Fri May 29 2026

Logo

બોક્સ ઓફિસ પર 'ધુરંધર' સુનામી! રણવીર સિંહની ફિલ્મે પહેલાં જ દિવસે તોડ્યા રેકોર્ડ્સ; જાણો કેટલા કરોડની કરી કમાણી...

2026-03-20 15:43:32
Author: Darshana Visaria
Article Image

Dhurandhar The Revenge


હાલમાં બોક્સ ઓફિસ પર રણવીર સિંહ સ્ટારર ફિલ્મ ધુરંધર ટુનો જ જાદુ જોવા મળી રહ્યો છે. જ્યારે ફિલ્મનો પહેલો ભાગ રીલિઝ થયો હતો ત્યારથી જ ફેન્સમાં ફિલ્મના બીજા ભાગને લઈને ઉત્સુક્તા જોવા મળી રહી હતી. માર્ચ મહિનામાં જેવો ફિલ્મનો બીજો ભાગ રીલિઝ થયો એટલે બોક્સ ઓફિસ પર કમાણીના રેકોર્ડ એક પછી એક બ્રેક કરી રહી છે. ચાલો જોઈએ એવા તે કયા 10 રેકોર્ડ છે કે જેણે ધુરંધર ટુએ તોડીને નવા રેકોર્ડ સેટ કર્યા છે... 

અત્યારે સોશિયલ મીડિયા કે કે મીડિયા જ્યાં જુઓ ત્યાં બસ રણવીર સિંહની એક્શન થ્રિલર ફિલ્મ ધુરંધર ટુની ચર્ચા જોવા મળી રહી છે. ફિલ્મે રીલિઝ થતાંની સાથે જ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી છે. એક અહેવાલમાં કરવામાં આવેલા દાવા અનુસાર ફિલ્મ ધુરંધર ટુએ રિલીઝના પહેલાં જ દિવસે હિસ્ટ્રી ક્રિયેટ કરીને બોલીવૂડની અનેક ફિલ્મોના મોટા મોટા રેકોર્ડ્સ તોડી નાખ્યા છે. આદિત્ય ધરના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ અત્યાર સુધીની સૌથી મોટી ઓપનર સાબિત થઈ રહી છે.

ફિલ્મે પહેલા જ દિવસે અંદાજે 100 કરોડ રૂપિયાથી વધુનું કલેક્શન કરીને ટ્રેડ એનાલિસ્ટ્સને ચોંકાવી દીધા છે. વાત કરીએ ફિલ્મે તોડેલા મહત્ત્વના રેકોર્ડની તો તે કંઈક આ પ્રમાણે છે-

ઓલ-ટાઇમ હાઈએસ્ટ ઓપનિંગ
બોલીવૂડના ઈતિહાસમાં પહેલા દિવસે સૌથી વધુ કલેક્શન કરનારી ફિલ્મ બની ગઈ છે ધુરંધર ટુ. ભારતભરમાં 102.55 કરોડ રૂપિયાનું ઓપનિંગ કરીને ધુરંધર ટુએ જવાન (75 કરોડ રૂપિયા) અને એનિમલ (63.80 કરોડ) રૂપિયાને પાછળ છોડીને નંબર વનની પોઝિશન હાંસિલ કરી છે. 

ઓવરસીઝ ઓપનિંગમાં પણ ધુરંધર ટુનો દબદબો
ઓવરસીઝમાં બોલીવૂડ ફિલ્મની સૌથી મોટી ઓપનિંગ કરનારી ફિલ્મોમાં અત્યાર સુધી ટાઈગર (5 મિલિયન ડોલર), એનિમલ (4.8 મિલિયન ડોલર), જવાન (4.7 મિલિયન ડોલર) અને પઠાણ (4.4 મિલિયન ડોલર)ને પાછળ છોડી દીધી છે. ધુરંધર ટુએ ઓવરસીઝમાં 5.2 મિલિયન ડોલરનું કલેક્શન કરીને નવો વિક્રમ સ્થાપ્યો છે. 

હિંદી ફિલ્મમાં સૌથી વધુ ઝડપી 100 કરોડ ક્લબમાં એન્ટ્રી
હિંદી ફિલ્મોના ઈતિહાસમાં છેલ્લાં કેટલાક સમયથી 100 કરોડ રૂપિયાના ક્લબમાં સામેલ થવાની રેસ વધી ગઈ છે. ધુરંધર ટુએ આ 100 કરોડ ક્લબમાં સૌથી ફાસ્ટેસ્ટ એન્ટ્રી મેળવી છે. પહેલાં જ દિવસે ફિલ્મ ધુરંધર ટુએ પ્રીવ્યુઝ સાથે 100 કરોડના ક્લબમાં એન્ટ્રી મારી લીધી છે. 

બોલીવૂડનો સૌથી મોટો ગુરુવાર
અત્યાર સુધી બોલીવૂડની એવી ફિલ્મો કે જેમણે ગુરુવારે સૌથી વધુ કમાણી કરી હોય એવી ફિલ્મોમાં જવાન (75 કરોડ રૂપિયા) અને પઠાન (70.50 કરોડ રૂપિયા)નો દબદબો હતો. પરંતુ હવે તેની જગ્યા રણવીર સિંહની ફિલ્મ ધુરંધર (99 કરોડ રૂપિયા) સાથે નંબર વન બની ગઈ છે.