Sat Oct 03 2026

Logo

બ્રેકિંગ ન્યૂઝ: 16 Sep 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

2026-09-16 07:49:28
Author: Mumbai Samachar Team
બ્રેકિંગ ન્યૂઝ: 16 Sep 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.

Live Updates

2026-09-16 22:32:38

પાકિસ્તાન ચીન સીમા આયોગ પર ભારતે વિરોધ દર્શાવ્યો, કહ્યું કોઇ કાનૂની આધાર નહિ

ભારતે પાકિસ્તાન અને ચીનના કથિત સંયુકત સીમા આયોગની કાયદેસરતાને પાયાવિહોણી ગણાવી છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે ભારત વર્ષ 1963ના ચીન-પાકિસ્તાન સરહદી કરારને માન્યતા આપતું નથી અને જમ્મુ-કાશ્મીર તથા લદ્દાખને ભારતનું અભિન્ન અંગ માને છે.

2026-09-16 22:32:13

ઇંગ્લૅન્ડે શ્રીલંકાને 119 રનથી હરાવ્યું

તાજેતરમાં ભારત સામેની ટેસ્ટ-સિરીઝ 0-1થી હારી જનાર શ્રીલંકાએ ઇંગ્લૅન્ડમાં ટી-20માં નિરાશાજનક શરૂઆત કરી છે. ઇંગ્લૅન્ડે કૅપ્ટન હૅરી બ્રૂકના અણનમ 114 રન તથા જૉસ બટલરના 80 રનની મદદથી ચાર વિકેટે 254 રન ખડકી દીધા ત્યાર બાદ શ્રીલંકાની ટીમ ફક્ત 135 રનમાં આઉટ થઈ ગઈ હતી અને 119 રનથી હારી ગઈ હતી. ઇંગ્લૅન્ડના ફાસ્ટ બોલર સૉની બેકરે ત્રણ તેમ જ જૅમી ઓવર્ટન અને લિઆમ ડૉસને બે-બે વિકેટ લીધી હતી.

 

2026-09-16 21:32:31

દિલ્હી પોલીસે રૂપિયા 12.84 કરોડની  ડિજિટલી ચોરી ઝડપી, પાંચ લોકોની ધરપકડ

દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના IFSO યુનિટે આંતર-રાજ્ય અને આંતરરાષ્ટ્રીય સ્તરે કાર્યરત સાયબર છેતરપિંડી કરતી એક મોટી ટોળકીનો પર્દાફાશ કર્યો છે. જેમાં પોલીસે એક કંપનીના ખાતામાંથી રૂપિયા 12.84 કરોડની  ડિજિટલી ચોરી ઝડપી છે. આ કેસમાં પોલીસે પાંચ લોકોની ધરપકડ પણ કરી છે.

2026-09-16 19:58:42

પશ્ચિમ બંગાળમાં ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રા ફરી એક વાર ઈંડા ફેંકાયા

પશ્ચિમ બંગાળમાં ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રા ફરી એક વાર ઈંડા ફેંકવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ અંગે  મળતી માહિતી મુજબ દિયા જિલ્લાના તેહટ્ટા ખાતે  સાંસદ મહુઆ મોઇત્રા દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ત્યારે તેમના પર ઈંડા ફેંકવા આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

2026-09-16 19:31:54

શ્રી દેવીની ચેન્નાઈની મિલકત મુદ્દે સુપ્રીમ કોર્ટની બોની કપૂર અને બે પુત્રીઓને નોટિસ

બોલિવૂડની સ્વર્ગસ્થ અભિનેત્રી શ્રી દેવીની ચેન્નાઈની મિલકત અને કાનૂની વિવાદ ચાલી રહ્યો છે. આ કેસ હવે છેક સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. તેમજ આ કેસમાં કોર્ટે શ્રી દેવીના પતિ બોની કપૂર અને બે પુત્રીઓ, જ્હાન્વી અને ખુશી કપૂરને નોટિસ ફટકારી છે.

