Thu Sep 03 2026

Logo

ગુજરાતમાં ઉમરેઠના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમારનું હાર્ટ એટેક નિધન...

2026-03-06 22:45:10
Author: Chandrakant Kanoja
ગુજરાતમાં ઉમરેઠના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમારનું હાર્ટ એટેક નિધન...

આણંદ : ગુજરાતના આણંદ જિલ્લાના  ઉમરેઠના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમારનું હાર્ટ એટેક આવતા આણંદ હોસ્પિટલમાં સારવાર દરમિયાન અવસાન થયું હતું.  ગોવિંદ પરમાર છેલ્લી બે ટર્મથી ઉમરેઠના ધારાસભ્ય હતા. તેવો વર્ષ 2017 અને 2022માં ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.આ પૂર્વે તેવો રાજપા સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યા હતા. ગોવિંદ પરમાર  સહકારી ક્ષેત્રે પણ સક્રિય હતા. 

આગેવાનો અને સમર્થકોમાં શોકની  લહેર પ્રસરી

આ અંગે મળતી માહિતી મુજબ ધારાસભ્ય ગોવિંદ પરમારને  હાર્ટ એટેક આવતા સારવાર માટે તાત્કાલિક આણંદની હોસ્પિટલમાં ખસેડાયા હતા. તેની બાદ તેમની સારવાર શરુ કરવામાં આવી હતી. જોકે, સારવાર દરમિયાન  તેમનું નિધન થયું હતું. તેમના નિધનના સમાચાર મળતાં આણંદ જિલ્લાના રાજકીય આગેવાનો અને સમર્થકો હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમજ આગેવાનો અને સમર્થકોમાં શોકની  લહેર પ્રસરી હતી. 

ગુજરાત ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ  શ્રદ્ધાંજલિ અર્પી 

ધારાસભ્ય ગોવિંદ પરમારના નિધનથી ભાજપના નેતાઓએ પણ દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમના નિધન બાદ ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ  શ્રદ્ધાંજલિ અર્પી હતી. આ અંગે તેમણે એક્સ પર લખ્યું હતું કે " ઉમરેઠના લોકપ્રિય ધારાસભ્ય  ગોવિંદભાઈ પરમારના દુઃખદ અવસાનના સમાચાર સાંભળી હૃદય દ્રવી ઉઠ્યું.  પરમ કૃપાળુ પરમાત્મા તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે અને શોકગ્રસ્ત પરિવારને આ આઘાત સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના