Fri Apr 17 2026

Logo

શ્રદ્ધા કપૂરે કરી પૂજા તો સોનાલી બેન્દ્રેએ મરાઠીમાં આપી શુભેચ્છા, જાણો કેવો રહ્યો સેલેબ્સનો ગૂડી પડવો...

2026-03-19 21:19:38
Author: Darshana Visaria
Article Image

આજે મુંબઈ સહિત રાજ્યભરમાં ધામધૂમથી મરાઠી નવું વર્ષ અને ગૂડી પડવાની ઉજવણી થઈ રહી છે ત્યારે બોલીવૂડ સેલેબ્સે પણ ખૂબ જ ધામધૂમથી આ તહેવારની ઉજવણી કરી હતી. ભક્તિ અને પરંપરાના આ સંગમમાં બોલિવૂડ અને ટેલિવિઝન જગતના સિતારાઓ પણ પાછળ રહ્યા નથી. સોશિયલ મીડિયા પર સેલેબ્સે જે રીતે પરંપરાગત અંદાજમાં આ તહેવાર ઉજવ્યો છે અને તેના ફોટો સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ફોટો શેર કર્યા હતા. તમે પણ આ ફોટો ના જોયા હોય તો અત્યારે જ જોઈ લો... 

બોલીવૂડ અને ટીવીના સેલેબ્સના ગૂડી પડવાની સેલિબ્રેશનની વાત કરીએ પણ એ પહેલાં ગૂડી પડવાના મહત્ત્વ વિશે વાત કરી લઈએ. ગૂડી પડવો એ માત્ર કેલેન્ડર બદલવાનો દિવસ નથી, પરંતુ તે વિજય અને સમૃદ્ધિનું પ્રતીક છે. લોકો ઘરના આંગણે સુંદર રંગોળી પૂરે છે અને દરવાજા પર આંબાના પાનનું તોરણ બાંધે છે. લાકડી પર ઊંધો લોટો, રેશમી વસ્ત્ર, લીમડાના પાન અને ખાંડના હાર (ગાઠી) બાંધીને 'ગૂડી' ઉભી કરવામાં આવે છે, જે વિજયધ્વજ સમાન માનવામાં આવે છે. આ દિવસને કોઈપણ શુભ કાર્ય કે નવા વ્યવસાયની શરૂઆત માટે સર્વોત્તમ માનવામાં આવે છે.

તેજસ્વી પ્રકાશ અને કરણ કુન્દ્રા


ટીવી જગતનું ફેમસ કપલ તેજસ્વી અને કરણ કુંદ્રા ગૂડી પડવાના આ ખાસ પ્રસંગે સાથે જોવા મળ્યા હતા. તેજસ્વીએ બ્લુ અને વ્હાઇટ કલરના કોટન સૂટમાં પોતાની સાદગીથી ચાહકોના દિલ જીતી લીધા હતા, જ્યારે કરણ બ્લેક આઉટફિટમાં હેન્ડસમ દેખાઈ રહ્યો હતો. તેમના આ ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે.

સોનાલી બેન્દ્રે

મરાઠી મુલગી સોનાલી બેન્દ્રેએ ઓરેન્જ અને યલો કલરના સૂટમાં સજ્જ થઈને એક વીડિયો શેર કર્યો હતો. ખાસ વાત એ હતી કે તેણે શુદ્ધ મરાઠી ભાષામાં તેના ફેન્સને નવવર્ષની શુભકામનાઓ પાઠવી હતી, જે તેની પરંપરા પ્રત્યેની આસ્થા દર્શાવે છે.

રિતેશ અને જેનિલિયા દેશમુખ

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Riteish Deshmukh (@riteishd)


બોલીવૂડનું સૌથી ક્યૂટ કપલ રિતેશ અને જેનિલિયા હંમેશા દરેક તહેવાર પરંપરાગત રીતે ઉજવે છે. રિતેશે ડાર્ક પિંક કુર્તો અને જેનિલિયાએ પિંક કલરની સુંદર પરંપરાગત સાડી પહેરી હતી. તેમણે પણ મરાઠીમાં વીડિયો પોસ્ટ કરીને ચાહકોને વધામણી આપી હતી.

શ્રદ્ધા કપૂર


બોલીવૂડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂરે પણ દર વર્ષની જેમ જ આ વર્ષે પણ ધામધૂમથી ગુડી પડવાની ઉજવણી કરે છે. શ્રદ્ધા કપૂરે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર સ્ટોરીમાં આ વર્ષે તેણે પૂજાની થાળીની ઝલક શેર કરીને ચાહકોને પોઝિટિવિટીનો સંદેશ આપ્યો હતો.

સાગરિકા ઘાટગે

બોલીવૂડ એક્ટ્રેસ અને ટીમ ઈન્ડિયાના ક્રિકેટર ઝહીર ખાનની પત્ની સાગરિકા ઘાટગેએ પતિ અને પુત્ર સાથે ગૂડી પડવાની પૂજા કરતા ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. રેડ કલરની સિલ્કની સાડીમાં સાગરિકા ખરેખર ખૂબ જ સુંદર લાગી રહી હતી.