Thu Jun 11 2026

Logo

ગેસની અછત વચ્ચે ઇન્ડક્શન સ્ટવની ભારે માંગ: ઓનલાઇન સ્ટોક 'આઉટ ઓફ સ્ટોક', વેચાણમાં 300 ટકાનો ઉછાળો

2026-03-12 19:56:58
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ ખાડી દેશોમાં ચાલી રહેલા યુદ્ધને કારણે અનેક વ્યવસાયો પણ ખરાબ અસર પડી છે તો અમુક વસ્તુઓના વેચાણમાં કડાકો પડ્યો છે. ગેસની અછતને કારણે, નાગરિકોએ રસોઈના વૈકલ્પિક માધ્યમોનો આશરો લીધો છે. 

તેની અસર ઓનલાઈન બજારમાં જોવા મળી રહી છે અને એમેઝોન, ફ્લિપકાર્ટ અને બ્લિંકિટ જેવા ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર ઇન્ડક્શન સ્ટવનું વેચાણ ઝડપથી વધ્યું છે. એવું જોવા મળી રહ્યું છે કે આજ સવાર સુધી ઘણી લોકપ્રિય કંપનીઓના ઇન્ડક્શન સ્ટવનો સ્ટોક આઉટ ઓફ સ્ટોક થઈ ગયો છે.

છેલ્લા બેથી ત્રણ દિવસમાં ઇન્ડક્શન સ્ટવના વેચાણમાં 300 ટકાનો વધારો થયો હોવાનું ડેટા પરથી જાણવા મળ્યું છે. સ્થાનિક દુકાનો સહિત ઘણા લોકો ઇન્ડક્શન સ્ટવ ખરીદવા માટે ઓનલાઇન વેબસાઇટ્સ પર સર્ચ કરી રહ્યા છે, કારણ કે ગ્રાહકોને એમેઝોન, ફ્લિપકાર્ટ, ઝેપ્ટો, બ્લિંકિટ વગેરે ઓનલાઇન પ્લેટફોર્મ પર આકર્ષક ડિસ્કાઉન્ટ પર હોમ ડિલિવરી સેવાઓ મળે છે. 

ઓનલાઈન વેચાણની સાથે, સ્થાનિક દુકાનોમાં પણ વિદ્યુત ઉપકરણો ખરીદતા ગ્રાહકોનો ધસારો જોવા મળી રહ્યો છે. અહીં પણ, કેટલીક દુકાનોમાં ઇન્ડક્શન સ્ટોવ ઉપલબ્ધ નથી. જો કે, લોકલ, પ્રમાણમાં અજાણી નાની કંપનીઓના ઉત્પાદનો હજુ પણ કેટલીક જગ્યાએ ઉપલબ્ધ છે.

શરૂઆતમાં જાણીતી કંપનીઓને સારો પ્રતિસાદ મળ્યો, હવે નાની કંપનીઓના ઉત્પાદનોની માંગ પણ વધી છે. ઇન્ડક્શન સ્ટવની સાથે, અન્ય ઇલેક્ટ્રિક રસોઈ ઉપકરણોના વેચાણમાં પણ વધારો થયો છે. ગ્રાહકો ઇલેક્ટ્રિક કુકર, મલ્ટી-કુકર, ઇલેક્ટ્રિક કેટલ અને રોટી  મેકર જેવા ઉપકરણો તરફ પણ વળ્યા છે.