Tue Oct 06 2026

Logo

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે મેટરનિટી ફોટોશૂટના ફોટોમાં ફેન્સને આપ્યું ડબલ સરપ્રાઈઝ

2026-09-10 11:16:01
Author: Darshana Visaria
દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે મેટરનિટી ફોટોશૂટના ફોટોમાં ફેન્સને આપ્યું ડબલ સરપ્રાઈઝ

બોલીવૂડનું પાવર કપલ દીપિકા પાદુકોણ (Deepika Padukone) અને રણવીર સિંહ (Ranveer Singh) હાલમાં પેરેન્ટહૂડની સુંદર ક્ષણો માણી રહ્યા છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર સામે આવેલા દીપિકાના ગ્લેમરસ અને એલિગન્ટ ફોટોશૂટે ફેન્સનું ધ્યાન ખેંચ્યું છે. ફોટોશૂટમાં આ પાવર કપલે ફેન્સને ડબલ સરપ્રાઈઝ આપ્યું છે. આવો જોઈએ શું છે આ સરપ્રાઈઝ...

સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલા આ ફોટોમાં દીપિકાનો ક્લાસિક અંદાજ, રણવીર સાથેની સિઝલિંગ કેમિસ્ટ્રી અને તેમની લાડકવાઈ દીકરી દુઆ પાદુકોણ સિંહ (Dua Padukone Singh) સાથેની પ્રેમાળ ક્ષણો જોવા મળી રહી છે. ફેન્સ માટે તો આ ડબલ સરપ્રાઈઝ સમાન છે. 

સોશિયલ મીડિયા પર આ ફોટોઝ આવતાં જ ફેન્સ અને બોલિવૂડ સેલેબ્સે કપલ પર અભિનંદન અને પ્રેમનો વરસાદ વરસાવ્યો છે. ફોટોશૂટમાં દીપિકા અત્યંત ગ્રેસફુલ આઉટફિટ્સ, મિનિમલ જ્વેલરી અને નેચરલ ગ્લો સાથે જોવા મળી રહી છે.  

વાત કરીએ બોલીવુડના બાજીરાવની તો રણવીર સિંહ હંમેશની જેમ પોતાના ખાસ જેન્ટલમેન અંદાજમાં દીપિકા સાથે રોમેન્ટિક પોઝ આપતો નજરે પડે છે, જે આ કપલ વચ્ચેની મજબૂત બોન્ડિંગ દર્શાવે છે.

કપલે સોશિયલ મીડિયા પર તેમની નાની રાજકુમારી દુઆ સાથેની કેટલીક અતિ સુંદર અને લાગણીસભર ક્ષણો શેર કરી છે, જેણે નેટીઝન્સના દિલ જીતી લીધા છે. આલિયા ભટ્ટ, પ્રિયંકા ચોપરા, કેટરીના કૈફ સહિત બોલિવુડ દિગ્ગજ કલાકારોએ કમેન્ટ સેક્શનમાં હાર્ટ ઈમોજી મૂકીને દીકરી દુઆ અને કપલ માટે શુભકામનાઓ પાઠવી છે.

બોલીવુડના આ પાવર કપલના વર્કફ્રન્ટ અને અપકમિંગ પ્રોજેક્ટ્સની વાત કરીએ તો દીકરીના જન્મ બાદ દીપિકા પાદુકોણ પરિવાર સાથે સમય વિતાવવાની સાથે પોતાના આગામી મોટા સિનેમેટિક પ્રોજેક્ટ્સની તૈયારીઓમાં પણ વ્યસ્ત છે. રણવીર સિંહ પણ પોતાની આગામી એક્શન અને ડ્રામા ફિલ્મોના શૂટિંગ માટે સજ્જ થઈ રહ્યો છે.