બોલીવૂડ ફિલ્મોમાં એવા ઘણા આઇકોનિક સીન અને ગીતો શૂટ થયા છે, જે દાયકાઓ પછી પણ દર્શકોના દિલ-દિમાગ પર એટલા જ છવાયેલા છે જેટલા એ સમયે છવાયેલા હતા. એમાં ખાસ કરીને જ્યારે ફિલ્મોમાં ગ્લેમરસ અને બોલ્ડ 'ટૉવેલ સીન્સ'ની વાત આવે, ત્યારે કેટલીક બોલીવૂડ એક્ટ્રેસે પોતાના અદભુત આત્મવિશ્વાસ અને સ્ક્રીન પ્રેઝન્સથી થિયેટરોમાં સીટીઓ અને તાળીઓ વગાડવા પર મજબૂર કરી દીધા હતા.
બોલીવૂડ એક્ટ્રેસ કાજોલથી લઈને પ્રિયંકા ચોપરા અને કંગના રનૌત સુધીની આ પાંચ એવી હસીનાઓ છે, જેમનો ટૉવેલ લુક અને સીન ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઈતિહાસમાં હંમેશા માટે યાદગાર બની ગયા. ચાલો આજે તમને આ વિશે ખાસ ગીતોની એક યાદગાર સફર કરાવીએ...
કાજોલ, 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે' (1995):

જ્યારે પણ ટૉવેલ સીનની વાત આવે, ત્યારે આ લિસ્ટમાં સૌથી પહેલું નામ સુપરહિટ ફિલ્મ ડીડીએલજેની 'સિમરન' એટલે કે કાજોલનું આવે છે. ફિલ્મના સુપરહિટ ગીત 'મેરે ખ્વાબોં મેં જો આયે...' માં કાજોલે સફેદ ટૉવેલ પહેરીને વરસાદમાં અદભુત ડાન્સ કર્યો હતો. કાજોલનો આ લુક આજે બોલિવૂડનો એક આઇકોનિક માસ્ટરપીસ બની ચૂક્યો છે, જેને જોઈને તે જમાનામાં થિયેટરો તાળીઓથી ગુંજી ઉઠ્યા હતા.
કંગના રનૌત, 'તનુ વેડ્સ મનુ રિટર્ન્સ' (2015):

આ લિસ્ટમાં કંગના રનૌતનો અંદાજ તદ્દન હટકે અને કોમેડીથી ભરપૂર હતો. વર્ષ 2015 આવેલી ફિલ્મ 'તનુ વેડ્સ મનુ રિટર્ન્સ' માં કંગનાનો ટૉવેલ વાળો સીન ભારે વાયરલ થયો હતો. ગ્લેમરને બદલે કંગનાના એ બેબાક દેશી અંદાજ અને ફની ડાયલોગ્સ સાંભળીને સિનેમાઘરોમાં બેઠેલા લોકો હસી-હસીને લોટપોટ થઈ ગયા હતા.
કરીના કપૂર, 'ફિદા' (2004):

બોલિવૂડની 'બેબો' એટલે કે કરીના કપૂર પણ આ લિસ્ટમાં સામેલ છે. વર્ષ 2004માં રિલીઝ થયેલી થ્રિલર ફિલ્મ 'ફિદા' માં કરીના કપૂરે એક પાવરફુલ ટૉવેલ સીન આપ્યો હતો. આ ફિલ્મમાં કરીનાનો બોલ્ડ અને ગ્લેમરસ અવતાર જોઈને ચાહકો થિયેટરોમાં સીટીઓ મારવા લાગ્યા હતા અને તે સમયે આ સીનની મીડિયામાં ભારે ચર્ચા થઈ હતી.
પ્રિયંકા ચોપરા, 'દોસ્તાના' (2008):

વર્ષ 2008માં આવેલી જોન અબ્રાહમ અને અભિષેક બચ્ચનની સુપરહિટ ફિલ્મ 'દોસ્તાના' માં પ્રિયંકા ચોપરાએ પોતાના ગ્લેમરસ લુકથી ઇન્ટરનેટ પર આગ લગાવી દીધી હતી. ફિલ્મમાં પ્રિયંકાનો ડ્રેસિંગ રૂમ વાળો ટૉવેલ સીન એટલો ક્રેઝી અને સ્ટાઇલિશ હતો કે આજે 18 વર્ષ પછી પણ ફેન્સ આ સીનને ભૂલી શક્યા નથી. આ ફિલ્મે દેશમાં ફેશન ટ્રેન્ડ બદલી નાખ્યો હતો.
રિમી સેન, 'હંગામા' (2003):

ડિરેક્ટર પ્રિયદર્શનની ઓલ-ટાઇમ ફેવરિટ કોમેડી ફિલ્મ 'હંગામા' ને આજે પણ લોકો વારંવાર જોવાનું પસંદ કરે છે. આ ફિલ્મમાં લીડ એક્ટ્રેસ રિમી સેન પર એક મહત્વનો ટૉવેલ સીન શૂટ કરવામાં આવ્યો હતો, જે આખી ફિલ્મની કોમેડી કન્ફ્યુઝન પાછળનું મુખ્ય કારણ બને છે. રિમી સેને કરિયરમાં ઘણી હિટ ફિલ્મો આપી, પરંતુ બાદમાં તેણે એક્ટિંગની દુનિયાથી દૂરી બનાવી લીધી હતી.