નવી દિલ્હી: દિલ્હી રમખાણોમાં આઇબી અધિકારી અંક્તિ શર્મા હત્યા કેસમાં કોર્ટે તાહિર હુસૈન સહિત પાંચ હત્યારાઓને આજીવન કેદની સજા ફટકારી છે. આ કેસના ચુકાદા દરમિયન કરકરડૂમા કોર્ટે નોંધ્યું હતું કે આ હત્યા કરવાની પદ્ધતિ અત્યંત ક્રૂર હતી. જેમાં આરોપીએ તેમની હત્યા બાદ મૃતદેહને ચાંદ બાગ ગટરમાં ફેંકી દીધો હતો.
પાંચેય આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી
આ કેસમાં કરકરડૂમા કોર્ટમાં હત્યાના ગુનેગારો, તાહિર હુસૈન, નાઝિમ, કાસિમ, અનસ અને જાવેદને કોર્ટ રૂમમાં રજૂ કર્યા હતા. જ્યાં ન્યાયાધીશે કહ્યું કે આ ખૂબ જ ગંભીર ઘટના છે. કોર્ટે પાંચેય આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી.
અંકિત શર્માની ક્રૂરતાથી હત્યા કરવામાં આવી
આ કેસમાં એડિશનલ સેશન્સ જજે જણાવ્યું કે, અંકિત શર્માની ક્રૂરતાથી હત્યા કરવામાં આવી હતી. તેમના શરીરને પ્રાણીની જેમ છોડી દેવામાં આવ્યું હતું. કોર્ટે કહ્યું કે આ ઘટના સમાજ માટે આઘાતજનક છે. તાહિર હુસૈન આમ આદમી પાર્ટીના ભૂતપૂર્વ કાઉન્સિલર હતા જેમને ફેબ્રુઆરી 2020 માં અંકિત શર્માની હત્યા બદલ ઉમર કેદની સજા ફટકારવામાં આવી હતી.