Mon Aug 17 2026

Logo

રાષ્ટ્રીય વેપારી કલ્યાણ બોર્ડની કરવેરા સમિતિના સભ્યોમાં ગ્રોમાના પ્રમુખની વરણી

2026-08-05 19:48:59
Author: Ramesh Gohil
Article Image

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

નવી મુંબઈઃ નવી મુંબઈ એપીએમસી માર્કેટ સ્થિત દાણા બજારની અગ્રણી સંસ્થા ઘી ગે્રન, રાઈસ એન્ડ ઓઇલસીડ્સ મર્ચન્ટસ એસોસીયેશન(ગ્રોમા)ના પ્રમુખ ભીમજીભાઈ ભાનુશાલીને કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રીય વેપારી કલ્યાણ બોર્ડ હેઠળ રચાયેલી કરવેરા સમિતિના સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. 

આ સમિતિની રચના રાષ્ટ્રીય વેપારી કલ્યાણ બોર્ડના આદેશને આગળ ધપાવવા માટે કરવામાં આવી છે, જેનો વ્યાપક ઉદ્દેશ કેન્દ્રિત ચર્ચા-વિચારણા અને ક્ષેત્ર-વિશિષ્ટ ભલામણો દ્વારા રાષ્ટ્રીય છૂટક વેપાર નીતિના નિર્માણમાં યોગદાન આપવાનો છે. તેઓની આ નામાંકન પ્રક્રિયા બોર્ડ પ્રત્યેના તેમના વિશાળ અનુભવ અને મૂલ્યવાન યોગદાનની માન્યતા સ્વરૂપે છે. તેઓની સક્રિય સહભાગિતા અને નિષ્ણાતપૂર્ણ સૂચનો સમિતિને તેની જવાબદારીઓ અસરકારક રીતે નિભાવવામાં તથા તેને સોંપાયેલા ઉદ્દેશોની પ્રાપ્તિમાં યોગદાન આપવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

તેમની 'કરવેરા અને  સમિતિ' ના સભ્ય તરીકે થયેલી નિયુક્તિને કારણે વેપારીઓની કનડગત ના સરળ ઉકેલ થઇ શકશે એવો આશાવાદ બજારમાં સેવાઈ રહ્યો છે. વેપારીઓના પ્રશ્નો અને તેના ઉકેલ માટે રાષ્ટ્રીય વેપારી કલ્યાણ બોર્ડ અને તેના ચેરમેન શ્રી સુનિલજી સિંઘી હંમેશાં કાર્યરત હોય છે. તે જ રીતે અમે પણ અમારું યોગદાન આપીશું અને વેપારીઓના પ્રશ્નોના ઉકેલ માટે પ્રયત્નશીલ રહીશું, એમ ગ્રોમાના પ્રમુખ ભીમજીભાઈ ભાનુશાલીએ જણાવ્યું હતું.