કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર ભાજપ સતત પ્રહાર કરી રહી છે. જેમાં આજે એક પત્રકાર પરિષદમાં ભાજપ નેતા ગૌરવ ભાટિયા રાહુલ ગાંધીની ભસ્માસુર સાથે સરખામણી કરી છે. તેમણે કહ્યું કે ટૂલકીટ મોડેલ રાહુલ ગાંધીના મગજની ઉપજ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે વર્તમાન સરકાર સ્થિર અને મજબૂત છે.
ભાજપની સરકાર મજબૂત
આ ઉપરાંત તેમણે જણાવ્યું કે ભાજપ સરકાર અંગદના પગ જેટલી મજબૂત છે. 100 રાહુલ ગાંધી આવશે તો પણ હલાવી શકશે નહિ. પીએમ મોદીના નેતૃત્વ હેઠળ ભારત છેલ્લા 85 દિવસોમાં આ વૈશ્વિક પડકારનો મજબૂતીથી સામનો કરી રહ્યું છે. આપણી અર્થવ્યવસ્થા મજબૂત રહી છે. તેમજ રાહુલ ગાંધીએ બેઠક બાદ આપેલું નિવેદન દુ:ખદ છે. ભાજપ પ્રવક્તા ગૌરવ ભાટિયાએ દાવો કર્યો કે, કોંગ્રેસ પાર્ટી એક વર્ષમાં બે જૂથોમાં વિભાજીત થઈ જશે. આ નકલી ગાંધી પરિવાર' સામે કોંગ્રેસ પાર્ટીમાં જ બળવો ફાટી નીકળશે.
Delhi: BJP spokesperson Gaurav Bhatia says, "...Yesterday, another 'tool kit' also came into discussion, in which it is being said that this government, which is serving the people of the country with full strength, will fall within a year. I would like to say first that… pic.twitter.com/gpQ1rllYt6
— IANS (@ians_india) May 25, 2026
ભારતમાં ફુગાવાનો દર 4 ટકા
તેમણે ક્હ્યું કે રાહુલ ગાંધીએ આ વૈશ્વિક કટોકટી વચ્ચે સમજવું જોઈએ કે વિશ્વભરના દેશોમાં ફુગાવાનો દર ભારત કરતા ઘણો વધારે છે. જેમાં ઘણા દેશોમાં 30 થી 50 ટકા સુધીનો છે. જ્યારે ભારતમાં તે 4 ટકા છે.
રાહુલ ગાંધીનો ઉદ્દેશ અરાજકતા ફેલાવવાનો
ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીએ ગઇકાલે દાવો કર્યો હતો કે આ સરકાર એક વર્ષમાં પડી જશે ત્યારે આવી જ બીજી 'ટૂલકીટ' સામે આવી હતી. જો રાહુલ ગાંધીનો ઉદ્દેશ અરાજકતા ફેલાવવાનો છે. તો ભારતને વધુ મજબૂત બનાવવાનો અમારો સંકલ્પ પણ એટલો જ મક્કમ છે.