Wed Jul 29 2026

Logo

હિમાચલ પ્રદેશના કાંગડા અને કિન્નોરમાં વાદળ ફાટ્યા, 18 મકાન કાટમાળમાં દબાયા

2026-07-21 22:44:53
Author: Chandrakant Kanoja
Article Image

મંડી: હિમાચલ પ્રદેશમાં હવામાન વિભાગ દ્વારા જાહેર કરેલા રેડ એલર્ટ વચ્ચે ચાર જિલ્લાઓ કાંગડા, મંડી, ચંબા અને કુલ્લુમાં ભારે વરસાદ પડ્યો હતો. જ્યારે બે સ્થળોએ વાદળ ફાટવાની ઘટના પણ ઘટી હતી. જેના લીધે 18 ઘર કાટમાળમાં દબાયા છે. તેમજ ત્રણ મહિલા ઘાયલ થઇ છે અને નવ પશુના મૃત્યુ થયા હતા. 

ચાર ગામોમાં ભારે વિનાશ થયો

આ અંગે મળતી માહિતી મુજબ ધોધમાર વરસાદ વચ્ચે કાંગરા જિલ્લાની બોહ ખીણમાં વાદળ ફાટવાથી ચાર ગામોમાં ભારે વિનાશ થયો હતો.  વાદળ ફાટવાથી પૂર અને ભૂસ્ખલનથી રૂલેહર, બાંગર, ગઢગુન અને સ્પૈડા ગામોમાં 18 ઘરો કાટમાળ નીચે દટાઈ ગયા હતા. 

વાદળ ફાટવાથી પૂરના પાણી ગામમાં પ્રવેશ્યા 

જયારે બીજી ઘટનામાં  દરમિયાન કિન્નૌર જિલ્લામાં  શાલખારના ગોથાંગ નાલા ખાતે વાદળ ફાટવાથી પૂરના પાણી અને કાટમાળ બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશન ના રહેણાંક સંકુલમાં પહોંચી ગયા હતા. 

રાષ્ટ્રીય ધોરીમાર્ગ પણ કાટમાળથી બંધ થઈ ગયો

જેના લીધે બે બીઆરઓ  બેરેક અને એક સ્ટોર કાટમાળથી ભરાઈ ગયા હતા. કિન્નૌર-કાઝા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પણ કાટમાળથી બંધ થઈ ગયો હતો. જોકે, બીઆરઓ એ મશીનરી ગોઠવીને અને લગભગ 20 કલાક કામ કર્યા પછી મંગળવારે સવારે રસ્તો પુનઃસ્થાપિત કર્યો હતી. 

રાજ્યભરમાં 150 રસ્તાઓ બંધ 

આ ઉપરાંત  વરસાદ અને ભૂસ્ખલનને કારણે મંગળવાર સાંજ સુધી રાજ્ય ભરમાં 150 રસ્તાઓ, 291 ટ્રાન્સફોર્મર અને 91 પીવાના પાણીની યોજનાઓ ખોરવાઈ ગઈ હતી.