Thu Apr 30 2026

Logo

સુંદરતા: પસંદગી બ્રાની

2026-02-19 09:33:00
Author: Mumbaisamachar Team
Article Image

ફોકસઃ

ઝુબૈદા વલિયાણી

તમારા દિલની સૌથી નજીક તમારી બ્રા હોય છે અને બ્રાની સુંદરતા જ લોકોને તમારી નજીક લાવી દે છે. એટલે જ્યારે પણ બ્રા ખરીદો અને પહેરો ત્યારે થોડું વિચારજો.

- જેમ કે,
* તમારા આકારનું સાચું માપ લો અને તેને અનુસાર બ્રા ખરીદો.
- અંદાજથી કામ ના ચલાવો.
- મેઝરસ્ટેપને તમારી પીઠ પાછળથી ફેરવીને આગળ સ્તન સુધી લઈ આવો અને પછી એક આંગળી જેટલી મેઝરસ્ટેપ દબાવીને માપ જુઓ.

- ખરીદતાં પહેલાં બ્રા ટ્રાય કરો કે કપ્સ બરાબર છે કે નહીં.
- શરીર પર કપ્સનું દબાણ વધારે હોય તો પછીનો નંબર અર્થાત્ મોટી સાઈઝની બ્રા લેવી.
- જો કપ્સ બરાબર હોય, પરંતુ પીઠ પર સ્ટ્રેપના હૂક્સ બંધ થતા ના હોય તો તેનો અર્થ એ છે કે તમારી પીઠ અને ખભા સ્ટેન્ડર્ડ માપ કરતાં વધારે પહોળા છે.
- હવે તમારે બ્રાનો ઉપયોગ કરતાં પહેલાં તેમાં સુધારો કરવો પડશે.

* પીઠની બાજુએથી અલગ કપડું જોડીને બ્રાનો ઘેરાવો વધારવો પડશે નહીં તો પરાણે ખેંચતાણ કરીને હૂક લગાડવાથી તમારા શરીરની ત્વચામાં ઉઝરડા પડી શકે છે, ઉધરસ થઈ શકે છે અથવા શ્વાસ લેવામાં પણ ગૂંગળામણ થઈ શકે છે.
* બ્રાનું કપડું અથવા ડિઝાઈન જે પણ હોય, આકાર સ્વાભાવિક હોવો જોઈએ. તેનાથી શારીરિક રચનાની ખૂબસૂરતી વધશે.
* જો તમે ઊંડા ગળાનું ખમીસ અથવા બ્લાઉઝ પહેરતાં હો તો આગળ હૂકવાળી બ્રા પહેલો.

- બ્રેસ્ટ લાઈન દેખાઈ તો તે ખરાબ નથી લાગતું, પરંતુ બ્રા દેખાય તો તે ખરાબ લાગે છે.

* શૉલ્ડર લેસ કપડાં માટે શૉલ્ડર લેસ બ્રા ખરીદો, પણ તેને પહેલાં સારી રીતે ટ્રાય કરી લો.

યોગ્ય માપ અને આકાર:

* બ્રા હંમેશાં ઈવન નંબર (સમાન નંબર)ની મળે છે, જેમ કે 30, 32, 34 ઈંચ વગેરે સાઈઝમાં.
* જો તમારા સ્તનનો આકાર 31, 33 જેવો હોય તો હંમેશાં એક નંબર મોટા આકારની બ્રા ખરીદવી જોઈએ.

- નાની સાઈઝની બ્રામાં શરીર દબાઈને અદોદળું શરીર હોવાનો અહેસાસ આપે છે.

* બ્રા પહેરતી વખતે ખભા પર સ્ટ્રેપ એવી રીતે રાખો કે ખભા પર નિશાન પણ ના પડે અને થોડા સમયમાં સ્ટ્રેપ નીચેની તરફ ઊતરી ના પડે.

* જેવા કપડાં અથવા ડ્રેસ પહેર્યો હોય એવી જ બ્રા પહેરો.

- આછાં કપડાંની નીચે નાયલોનની બ્રા પહેરી શકો છો, પરંતુ જાડાં કપડાં અથવા સ્વેટરની નીચે નાયલોનની બ્રા તમારા સ્તનના ઉભારને જ ખતમ કરી દેશે.

* સ્વેટર,
* જર્સી
- અથવા

* જાડાં કપડાંની નીચે હંમેશાં સુતરાઉ બ્રા પહેરો, જેની કડક રચના કપડાંના ભારથી દબાતી નથી.
* શિયાળામાં સુતરાઉ કપડાંમાંથી બનેલી પેડેડ બ્રા પહેરો, જેનાથી ઉભારનો અહેસાસ જળવાઈ રહે છે.

* જો તમે વિદ્યાર્થિની હો તો સ્પષ્ટ છે કે વધારે કૂદાકૂદ થતી હશે. એવામાં નાયલોનની બ્રા નીચેની તરફ ઢળીને સ્તનના આકારને બગાડી નાખે છે. એટલે કોટન અને ચૂસ્ત દેખાતી બ્રાનો ઉપયોગ કરો. સુતરાઈ કપડાં પરસેવો પણ ચૂસી લે છે અને ચામડીના રોગોથી પણ બચાવે છે.

‘મુંબઈ સમાચાર’ પત્રની લાકડી પૂર્તિ વ્હાલી વાચક બહેન-દીકરીઓ!
* વક્ષ સ્થળ પર સ્તનનો ઉભાર એક સ્વાભાવિક સુંદરતા છે.
- આ સુંદરતા માત્ર પુરુષોને જ નહીં, પરંતુ ખુદ સ્ત્રીઓને અને બાળકોને પણ આકર્ષિત કરે છે.

- બ્રા સ્તનના આકારને સ્થિરતા પ્રદાન કરવાનું કાર્ય ખૂબ સારી રીતે કરે છે, પણ શરત એટલી કે એ સારા આકારની હોય અને વ્યવસ્થિત રીતે પહેરેલી હોય.
- બ્રાની પસંદગી તમારી આકદરતી સુંદરતાને ચાર ગણી કરે છે.
- એટલે બ્રાની પસંદગી કરતાં પહેલાં જરૂર વિચારો કરો
*  *  *
મલકાટ:
- બબલુએ એક કંપની ખોલી.
- કર્મચારીઓની નિમણૂક માટે એક જાહેરખબર છપાવી:
- સ્માર્ટ લોકોની જરૂર છે.
- વયમર્યાદા 21 થી 25 વર્ષ.
- કામ મહત્ત્વનું છે તેથી ઓછામાં ઓછો ત્રીસ વર્ષનો અનુભવ જરૂરી છે.