નવી દિલ્હીઃ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની અધ્યક્ષતા હેઠળ મળેલી ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ (DAC)ની બેઠકમાં ભારતીય સશસ્ત્ર દળો માટે ₹1,10,000 કરોડના સંરક્ષણ પ્રસ્તાવોને મંજૂરી (Acceptance of Necessity - AoN) આપવામાં આવી છે.
આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતીય સેના, નેવી અને વાયુસેનાની લડાકુ ક્ષમતા વધારવાની સાથે 'આત્મનિર્ભર ભારત' અને 'મેક ઇન ઇન્ડિયા' અભિયાનને પ્રોત્સાહન આપવાનો છે. કુલ મંજૂર થયેલી રકમના લગભગ 98 ટકા પ્રોક્યુરમેન્ટ ભારતીય ઉદ્યોગો પાસેથી કરવામાં આવશે.
ભારતીય સશસ્ત્ર દળોની લડાકુ ક્ષમતા વધારવાની સાથે આત્મનિર્ભરતાને મજબૂત કરવાની દિશામાં મહત્ત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે કુલ મંજૂરીમાં લગભગ 98 ટકા ભારતીય ઉદ્યોગની છે, જે મેક ઈન ઈન્ડિયા અને આત્મનિર્ભર ભારત અભિયાનને પણ નવું બળ મળશે.
ભારતીય આર્મીમાં થશે આધુનિકીકરણ
ભારતીય સેના માટે મહત્ત્વના નિર્ણય માનવામાં આવી રહ્યા છે, જેમાં કેમિકલ બાયોલોજિકલ રેડિયોલોજિકલ એન્ડ ન્યુક્લિયર એટલે સીબીઆરએન રેકી વાહનનો પણ સમાવેશ થાય છે. આ વાહન રાસાયણિક, જૈવિક, રેડિયોલોજિકલ અને પરમાણુ એજન્ટોથી દૂષિત ક્ષેત્રને શોધવા, ઓળખવા અને દેખરેખ રાખવાની સાથે ચિહ્નિત કરવામાં સક્ષમ હશે.
ઉચ્ચ ગતિશીલતા વાહનો એટલે હાઈ મોબિલિટી વ્હિકલ્સ (એચએમવી) પડકારજનક વિસ્તારોમાં મજબૂત વહન ક્ષમતા, લોજિસ્ટેક હેલ્પ અને સ્પીડ પણ વધારાશે. સેલ્ફ પ્રોપેલ્ડ મિકેનિકલ માઈન લેયર્સ (એમએમએલ) મુશ્કેલ વિસ્તારમાં ઝડપી અને અસરકારક રીતે માઈન બિછાવવાની ક્ષમતા પ્રદાન કરશે.
ઈન્ડિયન નેવીને કઈ રીતે થશે ફાયદો
ઈન્ડિયન નેવી માટે અરુધ્રા રડાર ખરીદવાની મંજૂરી આપી દેવામાં આવી છે. આ રડાર વિભિન્ન નેવલ એર સ્ટેશન પર ઉપયોગ થનારા જૂના એર રુટ સર્વેલન્સ રડારનું સ્થાન લેશે. એના સિવાય મરીન ગેસ ટર્બાઈનસ (એમજીટી)માં ડિઝાઈન અને ડેવલપમેન્ટ પછી એની ખરીદીનો માર્ગ મોકળો થઈ જશે, જ્યારે તેનો ઉદ્દેશ એ છે કે દેશમાં વોરશિપ પ્રોપલ્શન સિસ્ટમ તૈયાર કરવા અને વિદશી સપ્લાયર્સ પરની નિર્ભરતામાં પણ ઘટાડો થશે.
ભારતીય વાયુસેના માટે અનેક પ્રસ્તાવોને પણ મંજૂરી આપી છે. એનો ઉદ્દેશ ફાઈટર એરક્રાફ્ટ, ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ અને હેલિકોપ્ટરની કોમ્બેટ કેપેબિલિટીને વધુ મજબૂત કરવાનો છે. ડીએસીએ ગ્રાઉન્ડ બેઝ્ડ મલ્ટિ પર્પઝ જામર્સ (GBMPJ)ને ખરીદવાની પણ મંજૂરી આપી છે. આ સિસ્ટમ દુશ્મનના રડારને કાઉન્ટર અને ડિસરપ્ટ કરવામાં કામ આવશે.
એની સાથે ડિફેન્સ ફોર્સીસ સિક્યોર એક્સેસ કાર્ડ સિસ્ટમ લગાવવાની પણ મંજૂરી આપી છે. જૂની પેપર બેઝ્ડ આઈડેન્ટિટી કાર્ડ, પાસ અને પરમિટની જગ્યાએ આરએફઆઈડી ટેક્નોલોજી પર આધારિત સ્માર્ટ કાર્ડનો ઉપયોગ કરવામાં આવશે. આ બધાની મંજૂરીમાં લગભગ 98 ટકા પ્રોક્યુરમેન્ટ ભારતીય ઈન્ડસ્ટ્રીનું હશે.
ડિફેન્સ ફોર્સીસ સિક્યોર એક્સેસ કાર્ડ (ડેફસૈફ) સિસ્મટ વર્તમાન આઈડી, પાસ અને પરમિટની જગ્યાએ ઈન્ટરઓપરેબલ રેડિયો ફ્રિકવન્સી આઈડેન્ટિફિકેશન આધારિત સ્માર્ટ કાર્ડ સિસ્ટમ લાવવામાં આવશે. આ સુરક્ષા વ્યવસ્થાને વધુ આધુનિક અને સુરક્ષિત બનાવશે. ડીએસીના આ બધા નિર્ણયો સુરક્ષા સંબંધિત પડકારોને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યા છે.
સરહદ પર વધતા તણાવ. આતંકવાદ અને આધુનિક યુદ્ધની જરુરિયાતોને ધ્યાનમાં રાખીને ઉપકરણોને જરુરિયાત છે. સીબીઆરએનના વધતા જોખમોને ઉકેલવા, દુર્ગમ વિસ્તારોમાં ગતિશીલતા વધારવા, દરિયાઈ દેખરેખને મજબૂત કરવા અને ઈલેક્ટ્રોનિક યુદ્ધ ક્ષમતા વિકસિત કરવા પર ફોક્સ સ્પષ્ટ જોવા મળે છે.