Tue Oct 06 2026

Logo

પાકિસ્તાનમાં છે આ ભારતીય ફિલ્મોનો દબદબો, તમે આમાંથી કેટલી ફિલ્મ જોઈ છે?

2026-09-12 21:24:00
Author: Darshana Visaria
પાકિસ્તાનમાં છે આ ભારતીય ફિલ્મોનો દબદબો, તમે આમાંથી કેટલી ફિલ્મ જોઈ છે?

Dhamaal 4 (2026)


ઓટીટી (OTT)ના આધુનિક યુગમાં ઘરબેઠા મનપસંદ ફિલ્મો જોવાનો ક્રેઝ ઝડપથી વધી રહ્યો છે. ઈન્ડિયન ફિલ્મ અને હિન્દી ફિલ્મોની લોકપ્રિયતા સરહદ પાર એટલે કે પાકિસ્તાનમાં પણ જોવા મળી રહી છે, જ્યાં પાકિસ્તાની નેટફ્લિક્સની ટોપ ટ્રેન્ડિંગ લિસ્ટમાં બોલીવૂડની ફિલ્મોએ પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. ખાસ કરીને મલ્ટીસ્ટારર કોમેડી ફિલ્મ 'ધમાલ 4' છેલ્લાં એક અઠવાડિયાથી પાકિસ્તાનમાં નંબર એકના સ્થાન પર અડીખમ છે. કોમેડીથી લઈને એક્શન સ્પાય થ્રિલર અને ઈમોશનલ ડ્રામા સુધીની બોલીવૂડ ફિલ્મો પાકિસ્તાની દર્શકોમાં ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. ચાલો જોઈએ કઈ છે આ ફિલ્મ... 

પહેલાં નંબરે છે ધમાલ 4 
10મી જુલાઈ, 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થયેલી આ મનોરંજક ફિલ્મ પાકિસ્તાનમાં સતત નંબર 1 પર બની રહી છે. અજય દેવગણ, રિતેશ દેશમુખ, અરશદ વારસી, જાવેદ જાફરી, રવિ કિશન અને સંજય મિશ્રા જેવા કલાકારોથી સજ્જ આ ફિલ્મની વાર્તા ફરી એકવાર રહસ્યમય ખજાનાની શોધ અને કોમેડીની આસપાસ ફરે છે.

બીજા નંબરે છે આલ્ફા 
શિવ રાવેલના દિગ્દર્શનમાં બનેલી આ એક્શન-થ્રિલર ફિલ્મ પડોશી દેશ પાકિસ્તાનમાં બીજા નંબર પર ટ્રેન્ડ કરી રહી છે. ફિલ્મમાં આલિયા ભટ્ટ અને શર્વરી વાઘ બે મહિલા જાસૂસોની ભૂમિકામાં છે, જેઓ ખતરનાક દુશ્મન સામે એક મોટા મિશન પર લડે છે.

ત્રીજા નંબરે છે ગાંધારી
ત્રીજી સપ્ટેમ્બર, 2026ના રોજ રીલિઝ થયેલી ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થયેલી બોલીવૂડની દબંગ એક્ટ્રેસ તાપસી પન્નુની આ એક્શન-થ્રિલર ફિલ્મ ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે. વાત કરીએ આ ફિલ્મના પ્લોટની તો આ ફિલ્મની વાર્તા 'બાની' નામની એક સાહસી માતાના સંઘર્ષ પર કેન્દ્રિત છે.

પાંચમા નંબરે છે કોકટેલ 2
19મી જૂનના રોજ થિયેટરોમાં રીલિઝ થયેલી આ રોમેન્ટિક કોમેડી ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ રહ્યા બાદ પાકિસ્તાનમાં ટોપ ટેન ફિલ્મમાં પાંચમા નંબર પર ટ્રેન્ડ થઈ રહી છે. આ ફિલ્મમાં શાહિદ કપૂર, કૃતિ સેનન અને રશ્મિકા મંદાના મુખ્ય ભૂમિકામાં છે.

સાતમા નંબર પર છે મૈં વાપસ આઉંગા:
ઈમ્તિયાઝ અલી દ્વારા દિગ્દર્શિત રોમેન્ટિક ડ્રામા ફિલ્મ મૈં વાપસ આઉંગા એ 1947ના ભારત-પાકિસ્તાન વિભાજનના દર્દ પર આધારિત છે, આ ફિલ્મમાં વેદાંગ રૈના, દિલજીત દોસાંજ અને શર્વરી વાઘ મુખ્ય રોલમાં છે.