Thu Jun 18 2026

Logo

ખામેનીના મોત બાદ ઈરાન નમ્યું! ટ્રમ્પ ઓમાનની મધ્યસ્થી વાટાઘાટો માટે તૈયાર...

washington dc   2026-03-01 23:02:04
Author: Savan Zalariya
Article Image

Donald Trump


વોશિંગ્ટન ડી સી: યુએસ-ઈરાન ઓમાનની મધ્યસ્થી હેઠળ વાટાઘાટો કરી રહ્યા હતાં, એવામાં શનિવારે યુએસ અને ઇઝરાયલે ઈરાન પર હુમાલા કરીને યુદ્ધને ઉશ્કેર્યું હતું. ઈરાન સુપ્રીમ લીડર અલી ખામેનીની હત્યા થતાં, ઈરાને વળતા પ્રહારની ચેતવણી આપી છે. એવામાં ઓમાનના વિદેશ પ્રધાને ઈરાનના સમકક્ષ સાથેની વાતચીત દરમિયાન યુદ્ધવિરામની વિનંતી કરી હતી અને ઈરાને તણાવ ઓછો કરવા તૈયાર થયું હતું.

ઓમાનના બદ્ર અલ્બુસૈદીએ વિદેશ પ્રધાને ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચી સાથેની વાતચીત કરી હતી. બદ્ર અલ્બુસૈદીએ જણાવ્યું કે ઓમાન સલ્તનત દ્વારા યુદ્ધવિરામ કરવા અને સંવાદ તરફ પાછા વળવા આહ્વાન કર્યું હતું.ઓમાનના વિદેશ મંત્રાલયના નિવેદનમાં જણાવવામાં આવ્યું કે ઈરાન શાંતિ માટે તૈયાર છે, સ્થિતિને વધુ બગડતી રોકવા અને સ્થિરતા તરફ પાછા વળવા ગંભીર પ્રયાસો કરવા માટે તૈયારી બતાવી હતી.

નોંધનીય છે કે ઈરાને શનિવારે ઓમાન સિવાય તમામ ગલ્ફ દેશો અપર હુમલા કર્યા હતાં, રવિવારે ઓમાનના દુક્મ બંદર પર ઈરાનના બે ડ્રોન પડ્યા હતાં, જેમાં એક વિદેશી કાર્યકર ઘાયલ થયો હતો.

Donald Trump

ટ્રમ્પ પણ વાતચીત માટે તૈયાર:
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ રવિવારે વાતચીત તરફ પરત ફરવાના સંકેત આપ્યા હતાં. ટ્રમ્પે કહ્યું કે ખામેની મોત બાદ નવું નેતૃત્વ તેમની સાથે વાત કરવા ઈચ્છે છે અને ટ્રમ્પે પણ સંમતિ આપી છે.

ફ્લોરિડા ખાતેના તેમને નિવાસસ્થાનેથી એક ઈન્ટરવ્યુંમાં કહ્યું, "તેઓ વાત કરવા ઈચ્છે છે, હું પણ વાત કરવા સંમત થયો છું,  હું તેમની સાથે વાત કરીશ. તેમણે વહેલા વાત કરવી જોઈતી હતી, આ રસ્તો ખૂબ જ વ્યવહારુ અને સરળ હતો. તેમણે વધુ લાંબી રાહ જોઈ." 

જોકે, ટ્રમ્પે એ સ્પષ્ટતા નથી કરી કે તેમણે ઈરાનના ક્યા નેતા સાથે વાત કરી હતી.