Mon Oct 05 2026

Logo

ચૂંટણી પંચ વિરુદ્ધ આક્ષેપો અંગે ભાજપનો કોંગ્રેસ પર પ્રહાર, કહ્યું બંધારણીય સંસ્થાઓને બદનામ કરવાનું ષડયંત્ર

2026-09-23 17:21:16
Author: Chandrakant Kanoja
ચૂંટણી પંચ વિરુદ્ધ આક્ષેપો અંગે ભાજપનો કોંગ્રેસ પર પ્રહાર, કહ્યું બંધારણીય સંસ્થાઓને બદનામ કરવાનું ષડયંત્ર

નવી દિલ્હી: ભારતના ચૂંટણી પંચ વિરુદ્ધ કરવામાં આવેલા આક્ષેપોનો ભાજપે જવાબ આપ્યો છે. આ અંગે ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાએ જણાવ્યું હતું કે વર્ષ 2014થી પીએમ મોદીએ સત્તા સંભાળી ત્યારથી વિપક્ષ સતત તેમને નકારી રહ્યો છે. તેમજ જ્યારે કોંગ્રેસ અને વિપક્ષો જનતાનું દિલ જીતવામાં નિષ્ફળ નીવડ્યા ત્યારે હવે બંધારણીય સંસ્થાઓને બદનામ કરવાનું ષડયંત્ર રચી રહ્યા છે. 

નિર્ણયો લોકતાંત્રિક અને સર્વસંમતિથી

ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાએ જણાવ્યું હતું કે, પોતાની હારથી હતાશ થઈને વિપક્ષી પક્ષો સતત ચૂંટણી પંચની નિષ્પક્ષતા પર સવાલ ઉઠાવી રહ્યા છે અને 'મતની ચોરી' અંગે ભ્રામક વાતો ફેલાવી રહ્યા છે. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતવાર નોંધનો ઉલ્લેખ કરતા ભાજપના પ્રવક્તાએ કહ્યું કે પંચમાં તમામ નિર્ણયો લોકતાંત્રિક અને સર્વસંમતિથી  લેવામાં આવે છે.

તમામ કમિશનરો વિસ્તૃત ચર્ચા બાદ સર્વસંમતિ સાધે છે

તેમણે કહ્યું, ચૂંટણી પંચની તાજેતરની નોંધ સાબિત કરે છે કે પંચમાં તમામ ચૂંટણી કમિશનરો વચ્ચે સત્તાવાર વિચાર-વિમર્શ અને ચર્ચાઓ થાય છે. તમામ કમિશનરો વિસ્તૃત ચર્ચા બાદ સર્વસંમતિ સાધે છે.