અમદાવાદ: ગુજરાત હાઇકોર્ટે પીએમ મોદીની ડિગ્રી મુદ્દે આપ નેતા અરવિંદ કેજરીવાલે દાખલ કરેલી અરજી કોર્ટે ફગાવી દીધી છે. હાઇકોર્ટે કેજરીવાલ પર લાદેલો રૂપિયા 25,000 નો દંડ પણ યથાવત રાખ્યો છે.
આપ નેતાએ સિંગલ જજના નિર્ણય વિરુદ્ધ અપીલ કરી હતી
આ અંગે હાઇકોર્ટે પોતાનો 24 સપ્ટેમ્બર 2026ના રોજનો ચુકાદો યથાવત રાખ્યો છે.જોકે, આપ નેતાએ સિંગલ જજના નિર્ણય વિરુદ્ધ અપીલ કરી હતી. કોર્ટે
સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશનના નિર્દેશને રદ કરવામાં આવ્યો હતો. માર્ચ 2023માં, સિંગલ-જજ બેન્ચે CICના તે નિર્દેશને રદ કર્યો હતો જેમાં ગુજરાત યુનિવર્સિટીને વડાપ્રધાનની ડિગ્રી સંબંધિત માહિતી જાહેર કરવા માટે કહેવામાં આવ્યું હતું.
તેમનું વલણ કામચલાઉ હતું
સિંગલ જજની બેન્ચે વર્ષ 31 માર્ચ 2023ના રોજ અરવિંદ કેજરીવાલ પર રૂપિયા 25,000નો દંડ પણ ફટકાર્યો હતો. તેમજ આરટીઇની જોગવાઇઓના ગેરઉપયોગ અંગે ફટકાર લગાવી હતી.