીએ વિગતે.

નોકરીની લાલચે એજન્ટ દ્વારા છેતરપિંડી

અહેવાલો પ્રમાણે રશિયામાં એવી કોઈ વ્યવસ્થા નથી જેમાં ભારતીનો સીધી રીતે સેનામાં ભરતી કરવામાં આવે! એક મીડિયા રિપોર્ટ પ્રમાણે આ સમગ્ર મામલે એજન્ટ દ્વારા છેતરપિંડી કરવામાં આવી રહી છે. આ એજન્ટ રશિયામાં નોકરી અપાવવાના બહાનું આપીને યુવાનો છેતરી રહ્યાં છે. આ એજન્ટએ ખાસ કરીને યુક્રેન યુદ્ધ દરમિયાન ભારતીય યુનાનોને રશિયન સેનામાં ભરતી કરાવ્યાં હતાં. કારણ તે તે વખતે રશિયાને સેનાની જરૂર હતી. રિપોર્ટ પ્રમાણે 227 ભારતીય સેનામાં સામેલ થયાં હતાં. 

અત્યાર સુધીમાં 140 નાગરિકોને પાછા લાવ્યા

સૌથી મહત્વની વાત એ છે કે આ છેતરપિંડીમાં માત્ર ભારતીય નાગરિકો જ નહીં પરંતુ દુનિયાના અન્ય દેશોના નાગરિકો સાથે પણ આવું જ થયું છે. ભારત સરકારની સતર્કતાના કારણે અત્યાર સુધીમાં 140 નાગરિકોને પાછા લાવામાં આવ્યાં છે. અત્યારે પણ 55 નાગરિકો ભારત પાછા આવ્યા નથી. ભારત સરકારના જણાવ્યાં પ્રમાણે 51 ભારતીય નાગરિકો લાપતા છે, જેથી બની શકે કે, આ નાગરિકોનું યુદ્ધ દરમિયાન મોત થયું હોય?

આ અગાઉ 2023માં આ સમાચાર પ્રકાશમાં આવ્યાં હતાં, જોકે, 2024માં આ મુદ્દો ખૂબ જ ચર્ચામાં આવ્યો હતો. આ દરમિયાન અનેક લોકોએ જણાવ્યું હતું કે, તેમના પરિવારનો સભ્ય રશિયામાં ફસાઈ ગયાં છે અને તેમની સાથે કોઈ વાત થઈ રહી નથી. વાસ્તવમાં કેટલાક લોકો રશિયમાં કામની શોધમાં ગયાં હતાં. એજન્ટ દ્વારા આ લોકોને રશિયામાં નોકરી આપવાની લાલચ આપવામાં આવી હતી, જેમાંથી કેટલાકને પ્રવાસી તો કેટલાકને વિદ્યાર્થી વિઝા પર મોકલ્યાં હોવાનું પણ પ્રકાશમાં આવ્યું હતું. પરંતુ રશિયામાં પહોંચ્યાં પછી તેમને સેનામાં ભરતી કરી દેવામાં આવ્યાં હતાં. 

એજન્ટ કઈ રીતે સેનામાં ભરતી કરાવતા?

આમાંથી અનેક નાગરિકો એવા હતા જેમના સેનામાં સહાયક, રસોઈ અને સુરક્ષા અથવા નિર્માણ ક્ષેત્રમાં સામેલ કર્યાં હતાં. કેટલાક લોકોએ એવો પણ દાવો કર્યો હતો આ ભરતી કરતી વખતે તેમની પાસે રશિયન ભાષાના કોઈ દસ્તાવેજ પર હસ્તાક્ષર લેવામાં આવ્યાં હતાં, જેને તેઓ સમજી શક્યા નહોતાં. આ સમગ્ર મામલે ભારતે રશિયા સામે આ સવાલ ઉઠાવ્યો અને તેમને પાછા લાવવા માટે પ્રયત્નો શરૂ કર્યાં છે. રશિયામાં ફસાયેલા ભારતીયોને પાછા લાવવા માટે માંગણી કરી છે. આના કારણે રશિયાએ 2024માં ભારતીય નાગિરકોને રશિયન આર્મીમાં ભારતી નહીં કરવામાં આવે તેવું આશ્વાસન આપ્યું હતું. 

વિદેશમાં સારી નોકરીની લાલચથી સાવધાન

ભારતીય નાગરિકોને વિદેશમાં સારી નોકરી અને મોટા પગારની લાલચ આપવામાં આવે છે. ખોટી માહિતી આપીને લોકોને વિદેશ મોકલામાં આવતા હોય છે. પહેલા આમને સમાન્ય નોકરીનું આશ્વાસન આપવામાં આવે છે, પરંતુ બાદમાં તેમને સેનામાં ભરતી થવા માટે દબાણ કરવામાં આવતું હોય છે. મુક્તિ, સ્વદેશ વાપસી, મૃત્યુ અને ગુમ થવાની ઘટનાઓને કારણે અલગ-અલગ સમયે વિવિધ આંકડા સામે આવ્યા છે. 

ભારત સરકારની માહિતી પર આધારિત તાજેતરના અહેવાલો દર્શાવે છે કે કુલ 227 ભારતીય નાગરિકોની રશિયન સેનામાં ભરતી કરવામાં આવી હતી. તેમાંથી 140ને સેવામુક્ત કરીને ભારત પાછા લાવવામાં આવ્યા હતા, જ્યારે 51 લોકોના મૃત્યુ થયા હોવાનું નોંધાયું હતું. આ આંકડા બાકીના વ્યક્તિઓની સ્થિતિ અંગે કોઈ ચોક્કસ નિષ્કર્ષ પર આવવા માટે પૂરતા નથી.

ભારત સરકાર દ્વારા એક એડવાઇઝરી જાહેર કરવામાં આવી હતી, જેમાં રશિયન સેનામાં ભારતી થવાની લાલચથી દૂર રહેવા માટે અપીલ કરવામાં આવી હતી. ભારતીય વિદેશ મંત્રાલયે વિદેશમાં નોકરી ઈચ્છુક તમામ ભારતીયો માટે માર્ગદર્શિકા આપતા જણાવ્યું છે કે, કોઈપણ એજન્ટ મારફતે વિદેશ જતા પહેલા તે વિદેશ મંત્રાલયના eMigrate પોર્ટલ પર રજિસ્ટર્ડ છે કે નહીં તેની અચૂક તપાસ કરો. અસ્પષ્ટ અથવા અસંદિગ્ધ કંપનીઓ દ્વારા મળતા નોકરીના પત્રો પર આંધળો વિશ્વાસ ન કરો. 

એટલું જ નહીં પરંતુ રશિયામાં હાલ રહેલા ભારતીયોની સુરક્ષા અને તેમની વહેલી તકે સલામત વાપસી માટે ભારત સરકાર રશિયન દૂતાવાસ અને સ્થાનિક સત્તાવાળાઓ સાથે સતત ચર્ચા કરી રહી હોવાનું જણાવ્યું હતું.