મુંબઈઃ અક્ષય કુમાર અને સૈફઅલી ખાનની નવી ફિલ્મ 'હૈવાન' 11 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થઈ રહી છે. કોમેડી ફિલ્મ માટે જાણીતા એવા ફિલ્મમેકર પ્રિયદર્શન હવે એક્શન ફિલ્મ લઈને આવી રહ્યા છે. રિલીઝ પહેલા જ આ ફિલ્મ ચર્ચા હતી. હવે એ વાત જાણવા મળી છે કે, આ ફિલ્મમાં અક્ષય કુમાર નેગેટિવ રોલમાં છે. 18 વર્ષ બાદ અક્ષય અને સૈફ સ્ક્રિન શૅર કરી રહ્યા છે.
ડાર્ક થીમ, સસ્પેન્સ અને અક્ષયના નેગેટિવ રોલે ફેન્સની ઉત્સુકતા વધારી દીધી છે. ફિલ્મ જોયા બાદ અનેક એવા ફેન્સ સોશિયલ મીડિયા પર પોતાનો મત વ્યક્ત કરી રહ્યા છે. ફેન્સ આને ઈન્ટેન્સ અને દમદાર રીવેન્જ ફિલ્મ તરીકે ગણાવી રહ્યા છે. જ્યારે સૈફની એક્ટિંગના વખાણ કરી રહ્યા છે.
દમદાર થ્રિલર પણ બેઠી કોપી નથી
ફેન્સ આ ફિલ્મને 4 સ્ટાર રેટિંગ આપીને એન્ટરટેઈનિંગ ગણાવી રહ્યા છે. અક્ષય ફિલ્મની મુખ્ય વ્યક્તિ છે જ્યારે સૈફની આસપાસ સ્ટોરી ફરે છે. અક્ષક પાત્રમાં અંદર સુધી ઘુસી ગયો છે, જ્યારે સૈફની એક એક ફ્રેમ એવી છે જે મિસ કરવા જેવી નથી. આ એક પ્રભાવશાળી અને દમદાર થ્રિલર ફિલ્મ છે. મલયાલમ ફિલ્મ 'ઓપમ' ની હિન્દી રીમેક ફિલ્મ છે.
પણ હિન્દીની ફિલ્મમાં ક્લાઈમેક્સ અલગ હોવાનું જાણવા મળ્યું છે. ફેન્સ એવું કહે છે કે, સ્ટોરી એક હોઈ શકે પણ ફિલ્મની રજૂઆત ઘણી અલગ છે. આને રીમેક ફિલ્મ કહેવી ન જોઈએ. ફેન્સ આને ફિલ્મની દ્રષ્ટિએ જુએ તો ફિલ્મ સારી છે. પ્રિયદર્શને હિન્દી ફિલ્મની સ્ટોરી માટે ખરેખર એક નક્શીકામ કર્યું છે. કેટલાક ફેન્સે આ ફિલ્મને એવરેજ ફિલ્મ કહી છે. કારણ કે સૈફ કરતા અક્ષયના પાત્રને વધારે એક્સપાન કરી દેવામાં આવ્યું છે. સ્ક્રિનપ્લેમાં ઘણું ઘટી રહ્યું છે. કેટલાક સીનની જરૂર ન હતી છતા વાર્તા સાથે જોડી દેવામાં આવ્યા છે.
ઈન્ટરવલ બાદ ફિલ્મ સ્પીડ પકડે છે
ઈન્ટરવલ બાદ ફિલ્મ સ્પીડ પકડે છે. આ એક મલ્ટિ ફ્લેવર કોમ્બિનેશન ફિલ્મ છે. ફિલ્મમાં ટ્વિસ્ટ, ટક્કર અને ઈમોશનનું કોમ્બિનેશન છે. જે ફેન્સને છેક સુધી બેસાડી રાખે છે. ખાસ કરીને ઈન્ટરવલ સુધી ફિલ્મ એક ફ્લેવર હોય એવું ફીલ કરાવે છે. ખિલાડી vs અનાડી ફિલ્મ ચાલતી હોય એવું લાગે છે. ફેન્સ ત્યાં સુધી કહે છે કે, સૈફના પાત્ર શ્યામ રાણેમાં એક અલગ ફીલ છે.
ભાષા અને એક્સપ્રેશનથી તે અલગ પડે છે. અક્ષયની સામે એની ટક્કર સ્ક્રિન પર છવાય જાય છે. કોઈ સુપરસ્ટારને વિલનના રોલમાં જોવા માટે આંખ ટેવાયેલી નથી હોતી પણ અહીંયા અક્ષય સ્ક્રિન પર તમામ ફીલ લૂટે છે. રીતસર પર એની ફ્રેમ પર આક્રોશ નીકળે એવું આ પાત્ર લખાયું છે.
અન્ય એક યુઝરે એવી પણ વાત કહી કે, અક્ષયને અત્યાર સુધી કોમેડી અને એક્શન અંદાજમાં જોયા છે પણ અહીંયા એનો રોલ અલગ છે. ખાસ કરીને એક ડાર્ક ઝોનમાં અક્ષય અલગ રીતે રજૂ થાય છે. સ્ક્રિન હોય કે ડાયલોગબાજી એનો અંદાજ ઘણી રીતે અલગ પડે છે, ફિલ્મમાં જે રીતે વિઝ્યુઅલ ટ્રિટમેન્ટ કરવામાં આવી છે અને મ્યુઝિક સેટ કરવામાં આવ્યું છે એ ગજબ છે.
સૈફનો અભિનય પણ દમદાર
ઘણા યુઝર્સ આને માસ્ટરપીસ ફિલ્મ ગણાવી રહ્યા છે. સીન કંટ્રોલ, સ્ટોરી અને દરેક ફ્રેમમાં એક અલગ ફીલ દેખાય છે. એક ફેન્સે અક્ષય કરતા સૈફના પાત્રના વખાણ કર્યા છે. અક્ષયની આક્રમતા જ નહીં એના અવાજ અને આંખોના એક્સપ્રેશન ઘણી વાત સરળતાથી સમજાવી દે છે. રહસ્ય એવું છે કે, જે છેક સુધી બેસાડી રાખે છે. અભિનયની અલગ અલગ શૈલી ફિલ્મમાં ટક્કરને એક અલગ લેવલ પર લઈ જાય છે.
સૈફના વખાણ કરતા ફેન્સ એવું પણ કહે છે, સૈફ એક લાંબા સમય બાદ બોલિવૂડ પ્રોજેક્ટમાં એક્ટિવ થયો છે. ફિલ્મને લઈને એનો દ્રષ્ટિકોણ ઘણો અલગ રહ્યો છે. આ વખતે પણ ફિલ્મમાં અક્ષય ભલે છવાય જાય પણ સૈફ ગંભરીતા અને ઊંડાઈ સુધી કામ કરી જાય છે. ખાસ કરીને એના ટ્યુનિંગ્સ અલગ લેવલના જોવા મળે છે.