લંડન: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સશસ્ત્ર સંઘર્ષ વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટ સૌથી વધુ ચર્ચાનો વિષય રહ્યો છે., ઇરાને આ 14 કિલોમીટર પહોળો સમુદ્ર માર્ગ બંધ કરી દેતા, વિશ્વભરમાં પેટ્રોલિયમના પુરવઠાને માઠી અસર પહોંચી છે. આ જળ માર્ગ વહેલી તકે ફરીથી ખોલવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જેના માટે એક બોર્ડ બનાવવા આયોજન કરવામાં આવી રહ્યું છે.
અહેવાલ મુજબ હોર્મુઝ સ્ટ્રેટ માટે ગાઝા પિસ બોર્ડની માફક "હોર્મુઝ ગઠબંધન” બનાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. અહેવાલ મુજબ બ્રિટન આ ગઠબંધનનું નેતૃત્વ કરશે. આ ગઠબંધનનો ઉદ્દેશ્ય હોર્મુઝ સ્ટ્રેટમાંથી ઓઈલ ટેન્કર ટ્રાફિક ફરી શરુ કરવાનો છે.
અહેવાલ મુજબ બ્રિટન હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવા માટે પ્રયાસો કરવા સંમત થયેલા લગભગ 30 દેશોની એક સમિટનું યોજવા માટે કામ કરી રહ્યું છે.
ઈરાનને જળ માર્ગમાં ઘણી માઈન્સ પ્લાન્ટ કરી છે, શિપિંગ ટ્રાફિકને જોખમમાં મૂકી રહી છે. બ્રિટનની રોયલ નેવી માઇન સ્વીપર જહાજ મોકલવાનો વિચાર કરી રહી છે અને બ્રિટન નાગરિક જહાજ પણ ભાડે લઇ શકે છે, જેના પરથી માઇન-સ્વીપિંગ ડ્રોન લોન્ચ કરી શકાય.
હોર્મુઝ સ્ટ્રેટ બંધ થતા યુરોપિયન દેશોને મોટું નુકસાન પહોંચી રહ્યું છે.