અમદાવાદ/નવી દિલ્હીઃ હવામાન વિભાગ દ્વારા દેશના મોટાભાગના વિસ્તારમાં ગરમીનું એલર્ટ જાહેર કર્યું છે. તેમજ બપોરે કારણ વગર બહાર ન નીકળવાની સલાહ આપી છે. હવામાન વિભાગ મુજબ, નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાથી પહાડી રાજ્યોમાં વરસાદ અને કરા પડી શકે છે પરંતુ તેનાથી લોકોને ગરમીથી રાહત નહીં મળે, આ જગ્યા પર તાપમાન સામાન્યથી વધારે રહી શકે છે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં 15-18 એપ્રિલ દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર નહીં થાય. 19-21 દરમિયાન 2-3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની શક્યતા છે.
ગુજરાતમાં કેવું રહેશે હવામાન
ગુજરાતના અનેક જિલ્લાઓમાં ગરમીનો પારો 40 ડિગ્રીથી વધી ગયો છે. જોકે, આગામી દિવસોમાં ફરીથી હવામાનમાં પલટો આવવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, ગુજરાતમાં હાલ પશ્ચિમથી ઉત્તરપશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યા છે. , આગામી ચાર દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય ત્યારબાદ ધીમે ધીમે 2-3 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે. આગામી ચાર દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ગુજરાતમાં છૂટાછવાયા ભાગોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી વધુ રહેવાની સંભાવના છે.
હવામાન વિભાગે તાપમાન વધવાની સાથે વરસાદ પડવાની પણ આગાહી કરી છે. 19મી એપ્રિલ અને રવિવારના રોજ અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી દાહોદ મહીસાગરમાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે. 20 એપ્રિલ અને સોમવારના રોજ સૌરાષ્ટ્ર અને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે. અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ અને મહીસાગરમાં વરસાદની છે.
અંબાલાલ પટેલે શું કરી છે આગાહી
રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે, 20 એપ્રિલ આસપાસ પ્રિ-મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ પડવાની સંભાવના છે. જેમાં અરવલ્લી, સાબરકાંઠાના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગોને અસર થવાની સંભાવના છે. ગાજવીજ સાથે વરસાદ થઇ શકે છે. જ્યારે અમુક ભાગોમાં પવનની ગતિ 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની સંભાવના છે. મે મહિનાની શરૂઆતમાં અરબ સગારમાં હલચલ જોવા મળશે. મે મહિનાના અંત અથવા જૂનની શરૂઆતમાં બંગાળની ખાડીમાં સિવિયર વાવાઝોડું સર્જાઇ શકે છે. મે-જૂનમાં અરબ સાગરમાં પણ વાવાઝોડું સર્જાવવાની શક્યતા છે.
દેશમાં કેવું રહેશે હવામાન
ઉત્તર-પશ્ચિમ ભારતમાં 15-18 એપ્રિલ દરમિયાન મહત્તમ તાપમાનમાં 3-4 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની શક્યતા છે. 19-21 એપ્રિલ દરમિયાન વાતાવરણમાં ખાસ ફેરફાર નહીં થાય.
મધ્ય ભારતમાં 15-20 એપ્રિલ દરમિયાન મહત્તમ તાપમાન 2-3 ડિગ્રી સેલ્સિયસ વધવાની શક્યતા છે. પૂર્વોત્તર ભારતમાં 15-16 એપ્રિલ દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ ખાસ વધારો નહીં થાય અને 17-21 એપ્રિલ વચ્ચે 2-3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધશે.
ઉત્તર પ્રદેશ અને બિહારમાં ગરમ પવન ફૂંકાતા સ્થિતિ ગંભીર બની રહી છે. રાજસ્થાનમાં પણ ગરમીના કારણે પરિસ્થિતિ વધુ ચિંતાજનક બની ગઈ છે, ઘણા શહેરોમાં તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસની નજીક પહોંચી ગયું છે.
IMD Weather Alert
— India Meteorological Department (@Indiametdept) April 15, 2026
Isolated heavy rainfall with thunderstorm & lightning very likely over:
➣Arunachal Pradesh – 15th, 18th & 19th April
➣Assam & Meghalaya – 17th & 18th April
➣Nagaland – 18th April
Residents are advised to stay alert and follow official weather updates.… pic.twitter.com/N04hTMOmje