Fri Apr 17 2026

Logo

GPay માં 'પોકેટમ'ની ફીચર રોલ આઉટ, બેંક એકાઉન્ટ નહીં હોય તો પણ થશે પેમેન્ટ

California   2026-04-10 17:40:06
Author: Mumbai Samachar Team
Article Image

કેલિફોર્નિયાઃ પેમેન્ટ એપ્લિકેશન ગૂગલ પેમાં એક નવી અપડેટ આવી છે. GPAYમાં પોકેટમની ફીચરને રોલઆઉટ કરવામાં આવ્યું છે. આ ફીચરમાં એક જ યુપીઆઈને સંપૂર્ણ રીતે એક ફેમિલીની જેમ ઉપયોગ કરી શકાશે. આ ફીચરમાં તમે ઘરના એક મેમ્બર્સને જોડી શકો છો જેમની પાસે પોતાનું કોઈ બેંક એકાઉન્ટ નથી. NPCI અને UPI સર્કલમાં આ સૌથી મોટી અપડેટ છે. ખાસ કરીને નાના-નાના ખર્ચાઓને પહોંચી વળવા માટે આ વોલેટને સરળતાથી ઉપયોગમાં લઈ શકાય છે. 

વિદ્યાર્થીઓ અને વૃદ્ધો માટે
સ્કૂલમાં કે કૉલેજમાં અભ્યાસ કરતા વર્ગ અને વૃદ્ધો માટે આ ફીચર સૌથી ખાસ બની શકે છે.ગત વર્ષે UPI સર્કલ સર્વિસ શરૂ કરવામાં આવી હતી. જેમાં એક UPI એકાઉન્ટને 5 સભ્યો સરળતાથી ઉપયોગમાં લઈ શકે છે. ગૂગલની પેમેન્ટ એપ્લિકેશન જીપેનું પોકેટમની ફીચર પણ આના પર જ આધારિત છે, જેમાં ઘરના જ પાંચ સભ્યો એનો સરળતાથી ઉપયોગ કરી કે છે. આ ફીચરની સૌથી ખાસ વાત એ છે કે, જે લોકો પાસે બેંક એકાઉન્ટ નથી તેઓ પણ UPI સર્વિસનો ઉપયોગ કરી શકે છે. આ પોકેટમનીમાંથી પૈસાની ચૂકવણી કરી શકે છે. 

પ્રાયમરી મેમ્બર મોકલશે પૈસા
પ્રાયમરી મેમ્બર્સ બાકીના પોકેટમની એકાઉન્ટમાં સરળતાથી પૈસા મોકલી શકે છે. આ પૈસાથી UPIની ચૂકવણી પણ કરી શકાય છે. સુરક્ષાને ધ્યાને લઈને પહેલા પ્રાયમરી મેમ્બરે સેકન્ડરી મેમ્બર્સની ઓળખ વેરિફાઈ કરવી પડશે. આ માટે સેકન્ડરી યુઝરે આઈડી ડીટેઆઈલ આપવાની રહેશે. બેંક આ વિગતને પોતાની પાસે સાચવશે અને પછી ફીચરને ઉપયોગ કરવા માટે આપશે. ખોટું ટ્રાંઝેક્શન ન થાય અને કોઈ ખોટી વ્યક્તિ કે અજાણી વ્યક્તિને પૈસાની ચૂકવણી ન થાય એ માટે આ સિક્યોરિટી અનિવાર્ય છે. 

આ રીતે થઈ જશે એક્ટિવ
આ માટે, તમારે પહેલા તમારા ફોન પર GPay એપ અપડેટ કરવી પડશે. પ્રોફાઇલમાં 'UPI સર્કલ' વિકલ્પ દેખાશે. અહીં 'પોકેટ મની સેટ કરો' પર ટેપ કરો. જે વ્યક્તિને ઉમેરવા માંગો છો તેનું નામ અથવા ફોન નંબર પસંદ કરવાની જરૂર પડશે. વર્તુળમાં જે વ્યક્તિને ઉમેરવા માંગો છો તેનો UPI સર્કલ QR કોડ સ્કેન કરવો પડશે. માસિક મર્યાદા સેટ કરો અથવા 'દરેક ચુકવણી મંજૂર કરો' પસંદ કરો. વિગતો, વપરાશકર્તાની માહિતી અને તેમનો આધાર નંબર દાખલ કરો. તમારો UPI PIN દાખલ કરો. રીક્વેસ્ટ સ્વીકારી લે પછી સર્વિસ સક્રિય થઈ જશે.