ગાંધીનગર: ગુજરાતમાં ખરીફ માર્કેટીંગ સીઝન 2026-27 માં ખેડૂતો પાસેથી લઘુતમ ટેકાના ભાવે ડાંગર,મકાઈ, બાજરી જુવાર,રાગીની સીધી ખરીદી કરાશે. તેમજ લઘુતમ ટેકાના ભાવે પાક વેચાણ કરવા ઇચ્છતા ખેડૂતોએ તા.2 થી 31 ઓક્ટોબર 2027 સુધીમાં ઓનલાઇન નોંધણી કરાવવાની રહેશે. જ્યારે રાજ્ય સરકાર દ્વારા તા.16 નવેમ્બર થી 15 જાન્યુઆરી 2027 સુધી નિયત જણસ-પાકની ખરીદી કરવામાં આવશે.
ખેડૂત ખાતેદારોના બાયોમેટ્રીક ઓથેન્ટીકેશન દ્વારા નોંધણી
રાજયમાં લઘુતમ ટેકાના ભાવે ડાંગર,મકાઈ,બાજરી,જુવાર તથા રાગીનું વેચાણ કરવા ઇચ્છા ધરાવતા ખેડૂતોની ઓનલાઇન નોંધણી સમગ્ર રાજ્યમાં સ્થાનિકે ગ્રામ્ય કક્ષાએ VCE મારફતે તા.02 ઓક્ટોબર- 2026 થી 31 ઓક્ટોબર- 2026 સુધી કરવામાં આવશે. જ્યારે આ ડાંગર, બાજરી, જુવાર મકાઈ તથા રાગીની ખરીદી તા.16 નવેમ્બર- 2026થી 15 જાન્યુઆરી- 2027 સુધી કરવામાં આવશે. ખેડૂત ખાતેદારોના બાયોમેટ્રીક ઓથેન્ટીકેશન દ્વારા નોંધણી કરવામાં આવશે. જેથી ટેકાના ભાવે પાક વેચાણ કરવા માંગતા તમામ ખેડૂતો મિત્રોએ ઓનલાઇન નોંધણી કરાવવા નિગમ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
કેન્દ્ર સરકારે ખરીફ માર્કેટીંગ સીઝન 2026-27 માટે ટેકાના ભાવ જાહેર કર્યા
આ અંગે ભારત સરકાર દ્વારા ખરીફ માર્કેટીંગ સીઝન 2026-27 માટે ટેકાનો ભાવ ડાંગર (કોમન) માટે રૂ. 2441/- પ્રતિ ક્વિ, ડાંગર (ગ્રેડ-એ) માટે રૂ. 2461 /- પ્રતિ ક્વિ.,મકાઈ માટે રૂ. 2410 /- પ્રતિ ક્વિ. બાજરી માટે રૂ.2900 /- પ્રતિ ક્વિ., (ઉપરાંત વધારાનું બોનસ રૂ. 300 /- પ્રતિ ક્વિ) જુવાર(હાઈબ્રીડ) રૂ. 4023/- પ્રતિ ક્વિ (ઉપરાંત વધારાનું બોનસ રૂ. 300 /- પ્રતિ ક્વિ), જુવાર (માલદંડી) રૂ.4073/- પ્રતિ ક્વિ(ઉપરાંત વધારાનું બોનસ રૂ. 300/- પ્રતિ ક્વિ). તથા રાગી માટે રૂ. 5205/- પ્રતિ ક્વિ. (ઉપરાંત વધારાનું બોનસ રૂ. 300 /- પ્રતિ ક્વિ) નિયત કરવામાં આવ્યું છે.
ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ લી. મારફતે ખરીદી
ખેડૂતોને તેઓના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ખરીફ માર્કેટીંગ સીઝન 2026-27 અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે ડાંગર,મકાઇ, બાજરી, જુવાર, તથા રાગીની ખરીદી ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ લી. મારફતે કરવામાં આવનાર છે.