2026-09-16 18:33:54

છત્તીસગઢના વર્ષ 2013ના  જીરામ ઘાટી હત્યાકાંડમાં 10 માઓવાદીઓને ફાંસીની સજા

છત્તીસગઢના જીરામ ઘાટીના હત્યાકાંડમાં એનઆઇએ કોર્ટે 10 માઓવાદીઓને ફાંસીની સજા ફટકારી છે. આ હુમલો 25 મે 2013ના રોજ કોંગ્રેસની 'પરિવર્તન યાત્રા'ના કાફલા પર થયો હતો. જેમાં  કોંગ્રેસના સિનિયર નેતાઓ સહિત 29  લોકો માર્યા ગયા હતા.

2026-09-16 18:10:15

ઍથ્લેટિક્સના કોચ પર આજીવન પ્રતિબંધ, પાવરલિફ્ટર સસ્પેન્ડ

ભારતના ઍથ્લેટિક્સના કોચ રાકેશ કુમારે ઍથ્લીટોને પ્રતિબંધિત કેફીદૃવ્યો સૂચવ્યા એ બદલ તેમના પર આજીવન પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ગયા વર્ષે માર્ચમાં જ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. બીજી તરફ, ગૌરવ વત્સ નામના પાવરલિફ્ટરે પ્રતિબંધિત નશીલા પદાર્થો રાખ્યા તેમ જ એની હેરાફેરી કરી એ બદલ તેને હાલમાં સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. રાષ્ટ્રીય સ્તરની રનર પ્રકૃતિ રૂપા રાવ પર પણ પ્રતિબંધ મુકાયો છે. રાષ્ટ્રીય સ્તરની (ખેલો ઇન્ડિયા ગેમ્સની) ગોલ્ડ મેડલ વિજેતા વેઇટલિફ્ટર ચેલ્સીએ ડ્રગ્સ સંબંધિત ચકાસણીમાં ભાગ ન લીધો એ બદલ તેના પર પાંચ વર્ષનો બૅન લાગુ કરાયો છે.

2026-09-16 18:08:30

ઍથ્લેટિક્સના કોચ પર આજીવન પ્રતિબંધ, પાવરલિફ્ટર સસ્પેન્ડ

ભારતના ઍથ્લેટિક્સના કોચ રાકેશ કુમારે ઍથ્લીટોને પ્રતિબંધિત કેફીદૃવ્યો સૂચવ્યા એ બદલ તેમના પર આજીવન પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ગયા વર્ષે માર્ચમાં જ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. બીજી તરફ, ગૌરવ વત્સ નામના પાવરલિફ્ટરે પ્રતિબંધિત નશીલા પદાર્થો રાખ્યા તેમ જ એની હેરાફેરી કરી એ બદલ તેને હાલમાં સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. રાષ્ટ્રીય સ્તરની રનર પ્રકૃતિ રૂપા રાવ પર પણ પ્રતિબંધ મુકાયો છે. રાષ્ટ્રીય સ્તરની (ખેલો ઇન્ડિયા ગેમ્સની) ગોલ્ડ મેડલ વિજેતા વેઇટલિફ્ટર ચેલ્સીએ ડ્રગ્સ સંબંધિત ચકાસણીમાં ભાગ ન લીધો એ બદલ તેના પર પાંચ વર્ષનો બૅન લાગુ કરાયો છે.

2026-09-16 17:57:40

રાહુલ ગાંધીએ UPI ટેક્સ પરત ખેંચવા પીએમ મોદીને અપીલ કરી

યુપીઆઈ પર ચાર્જ મુદ્દો સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે હવે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ વીડિયો જાહેર કરીને UPI ટેક્સ પરત ખેંચવાની પીએમ મોદીને  અપીલ કરી છે.

