તેહરાનઃ દુનિયાના સૌથી મહત્ત્વના જળમાર્ગ પૈકી એક હોર્મુઝની ક્રિકમાં અનેક વ્યાપારી જહાંજ અટવાયેલા છે. યુદ્ધના કારણે હોર્મુઝ જળમાર્ગ રહસ્યમય બ્લાઈન્ડ સ્પોટ બની ગયો છે. ઈરાનની અમેરિકા અને ઈઝરાયલ સાથે ચાલી રહેલી લડાઈને કારણે આ વિસ્તારમાં ભારે ઈલેક્ટ્રોનિક્સ સિગ્નલ જામિંગ દેખાઈ રહ્યું છે. પરિસ્થિતિ એવી છે કે, ઘણાય જહાંજમાં નેવિગેશન સિસ્ટમ કામ કરતી બંધ થઈ છે.
ક્રુડ ઓઈલની સપ્લાઈ ચેઈન ખોરવાઈ
આ જામિંગનું પરિણામ એ આવ્યું છે કે, હોર્મુઝમાં જહાંજ અટવાતા ક્રુડ ઓઈલની સપ્લાઈ ચેઈન ખોરવાઈ રહી છે. હોર્મુઝની ખાડી નજીક ઓછામાં ઓછા 200 જહાંજ અટવાયેલા છે. દા.ત. દુબઈ પાસે ઝેડ આકારમાં જહાંજ પડ્યા છે. ઓમાનની ખાડીમાં જહાંજનું આખુ ગ્રૂપ અટવાયું છે. આનો અર્થ એ થાય છે કે, તણાવગ્રસ્ત સ્થિતિ યથાવત છે. યુદ્ધના સમયે સૈન્ય ઈલેક્ટ્રોનિક વોરફેરનો સહારો લે છે. જેના કારણે જહાંજમાં ઈલેક્ટ્રોનિક જામિંગ થાય છે. નેવિગેશન સિસ્ટમાં મુશ્કેલીઓ ઊભી થાય છે. પરિસ્થિતિ એવી ઊભી થઈ છે કે, ટ્રેકિંગ સિસ્ટમથી પણ જહાંજનું ચોક્કસ લોકેશન જાણી શકાય એમ નથી.
નેવિગેશન સિસ્ટમ પર ભરોસો નહીં
હાલ પરિસ્થિતિ એવી છે કે, કોઈપણ જહાંજ નેવિગેશન માટે કોઈ જીપીએ સિસ્ટમ પર ભરોસો કરી શકે એમ નથી. જામિંગને કારણે જહાંજની સ્પીડ પણ ખોટી રીતે અંકિત થઈ રહી છે. 16 નોટિકલ માઈલની સ્પીડથી ચાલતું જહાંજ ટ્રેકરમાં 102.2 નોટિકલ માઈલથી જતું હોય એવું દેખાઈ રહ્યું છે. જહાંજમાં લાગેલી આ મોટી બ્રેકને કારણે વૈશ્વિક ઉત્પાદન પર માઠી અસર થઈ રહી છે. અર્થવ્યવસ્થા ડામાડોળ થવાના એંધાણ છે. સપ્લાય સંકટને કારણે બ્રેંટ ક્રુડની કિંમતમાં શરૂઆતથી જ મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. ટ્રમ્પ દ્વારા યુદ્ધ ખતમ કરવાના સંકેત મળી રહ્યા છે પણ અટવાયેલા જહાંજની સ્થિતિ ક્યારે સુધરશે એ કહી ન શકાય.