Thu Sep 03 2026

Logo

FIFA વર્લ્ડ કપમાં ફ્રાન્સની ભવ્ય જીત; મોરોક્કોની હાર થતા લંડનમાં હિંસા ભડકી, ચાહકો રસ્તા પર ઉતરી આવ્યાં

London   2026-07-10 08:46:00
Author: Vimal Prajapati
FIFA વર્લ્ડ કપમાં ફ્રાન્સની ભવ્ય જીત; મોરોક્કોની હાર થતા લંડનમાં હિંસા ભડકી, ચાહકો રસ્તા પર ઉતરી આવ્યાં

લંડનઃ ફિફા વર્લ્ડ કપ પણ હિંસાનું કારણ બની શકે છે. ફ્રાન્સ અને મોરોક્કો વચ્ચેની મેચમાં ફ્રાન્સે મોરોક્કોને 2-0થી હરાવ્યું અને સેમીફાઈનલમાં પોતાનું સ્થાન લઈ લીધું હતું. આ દરમિયાન ફ્રાન્સની જીત બાદ ફ્રાન્સની રાજધાની પેરિસમાં તો શાંતિપૂર્ણ રીતે ઉજવણી થઈ હતી. પરંતુ લંડનમાં મોટી હિંસા ફાટી નીકળી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. લંડનમાં ફુટબોલ ચાહકો વચ્ચે મારામારી થઈ હોવાના અહેવાલો મળ્યાં છે. આ દરમિયાન સ્થિતિ કાબૂ બહાર જતી રહી હતી. 

લંડનમાં ચાહકો સુરક્ષાદળોના કાબૂમાં ના રહ્યાં

લંડનની સ્થિતિને ધ્યાનમાં રાખે પેરિસમાં પણ સુરક્ષાદળો તૈનાત કરી દેવામાં આવ્યાં છે. પેરિસમાં તો ચાહકો શાંત રહ્યાં પરંતુ લંડનમાં ચાહકો સુરક્ષાદળોના કાબૂમાં રહી શક્યા નહીં! આ હિંસા દરમિયાન લંડનમાં એક પોલીસ અધિકારી ગંભીર રીતે ઘાયલ થયા હોવાથી તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં. આ હિંસાના અનેક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થઈ રહ્યાં છે. 

 

મેચ બાદ હિંસાની આશંકા હતી

ખાસ કરીને વાત કરવામાં આવે તો, મેચ દરમિયાન હિંસા થશે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી તી. ખાત તો નોર્થ આફ્રિકામાં મોરોક્કો અને ફ્રાન્સ વચ્ચેની ફિફા વર્લ્ડ કપ મેચ દરમિયાન પેરિસમાં હિંસા ફાટશે તેવી આશંકા હતી, જેથી ત્યા સુરક્ષા માટે સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી હતી. ફ્રાન્સમાં હજારોની સંખ્યામાં ચાહકો રસ્તા પર ઉતરી આવ્યાં અને ઉજવણી કરવા લાગ્યાં હતાં. પરંતુ લંડનમાં હિંસા શરૂ થશે તેવી કોઈ આશંકા નહોતી. ફ્રાન્સમાં સુરક્ષા માટે 20 હજારથી વધારે પોલીસ કર્મીઓને તૈનાત કરવામાં આવ્યાં હતાં. જેમાંથી માત્ર પેરિસમાં જ આઠ હજાર પોલીસ કર્મી મુકવામાં આવ્યાં હતાં.