2026-09-16 17:30:50

ગુજરાતના પાટનગર ગાંધીનગર મનપાની 11મી ઑક્ટોબરે ચૂંટણી, 13મીએ પરિણામ

અમદાવાદઃ ગુજરાતનું પાટનગર અને રાજકીય રીતે સૌથી મહત્વના શહેર ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી બુધવારે જાહેર કરવામાં આવી હતી. રાજ્ય ચૂંટણી પંચે કરેલી જાહેરાત અનુસાર શહેર મનપાની ચૂંટણી માટેનું મતદાન 11મી ઑક્ટોબર, 2026ના રોજ યોજવામાં આવશે અને ગણતરી 13મી ઑક્ટેબરના રોજ કરવામાં આવશે. ગાંધીનગર મહાનગરપાલિકામાં કુલ 11 વોર્ડ અને 44 બેઠક છે. ગાંધીનગર મનપાની ચૂંટણીમાં કુલ 195 મતદાન મથક ઉભા કરવામાં આવશે. અંદાજે 2 લાખ 59 હજાર મતદાર પાટનગર શહેર માટે મતદાન કરશે. અગાઉ વર્ષ 2021માં યોજાયેલી ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ભાજપે 41 બેઠકો જીતી હતી, જ્યારે કોંગ્રેસને 2 અને આમ આદમી પાર્ટી (આપ)ને 1 બેઠક મળી હતી. ચૂંટણી જાહેર થતા જ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે.

2026-09-16 15:58:46

પાકિસ્તાની ગેંગસ્ટર શહઝાદ ભટ્ટી અને તેનું નેટવર્ક UAPA હેઠળ ભારતમાં આતંકવાદી સંગઠન જાહેર

પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા સમર્થિત પાકિસ્તાની ગેંગસ્ટર શહઝાદ ભટ્ટી અને તેના નેટવર્કને ભારતમાં UAPA હેઠળ આતંકવાદી સંગઠન તરીકે જાહેર કરવામાં આવ્યા છે.

2026-09-16 15:30:17

સુપ્રીમ કોર્ટે જંતર મંતર મુદ્દે રચાયેલી હાઇ પાવર્ડ કમિટીમાં બદલાવને નકાર્યો

સુપ્રીમ કોર્ટે જંતર મંતર મુદ્દે રચાયેલી હાઇ પાવર્ડ કમિટીને તપાસ આગળ વધારવા માટે નિર્દેશ આપ્યા છે. તેમજ તપાસ સમિતિના કોઇપણ બદલાવનો ઇન્કાર કર્યો હતો.

2026-09-16 10:51:45

સાણંદના મોટી દેવતી ગામે દીપડાએ મારણ કર્યું

અમદાવાદના સાણંદમાં ફરી દીપડો દેખાયો છે. મોટી દેવતી ગામે દીપડાએ મારણ પણ કર્યું છે. દીપડાના પંજા જોવા મળ્યા બાદ વન વિભાગે પાંજરા મુકવાની કામગીરી હાથ ધરી છે.

2026-09-16 09:42:33

ગુજરાતમાં સવારથી વરસાદનું જોર ઘટ્યું

ગુજરાતમાં આજે સવારથી વરસાદનું જોર ઘટ્યું છે. સવારે 6 થી 8 ના સમયગાળામાં નવ તાલુકામાં વરસાદ વરસ્યો હતો.  કેશોદ અને પાટણ-વેરાવળમાં સૌથી વધુ 0.20 ઇંચ વરસાદ પડ્યો હતો. તાલાલામાં 0.12 ઇંચ વરસાદ નોંધાયો હતો. કડીમાં પણ સવારના બે કલાકમાં ઝરમર વરસાદ વરસ્યો હતો.

2026-09-16 07:50:45

અમિત શાહ આજથી ગુજરાતના પ્રવાસે, અનેક કાર્યક્રમોમાં હાજરી આપશે

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસ નિમિત્તે તેમના પૈતૃક ગામ વડનગર ખાતે આયોજિત વિશેષ કાર્યક્રમોમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે હાજરી આપશે. વડનગર સાથે અમદાવાદ ખાતે પણ કેટલાક કાર્યક્રમોમાં અમિત શાહ હાજરી આપશે. અમદાવાદના પ્રસિદ્ધ જગન્નાથ મંદિરમાં વિશેષ આરતી કરશે. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે, કાંકરિયા ખાતે અમિત શાહેની ઉપસ્થિતિમાં 1.25 લાખ દીપ પ્રગટાવવા આવશે.

2026-09-16 07:50:06

રાજ્યમાં 24 કલાકમાં 110 તાલુકામાં વરસાદ

રાજ્યમાં આજે સવારે છ કલાકે પૂરા થયેલા 24 કલાક દરમિયાન 110 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. કચ્છમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. કચ્છના  માંડવીમાં સૌથી વધુ સાત ઇંચ વરસાદ પડ્યો હતો.