ન્યૂ યોર્કઃ અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ સ્થપાય તે માટે પાકિસ્તાનમાં આજે શાંતિ મંત્રણા માટે બેઠક થઈ રહી છે. યુદ્ધ વિરામ બાદ પણ અમેરિકા અને ઈરાને એકબીજાને ધમકીઓ આપવાનું બંધ કર્યું નથી. ઈરાન અને અમેરિકાની ઐતિહાસિક વાતચીત પહેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી પોતાના તેરવ દેખાડ્યાં છે. અમેરિકી રાષ્ટ્રપતિ શાંતિ ઇચ્છે છે કે કેમ? તે પણ એક સવાલ બની ગયો છે. ટ્ર્મ્પે ચોખ્ખા શબ્દોમાં કહ્યું કે, તેઓ કોઈ પણ કિંમતમાં હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવા દેશે નહીં! ચાલો વિગતે જોઈએ...
હોર્મુઝ આંતરરાષ્ટ્રીય દરિયાઈ માર્ગ ગણાવી આપી ચેતવણી
વધારે વિગતે વાત કરવામાં આવે હોર્મુઝ સ્ટ્રેટને અમેરિકન રાષ્ટ્રપતિએ આંતરરાષ્ટ્રીય દરિયાઈ માર્ગ ગણાવ્યો અને ચેતવણી આપી છે કે, અહીં કોઈ પણ દેશની મનમાની ચલાવી લેવામાં આવશે નહીં. વધુમાં કહ્યું કે, ઈરાન સૈન્ય રૂપે અમેરિકાથી યુદ્ધ હારી ગયું છે, એટલે હવે અમારી લક્ષ્ય હોર્મુઝ સ્ટ્રેટને સંપૂર્ણ રીતે ખોલી દેવાનું છે. એટલે કે જો આ યુદ્ધ વિરામ માટેની બેઠકમાં શરતો માનવામાં નહીં આવે અને બેઠક નિષ્ફળ રહેશે તો અમેરિકા ઈરાન પર મોટો હુમલો કરશે તેવી પણ ડોનાલ્ડ ટ્રમ્પે ધમકી આપી છે.
મંત્રણા નિષ્ફળ રહી તો અમેરિકા શાંત નહીં રહે
ટ્ર્મ્પે કહ્યું કે, જો ઇસ્લામાબાદમાં થઈ રહીલે શાંતિ મંત્રણા નિષ્ફળ રહે છે તો અમેરિકા ફરી અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કરશે. ટ્રમ્પે સ્પષ્ટતા કરી કે તેમણે પહેલાથી જ યુએસ યુદ્ધ જહાજોને અત્યાધુનિક દારૂગોળો અને શસ્ત્રોથી સજ્જ કરવા માટે નિર્દેશો જારી કરી દીધા છે. મહત્વન વાત એ છે કે, શાંતિની જાહેરાત પછી પણ ના તોઈરાન શાંતિની ભાષામાં વાત કરે છે અને ના તો અમેરિકા પાછીપાની કરવા માટે તૈયાર છે.
અમેરિકી યુદ્ધ જહાજો હજી પણ હુમલા માટે તૈયાર છે
બંને દેશોની ધમકીઓ વચ્ચે પાકિસ્તાનમાં શાંતિ મંત્રણા માટે આજે બેઠક થઈ રહી છે. બેઠક પહેલા અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે ચોખ્ખા શબ્દોમાં કહ્યું કે, "અમે અમારા જહાજોને અત્યાર સુધી બનાવેલા શ્રેષ્ઠ શસ્ત્રોથી ભરી રહ્યા છીએ. જો શનિવારની મંત્રણા દરમિયાન કોઈ નક્કર કરાર નહીં થાય, તો અમે તેનો ખૂબ અસરકારક રીતે ઉપયોગ કરીશું." ટ્રમ્પે વધુમાં ઉમેર્યું કે ઈરાન પહેલાથી જ નોંધપાત્ર રીતે નબળું પડી ગયું છે અને વાતચીત તેના અસ્તિત્વનો એકમાત્ર રસ્તો છે.