Fri Jul 24 2026

Logo

વડોદરામાં ભાજપ નેતાની દાદાગીરી, પ્રચાર દરમિયાન યુવક સાથે કરી ઝપાઝપી

2026-04-22 12:14:00
Author: Mayur Patel
Article Image

વડોદરાઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચારના હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. નેતાઓ પ્રચંડ પ્રચાર કરી રહ્યા છે, આ દરિયાન સંસ્કારી નગરી વડોદરામાં ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપ નેતાની દાદાગીરી સામે આવી હતી. નેતાએ એક યુવક સાથે ઝપાઝપી કરી હતી. 

મળતી વિગત પ્રમાણે, પૂર્વ કોર્પોરેટર હિતેન્દ્ર પટેલ સહિતના નેતાઓ વોર્ડ નં. 5 કિશનવાડી વિસ્તારમાં ચૂંટણી પ્રચારમાં ગયા હતા. આ સમયે એક યુવકે તેની સામે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. જેથી ભાજપના નેતાએ યુવક સાથે મારે મારી કરી હતી. ઉપરાંતશાંતિ રાખજે કહીને ધક્કો મારી ઝપાઝપી કરી હતી. આ અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

પ્રચાર દરમિયાન એક યુવકે ભાજપના નેતાને કહ્યું, અમે આટલા વર્ષોથી ભાજપને સપોર્ટ કરીએ છીએ. તમારા માટે લડ્યા હતા. એક પરિવાર છીએ.   આ દરમિયાન ભાજપ નેતા યોગેશ પરમારે યુવકને ધક્કો માર્યો હતો. જે બાદ અન્ય લોકોએ વચ્ચે પડીને મામલો થાળે પાડ્યો હતો.  આ ઘટના બાદ નેતા અને તેની સાથે પ્રચારમાં આવેલા લોકોએ ત્યાંથી ચાલતી પકડી હતી.

ઉલ્લેખનીય છે કે, માત્ર વડોદરામાં જ નહીં રાજ્યમાં આ પહેલા પણ ઘણા શહેરમાં ભાજપના ઉમેદવારો અને નેતાઓને વિરોધનો સામનો કરવો પડ્યો હતો. જેથી કહી શકાય કે આ વખતે ચૂંટણીમાં એન્ટી ઇન્કમબન્સીની અસર જોવા મળી રહે છે. ક્યાંક ટિકિટને લઈને તો ક્યાંક કામગીરી ન થતા ઉમેદવારો રોષનો ભોગ બની રહ્યા છે.