Mon Oct 05 2026

Logo

દિલ્હીના પૂર્વ મુખ્ય સચિવ રાકેશ મહેતાએ કરી આત્મહત્યા, સ્યુસાઈડ નોટમાં લખ્યું આ કારણ....

2026-09-09 08:20:27
Author: Vimal Prajapati
દિલ્હીના પૂર્વ મુખ્ય સચિવ રાકેશ મહેતાએ કરી આત્મહત્યા, સ્યુસાઈડ નોટમાં લખ્યું આ કારણ....

નવી દિલ્હીઃ દિલ્હીના પૂર્વ મુખ્ય સચિવ અને 1975ની બેન્ચના આઈએએસ અધિકારી રાકેશ મેહતાએ આત્મહત્યા કરી લીધી હોવાનું જાણવા મળ્યું છે. નોઈડા ખાતે પોતાના ઘરે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. 75 વર્ષીય રાકેશ મેહતાનો મૃતદેહ નોઈડામાં આવેલા સેક્ટર-82માં કેન્દ્રીય વિહાર - 2 સોસાયટીમાં તેમના મકાનમાંથી મળી આવ્યો છે. આ મામલે જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસને તપાસ દરમિયાન એક સ્યુસાઈડ નોટ પણ મળી આવી છે. 

સ્યુસાઈડ નોટમાં માનસિક તણાવ અને બિમારીઓનો ઉલ્લેખ કર્યો

વધારે વિગતે વાત કરવામાં આવે તો, પોલીસને જે સ્યુસાઈડ નોટ મળી છે તેમાં રાકેશ મેહતાએ આત્યહત્યા માટે માનસિક તણાવ અને બિમારીઓનું કારણ જવાબદાર ગણાવ્યું છે, તેમ છતાં પોલીસ દ્વારા સમગ્ર હકીકત જાણવા માટે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. પોલીસે પોસ્ટમોર્ટમની કાર્યવાહી કર્યા બાદ મૃતદેહને અંતિમ સંસ્કાર માટે પરિવારનો સોંપી દીધો હતો. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે દિલ્હીમાં લોધી સ્મશાન ઘાટ પર તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં હતાં. 

રાકેશ મેહતા 2010માં નિવૃત થયાં હતાં
 
રાકેશ મેહતાના કરિયરની વાત કરવામાં આવે તો તેઓ 2007થી 2010 સુધી દિલ્હીના મુખ્ય સચિવ રહ્યાં હતાં. 2010માં તેમણે દિલ્હીમાં આયોજિત કોમનવેલ્થ ગેમ્સ દરમિયાન મહત્વપૂર્ણ જવાબદારી આપવામાં આવી હતી. એટલું જ નહીં પરંતુ દિલ્હી સરકારમાં તેમણે અલગ અલગ પર કામ કરેલું છે. તેઓ દિલ્હીમાં નગર નિગમના કમિશનર પદે પણ સેવાઓ આપેલી છે. તે પછી 2010માં કોમનવેલ્થ ગેમમાં મહત્વપૂર્ણ જવાબદારી નિભાવ્યાં બાદ તેઓ 2010માં જ નિવૃતિ થઈ ગયાં હતાં. અત્યારે વરિષ્ટ આઈએએસ અધિકારીએ આત્મહત્યા કરી તેના કારણે વહીવટી તંત્ર સાથે સાથે રાજકીય જગતમાં પણ શોકની લાગણીઓ છવાઈ ગઈ છે.