Thu Jul 23 2026

Logo

ગુજરાતના મંત્રીઓ ચિલ્ડ્રન ફિલ્મ 'ભમરડો' જોઈ થયા અભિભૂત, હર્ષ સંઘવીએ પણ કર્યા વખાણ

2026-06-09 09:23:00
Author: Mayur Patel
Article Image

અમદાવાદઃ ગાંધીનગર ખાતે સ્પોર્ટ્સ પર આધારિત ચિલ્ડ્રન ફિલ્મ 'ભમરડો'નું એક સ્પેશિયલ સ્ક્રીનિંગ યોજવામાં આવ્યું હતું. આ વિશેષ શોમાં ગુજરાતના શિક્ષણ મંત્રી  પ્રદ્યુમન વાજા, પુરષોત્તમ રૂપાલા સહિત અનેક રાજકીય મહાનુભાવોએ ફિલ્મ નિહાળી હતી અને તેને ખૂબ જ સારો પ્રતિસાદ આપ્યો હતો. આ ઉપરાંત, ડેપ્યુટી સીએમ  હર્ષ સંઘવી તરફથી પણ ફિલ્મને ખાસ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. ફિલ્મ નિહાળ્યા બાદ તમામ મહાનુભાવો બંને બાળ કલાકારોની અદભૂત કલાકારી અને અભિનય જોઈને અત્યંત અભિભૂત થયા હતા. તેમણે ખાસ ભલામણ કરી હતી કે, દરેક ગુજરાતી પરિવારે પોતાના બાળકો સાથે આ ફિલ્મ અચૂક જોવા જેવી છે.

ગત ૨૨ મેના રોજ ગુજરાતભરના સિનેમાઘરોમાં રિલીઝ થયેલી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સતત ધૂમ મચાવી રહી છે. રિલીઝના પહેલા જ દિવસથી આ ફિલ્મને સમગ્ર ગુજરાતમાંથી અદભૂત અને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે અને આજે બીજા સપ્તાહમાં પણ ફિલ્મ માટે દર્શકોનો પ્રેમ યથાવત છે. બાળકોથી લઈને વડીલો સુધીના તમામ દર્શકો આ ફિલ્મને "ખરેખર જબરજસ્ત" ગણાવી રહ્યા છે અને થિયેટરોમાં દર્શકોની ભારે ભીડ જોવા મળી રહી છે.

ફિલ્મના નિર્માતા અને દિગ્દર્શકે બાળકોની રમતગમત અને તેમની લાગણીઓને ખૂબ જ સુંદર રીતે મોટા પડદા પર ઉતારી છે.