Fri May 01 2026

Logo

ધુરંધર-2: 14મી જૂને શું ખરેખર ફાઈનલ ચેપ્ટર આવી રહ્યું છે? જાણો વાયરલ પોસ્ટની હકીકત...

2026-03-22 22:28:59
Author: Mumbai Samachar Team
Article Image

Dhurandhar 2


મુંબઈઃ રણવીરસિંહની સુપરહિટ ફિલ્મ 'ધુરંધર-2' બોક્સઓફિસ પર દમદાર કમાણી કરી રહી છે. ચાર દિવસમાં જ 200 કરોડનું ક્લેક્શન પાર કર્યા બાદ હવે તે અમેરિકામાં પણ રીલિઝ થઈ ચૂકી છે. 19મી માર્ચે રીલિઝ થયેલો સિક્વલ પાર્ટ ફેન્સને ખૂબ પસંદ પડી રહ્યો છે. દરેક કલાકારોની એક્ટિંગ અને દમદાર ડાયલોગ્સના દમ પર 'ધુરંધર-2' ફેન્સમાં ખૂબ જ પ્રિય બની રહી છે. હવે ચર્ચા ફિલ્મના ત્રીજાભાગને લઈને પણ થઈ રહી છે. 

ક્રેડિટ સિન પાછળની હકીકત
ફિલ્મ પૂરી થતા ક્રેડિટસીનની વાત કરવામાં આવે તો ક્રેડિટ વખતે રણવીરસિંહની તાલિમના કેટલાક વિડિયો બતાવવામાં આવે છે. આગામી પાર્ટ અંગે અનેક પ્રકારના મુદ્દાઓની ચર્ચા થઈ રહી છે. કેટલાક ફેન્સ દાવા સાથે કહી રહ્યા છે કે, 14 જૂને ફિલ્મનું ફાઈનલ ચેપ્ટર આવવાનું છે. 'ધુરંધર-2'માં એક નહીં પણ બે બે પોસ્ટ ક્રેડિટસિન છે, જે આગળની સ્ટોરી બાજુ ઈશારો કરે છે. આ કારણે ફેન્સ હવે ફિલ્મની લઈ આગળની થિયરી અંગે ચર્ચા કરી રહ્યા છે. ડાયરેક્ટર આદિત્ય ધરે પણ ક્રેડિટસીન જોયા વગર સિનેમાહોલમાંથી બહાર ન નીકળવાની અપીલ કરી હતી. હવે લોકો આતુરતાથી 14 જૂનની રાહ જોઈ રહ્યા છે. હકીકત એ છે કે, આ કોઈ ઓફિશિયલ નથી.

પોસ્ટ પાછળની હકીકત 
સોશિયલ મીડિયા પર 14 જુન ફાઈનલ ચેપ્ટર આવે ફોટો જોરશોરથી વાયરલ થઈ રહ્યો છે. પણ આ વાત હજુ સુધી નક્કી નથી. 'ધુરંધર-2' પછી મેકર્સે કોઈ ત્રીજો ભાગ બનાવવા માટેનું કોઈ એલાન કર્યું નથી. પોસ્ટ ક્રેડિટના સીનમાં એવા સંકેત અવશ્ય આપવામાં આવ્યા છે કે, ફિલ્મ આગળ હજું બાકી છે પણ હકીકત એનાથી અલગ છે. મેકર્સે આ જ વિષય પર આગળની ફિલ્મ તૈયાર કરવાનો રસ્તો તો ખોલી નાંખ્યો છે પણ ફિલ્મ તૈયાર કરવા માટે કોઈ સ્ટફ તૈયાર હોય કે તૈયારી થઈ રહી હોય એવી કોઈ બાબત પર ઈશારો કર્યો નથી.