Fri May 01 2026

Logo

શું 'ધુરંધર 2' ઈન્ટરનેટ પર લિક? ડાઉનલોડ માટેની લિંક પર ક્લિક કરતા પહેલા ચેતજો

2026-03-19 22:30:08
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ વેબસિરિઝ કે ફિલ્મનો લઈને જ્યારે પાયરેસીની વાત આવે છે ત્યારે કેટલીક એપ્લિકેશનની ચર્ચા થયા વગર રહેતી નથી. આના કારણે ફિલ્મ મેકર્સને અને થિએટર્સ માલિકને મોટું નુકસાન વેઠવું પડે છે. પાયરેસીના કારણે ફિલ્મ કે વેબસિરિઝ લાખો લોકો સુધી તો મફતમાં પહોંચે છે પણ જોનારા લોકો પણ મફતનું મનોરંજન માણીને કરોડોનો અનઓફિશિયલ ચુનો લગાવી જાય છે. આવું હવે 'ધુરંધર2'ફિલ્મ સાથે બની રહ્યું છે. 

ઈન્ટરનેટ પર ફિલ્મ લિકનો દાવો

રણવીરસિંહની ફિલ્મ 'ધુરંધર 2' રીલિઝ થતાની સાથે જ ઈન્ટરનેટ પર લિક થઈ ચૂકી હોવાનો દાવો થઈ રહ્યો છે. રેડિટ અને ટેલિગ્રામ જેવા પ્લેટફોર્મની કેટલીક પોસ્ટ સામે આવી છે. કેટલાક યુઝર્સ એવો દાવો કરી રહ્યા છે કે, હાઈક્વોલિટીમાં આ ફિલ્મ મોબાઈલ પર જોઈ શકાય છે. કેટલીક ફાઈની સાઈઝ 72જીબી છે, કેટલીક ફાઈલની સાઈઝ મોટી છે અને 4k છે. આ લિંક પર અનેક વખત ડાઉનલોડ પણ થઈ ગયું છે. હકીકત એ છે કે, આવી એપ્લિકેશન કોઈ પ્લેસ્ટોર પર હોતી નથી માત્ર એપીએક ફાઈલથી સેવ કરી શકાય છે. આવી એપીકે ફાઈલમાંથી ફિલ્મ કે સિરીઝ ડાઉનલોડ થાય છે. 

ખરેખર ફિલ્મ લિક થઈ ગઈ?

આવા સમયે સવાલ ઉઠી રહ્યો છે કે શું ખરેખર ફિલ્મ લીક થઈ ગઈ છે કે આ ફક્ત નકલી લિંક્સનો જાળો છે? તમે ભૂલથી પણ આવા લિંક્સ પર ક્લિક ન કરો, કારણ કે આ સ્કેમનો ભાગ પણ હોઈ શકે છે. કેટલાક ક્લાઉડ પ્લેટફોર્મ્સ ભારતમાં કાનૂની છે, પરંતુ ત્યાં પણ પાયરેટેડ કન્ટેન્ટ ધડાધડ જોવામાં અને શેર કરવામાં આવે છે. આ પર નિયંત્રણ લાવવાની જરૂર છે. આવા પ્લેટફોર્મના બેનર નીચે કેટલીક ફેક લિંક વાયરલ થઈ રહી છે,જેમાંથી મોટું સ્કેમ બહાર આવી શકે છે.  આ વચ્ચે કેટલીક પોસ્ટમાં એવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે કે ફિલ્મને Terabox જેવા ક્લાઉડ પ્લેટફોર્મ પર પણ શેર કરવામાં આવી છે. યુઝર્સના કહેવા મુજબ ત્યાં મોટી સાઇઝની ફાઇલ અપલોડ કરીને લિંક દ્વારા તેને ફેલાવવામાં આવી રહી છે.

લિંક્સ ખુલતી જ નથી

જોકે આ દાવાઓની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી અને ઘણા લિંક્સ ખુલતા પણ નથી. હાલ સુધી કોઈ પણ સત્તાવાર સોર્સ અથવા ફિલ્મના મેકર્સ તરફથી આ પ્રકારના મોટા લીકની પુષ્ટિ કરવામાં આવી નથી. આ પહેલા પણ ફિલ્મને લઈને ઘણી ખોટી માહિતી વાયરલ થઈ ચૂકી છે.હકીકત એ છે કે આ બધી ફેક વાયરલ લિંક છે.  રસપ્રદ વાત એ છે કે ફિલ્મના મેકર્સ પહેલાથી જ લીક અંગે સાવચેત હતા. રિપોર્ટ્સ અનુસાર, સ્ક્રિપ્ટને પણ લોકડાઉનમાં રાખવામાં આવી હતી જેથી કોઈ માહિતી બહાર ન જાય.