ઇસ્લામાબાદઃ મોસ્ટ વોન્ટેડ આતંકીઓની યાદીમાં રહેલા હાફિઝ સઈદનો દીકરો હવે ત્રાસવાદના મેદાનમાં ઊતર્યો છે. ભારત સામે તેને ઝેર ઓકવાનું શરૂ કરી દીધું છે. પડોશી દેશ પાકિસ્તાનની ત્રાસવાદને લઈને ભૂમિકા વૈશ્વિક મંચ પર ઉઘાડી પડી ચૂકી છે છતાં ત્યાંના નેતાઓ અને સૈન્ય અધિકારીઓ પોતાની વાતની દાવા ઠોકતા રહે છે. પુરાવો એવો મળ્યો છે કે, હાફિઝ સઈદના દીકરા તલહા સઈદે પોતાના નિવેદનમાં પાકિસ્તાનના ફિલ્મ માર્શલ અસીમ મુનીરનો ઉલ્લેખ કર્યો છે. માત્ર લેવા ખાતર નામ નથી લીધુ પણ તેના વખાણ પણ કર્યા છે. તેણે કહ્યું હતું કે અલ્લાહની રાહમાં ઈમાન, સંયમ અને જેહાદના વિચારને ફરી જીવંત કર્યા છે.
જેહાદને અભિયાન બનાવવાની વાત
મુંબઈમાં 26/11 હુમલાનો માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદનો દીકરો તલહાએ કહ્યું કે, અસીમ મુનીર કુરાનના હાફિઝ છે. એ વાતની ખુશી છે કે, પાકિસ્તાનને એવા આર્મી ચીફ અને ફિલ્મ માર્શલ મળ્યા છે જેને પવિત્ર ગ્રંથના કથન યાદ છે. તેમણે આસ્થા, ધર્મપરાયણતા અને જેહાદના વિચારોને ફરીથી જીવંત કર્યાં છે.
સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાહેર કરવામાં આવેલા આતંકી સંગઠન અને LeTના સ્થાપક હાફિઝ સઈદનો દીકરો તલહા સઈદ પાકિસ્તાનના શેખુપુરામાં એક જનસભાને સંબોધી રહ્યો હતો એ સમયે તેણે આ વાત કહી હતી. આનો એક વીડિયો પણ જાહેર કરવામાં આવ્યો છે.
પાકિસ્તાનમાં પ્રતિબંધિત આતંકી સંગઠનો અને તેના નેતાઓને મળેલી જગ્યાને લઈને લાંબા સમયથી ચાલી રહેલા આરોપોને લઈ તલહાની ટિપ્પણીને ગંભીરતાથી લેવામાં આવી રહી છે. ભારતની સામે ઝેર ઓંકતા કહ્યું હતું કે,બીજો જિહાદ શરૂ કરવા માટેના સોગંદ ખાધા છે. જ્યાં સુધી જીવીત છું અને સક્ષમ છું ત્યાં સુધી જિહાદ અભિયાન ચાલું રહેશે. અમે એ જ લોકો છીએ જેને જેહાદનો સંકલ્પ લીધો છે. આ માટે બલિદાન આપવા માટે પણ તૈયાર છીએ.
આતંકવાદી પ્રવૃતિમાં મોટો રોલ
મુસ્લિમોએ 500 વર્ષ સુધી ઉપમહાદ્વીપ પર શાસન કર્યું હતું. દિલ્હીથી શાસન કરનારા એ વાત ભૂલી ગયા કે, દિલ્હી કોનું હતું? મુસ્લિમોએ ભારત પર 500 વર્ષ સુધી રાજ કર્યું છે. આ વિચાર ઐતિહાસિક તથ્યો પર આધારિત છે. તલહાએ જાહેરમાં ભાષણ આપતા ફરીવાર વૈશ્વિક સ્તરે દેશ-દુનિયાનું ધ્યાન એના પર ગયું છે. લશ્કરનું સંગઠન હોવા છતા પાકિસ્તાન સ્થિત આતંકી નેટવર્ક સાથે જોડાયેલા લોકો સાર્વજનિક રીતે જોવા મળી રહ્યા છે.
આ પાકિસ્તાનનું અસલી ચિત્ર છે. તલહા પર ટેરર ફંડિગનો આરોપ છે અને જમ્મુ-કાશ્મીરના પહાડી વિસ્તારમાં જેહાદી પ્રવૃતિઓનો વ્યાપ વધારવામાં એનો હાથ રહેલો છે. ચાર વર્ષ પહેલા ભારત સરકારે આને આતંકવાદી જાહેર કરી દીધો હતો. આનો રોલ યુવાનોની ભરતી કરીને આતંકવાદી બનાવવાનો અને આતંકી પ્રવૃતિઓ માટે ફંડ ઊભું કરવાનો રહ્યો છે. ભારત જ નહીં અફઘાનિસ્તાન ઉપર પણ તે ટાર્ગેટ કરી ચૂક્યો છે.