આજે દેશભરમાં ગણેશ ચતુર્થીનો પાવન મહોત્સવ ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવાઈ રહ્યો છે. ગણેશોત્સવ એ માત્ર ઉત્સવ મનાવવાનો સમય નથી, પરંતુ વિઘ્નહર્તા ગણેશજીની દૈવી ઊર્જાને જીવનમાં આવકારવાનો શ્રેષ્ઠ અવસર છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ, દરેક રાશિનો સંબંધ કોઈને કોઈ વિશિષ્ટ ગ્રહ અને તત્વ સાથે જોડાયેલો હોય છે.
જ્યારે તમે ગણેશ ચતુર્થીના દિવસે પોતાની રાશિને અનુરૂપ ભોગ, પુષ્પ અને દૂર્વા બાપ્પાને અર્પણ કરો છો, ત્યારે કુંડળીના ગ્રહ દોષો શાંત થાય છે અને વર્ષોથી અટકેલાં કાર્યો ઝડપથી પૂર્ણ થવા લાગે છે. ચાલો જોઈએ કઈ રાશિના જાતકોએ કયા ગણેશચતુર્થીએ કયા ઉપાયો કરવા જોઈએ...
મેષ અને વૃશ્ચિક:
આ રાશિઓના સ્વામી મંગળ છે. જાતકોએ ગણેશજીને ગોળમાંથી બનેલી મીઠાઈઓનો ભોગ ધરાવવો. પૂજામાં લાલ જાસૂદ અને લાલ ગુલાબના ફૂલ ચઢાવવાથી કરિયરમાં મોટી સફળતા મળશે અને બાપ્પાની વિશેષ કૃપા રહેશે.
વૃષભ અને તુલા:
શુક્ર પ્રધાન આ રાશિઓના જાતકોએ આર્થિક સમૃદ્ધિ માટે પૂજા દરમિયાન નારંગી અથવા પીળા રંગના વસ્ત્રો ધારણ કરવા. બાપ્પાને નાળિયેરની બરફીનો ભોગ લગાવવાથી ધન-સંપત્તિમાં વૃદ્ધિ થશે.
મિથુન અને કન્યા:
બુધ પ્રધાન રાશિના લોકોએ બાપ્પાને 21 દૂર્વાની જોડી અને લીલી ઈલાયચી અર્પણ કરવી જોઈએ. આ ઉપાયથી બુદ્ધિ અને વેપારમાં પ્રગતિ થશે તેમજ તમામ મનોકામનાઓ પૂર્ણ થશે.
કર્ક અને સિંહ:
કર્ક અને સિંહ રાશિના જાતકોએ ગણપતિને શ્રીફળ (નાળિયેર) ચઢાવવું અને ગલગોટાના પીળા પુષ્પો અર્પિત કરવા. તેનાથી માનસિક શાંતિ મળશે અને જીવનમાં સકારાત્મકતા આવશે.
ધન અને મીન:
ગુરુ પ્રધાન રાશિના જાતકોએ ગણેશજીને પીળા ફૂલ ચઢાવવા અને બાપ્પાને નારંગી રંગના વસ્ત્રોથી સુશોભિત કરવા. આનાથી ભાગ્યનો સાથ મળશે અને અટકેલા આર્થિક કાર્યો પાર પડશે.
મકર અને કુંભ:
શનિ પ્રધાન આ રાશિઓના જાતકોએ ગણપતિને વાદળી રંગના ફૂલ (જેમ કે અપરાજિતા/ શંખપુષ્પી) અર્પણ કરવા અને મોદકનો પ્રિય ભોગ લગાવવો. તેનાથી કરિયરમાં આવતી અડચણો દૂર થશે અને આર્થિક લાભ થશે.