ગાંધીનગર: ગુજરાતમાં જાહેર આરોગ્યની સુરક્ષા સુનિશ્ચિત કરવાના ભાગરૂપે અને તાજેતરમાં સુરત ખાતે પી. પી. સવાણી શાળાની હોસ્ટેલમાં થયેલ ફુડ પોઇઝનીંગની ઘટના ને ગંભીરતાથી લેતા આરોગ્ય તંત્રએ હોસ્ટેલ- કેન્ટીન તપાસ માટેની સ્પેશ્યલ ડ્રાઇવ હાથ ધરી હતી.
જેમાં 14 સપ્ટેમ્બર સુધી 200 જેટલી હોસ્ટેલ -કેન્ટીનની તપાસ કરી હતી. જેમાં 47 સરકારી, 21 અર્ધ સરકારી અને 132 પ્રાઇવેટ હોસ્ટેલ કેન્ટીનનો સમાવેશ થાય છે. જેમાં 61 હોસ્ટેલ કેન્ટીનને ઇમ્પ્રુવમેન્ટ નોટીસ આપી છે. તેમજ 114 જેટલા સેમ્પલ લેવામાં આવ્યા છે. તેમજ 10 જેટલી કેન્ટીન સ્વંયભુ બંધ કરવામાં આવી છે. જ્યારે એકનું લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે.
સુરતમાં 100 જેટલા વિદ્યાર્થીઓને અસર
સુરતના અબ્રામા વિસ્તારમાં ગત 13 સપ્ટેમ્બરના રોજ બનેલી ફૂડ પોઇઝનિંગની ગંભીર ઘટનામાં 100 જેટલા વિદ્યાર્થીઓને અસર થયેલ જેને રાજ્ય સરકારે અત્યંત ગંભીરતાથી લીધી છે.
VIDEO | Under the guidance of Chief Minister of Gujarat Bhupendra Patel, the Gujarat government has directed strict action to ensure food safety in educational institutions and hostels. Health Minister Praful Pansheriya has instructed Food Safety Department teams to conduct… pic.twitter.com/l3gcp7Z4Jh
— Press Trust of India (@PTI_News) September 14, 2026
સઘન ચકાસણી હાથ ધરવા માટે ખાસ ડ્રાઇવ
આ દુર્ઘટનાને પગલે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ કડક વલણ અપનાવતા સમગ્ર રાજ્યની તમામ હોસ્ટેલ/કેન્ટીનમાં ખોરાકની ગુણવત્તા અને અસ્વચ્છતા અંગે સઘન ચકાસણી હાથ ધરવા માટે ખાસ ડ્રાઇવ યોજવાના આદેશ આપ્યા હતા.
કડક કાયદેસરની કાર્યવાહી અવિરતપણે ચાલુ
રાજ્યનું ખોરાક અને ઔષધ નિયમન તંત્ર જાહેર જનતાના સ્વાસ્થ્ય અને સુરક્ષા માટે સંપૂર્ણપણે કટિબદ્ધ છે. નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરતા, ભેળસેળિયા તેમજ કાયદા વિરુદ્ધ પ્રવૃત્તિઓમાં સંકળાયેલા અસામાજિક તત્વો સામે આગામી સમયમાં પણ આ પ્રકારની કડક કાયદેસરની કાર્યવાહી અવિરતપણે ચાલુ રાખવામાં આવશે.