Sat Sep 05 2026

Logo

ગુજરાતમાં તાપમાનનો ડબલ ડોઝ નલિયા 11 ડિગ્રી સાથે 'ફ્રીઝ', રાજકોટ-સુરતમાં ગરમી!

2025-12-04 07:44:09
Author: Devayat Khatana
ગુજરાતમાં તાપમાનનો ડબલ ડોઝ નલિયા 11 ડિગ્રી સાથે 'ફ્રીઝ', રાજકોટ-સુરતમાં ગરમી!

અમદાવાદ: ગુજરાતમાં ફરીથી ઠંડીની અસર દેખાઈ રહી છે, રાજ્યના ન્યૂનતમ તાપમાનનો પારો ગગડીને 11 સુધી પહોંચી ગયો છે. આ સાથે જ નલિયા  11.0 ડિગ્રી સેલ્સિયસ સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું હતું. જો કે અમુક શહેરમાં ઊંચું તાપમાન નોંધાયું હતું. રાજકોટ અને સુરતમાં 31.1 ડિગ્રી સેલ્સિયસ સાથે સૌથી ઊંચું તાપમાન નોંધાયું હતું. 

છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના ન્યૂનતમ તાપમાનના આંકડા પર નજર નાખીએ તો,  કચ્છના નલિયામાં 11.0 ડિગ્રી સેલ્સિયસ, દાહોદમાં 13.1 ડિગ્રી સેલ્સિયસ, ડાંગમાં 13.4 ડિગ્રી સેલ્સિયસ, અમરેલીમાં 13.8 ડિગ્રી સેલ્સિયસ, રાજકોટમાં 14.3 ડિગ્રી સેલ્સિયસ, ભુજમાં 14.8 ડિગ્રી સેલ્સિયસ,  ડીસામાં 15.2 ડિગ્રી સેલ્સિયસ, ગાંધીનગરમાં 15.8 ડિગ્રી સેલ્સિયસ, વડોદરામાં 15.8 ડિગ્રી સેલ્સિયસ, પોરબંદરમાં 16.4 ડિગ્રી સેલ્સિયસ, અમદાવાદમાં 16.8 ડિગ્રી સેલ્સિયસ, ભાવનાગરમાં 18.0  ડિગ્રી સેલ્સિયસ, જામનગરમાં 18.5 ડિગ્રી સેલ્સિયસ, દ્વારકામાં 18.6 ડિગ્રી સેલ્સિયસ,  સુરતમાં 18.6 ડિગ્રી સેલ્સિયસ અને વેરાવળમાં 18.9 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.  

જો મહત્તમ તાપમાન પર નજર નાખી તો અમદાવાદમાં મહત્તમ તાપમાન 29.8 ડિગ્રી સેલ્સિયસ, અમરેલીમાં 29.5 ડિગ્રી સેલ્સિયસ, વડોદરામાં 30.0 ડિગ્રી સેલ્સિયસ, ભાવનગરમાં 30.2 ડિગ્રી સેલ્સિયસ, ભુજમાં 30.3 ડિગ્રી સેલ્સિયસ, દાહોદમાં 27.3 ડિગ્રી સેલ્સિયસ, ડાંગમાં 30.3 ડિગ્રી સેલ્સિયસ, ગાંધીનગરમાં 29.5 ડિગ્રી સેલ્સિયસ, ડીસામાં 30.6 ડિગ્રી સેલ્સિયસ, દ્વારકામાં 29.6 ડિગ્રી સેલ્સિયસ, જામનગરમાં 27.8 ડિગ્રી સેલ્સિયસ, નલિયામાં 29.4 ડિગ્રી સેલ્સિયસ, પોરબંદરમાં 31.1 ડિગ્રી સેલ્સિયસ, રાજકોટમાં 31.4 ડિગ્રી સેલ્સિયસ, સુરતમાં 31.8 ડિગ્રી સેલ્સિયસ અને 
વેરાવળમાં 31.4  ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.