મુંબઈ: કોમેડી ક્વિન ભારતી સિંહ અને તેનો પતિ હર્ષ લિંબાચીયા મનોરંજન ઇન્ડસ્ટ્રીમાં લોકપ્રિય કપલ છે. ભારતી અને હર્ષ ખૂબ સારા કોમેડિયન છે. ભારતી સોશિયલ મીડિયા અને વ્લોગમાં પણ ઘણી એક્ટિવ છે. ભારતીના વીડિયો લોકોને પેટ પકડીને હસાવે છે. હાલમાં જ તેણે ઇન્સ્ટાગ્રામ પર નવો વિડિયો શેર કર્યો હતો. વિડિયો દ્વારા ભારતીએ ફેન્સને ગુડ ન્યૂઝ આપ્યા હતા.
લાફ્ટર ક્વિન ભારતી સિંહે ઇન્સ્ટાગ્રામ પર નવો વીડિયો અપલોડ કર્યો છે. વિડિયોમાં ભારતી કહે છે કે ફરીથી ગુડ ન્યુઝ. ત્યારબાદ તે પોતાનું બેબી બમ્પ પંપાળતી દેખાય છે. ભારતી ખૂબ ખુશ દેખાય છે. ત્યારબાદ હાસ્ય સાથે પોતાનું બેબી બમ્પ ફોડતી દેખાય છે. તે કહે છે કે 'ગુડ ન્યુઝ હું નહીં કોઈ બીજું આપી રહ્યું છે.' ભારતીનો આ સમગ્ર વીડિયો જોઈને સ્પષ્ટ થાય છે કે તે ફક્ત એક જાહેરાત હતી, પરંતુ ભારતીએ બેબી બમ્પ બતાવી એવો માહોલ બનાવ્યો કે તે હકીકતમાં માતા બનવાની હોય.
ભારતીનો આ વીડિયો જોઈ તેના ચાહકો અને અન્ય સેલિબ્રિટીઝ ખડખડાટ હસવાની કમેન્ટ કરવા લાગ્યા હતા. હર્ષએ કમેન્ટ કરતા લખ્યું 'અરે યાર'. અદા ખાને હાર્ટ ઈમોજી બનાવી પ્રેમ દર્શાવ્યો હતો. ચાહકોએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે 'ભારતી દીદી આ કેવી મજાક છે. અમે લોકો તમને હકીકતમાં પ્રેગ્નન્ટ સમજી બેઠા હતા.' ભારતી અવારનવાર ફેન્સ સાથે મજાક કરતી રહે છે. પહેલા પણ તે આવા ફની વિડિયો બનાવી ચુકી છે.
વર્કફ્રન્ટની વાત કરીએ તો ભારતી અને હર્ષ પોતાનો નવો શો 'ઇન્ડિયન ગેમ શો વિથ ભારતી એન્ડ હર્ષ' લઈને આવી રહ્યા છે. આ એક ફેમિલી કોમેડી શો હશે, જેમાં ભારતી-હર્ષ પોતાના અન્ય સેલિબ્રિટીઝ મિત્રો સાથે મજેદાર ટાસ્ક અને ગેમ રમશે.