Mon Oct 05 2026

Logo

એશિયાટિક સિંહના બીજા ઘર માટે રાજ્ય સરકારે કર્યા મહત્ત્વના સુધારા, ગ્રામ્ય વિસ્તારની હદ ફિક્સ

2026-09-30 16:04:14
Author: Mumbai Samachar Team
એશિયાટિક સિંહના બીજા ઘર માટે રાજ્ય સરકારે કર્યા મહત્ત્વના સુધારા, ગ્રામ્ય વિસ્તારની હદ ફિક્સ

એશિયાટિક સિંહના બીજા તરીકે બરડા જંગલને વધારે સુલભ બનાવવા માટે રાજ્ય સરકારે એક મહત્ત્વનો નિર્ણય કર્યો છે. ગુજરાત સરકાર એક મહત્ત્વનું પહલું ભર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવ તેમજ વન અને પરવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને રાજ્ય મંત્રી પ્રવીણભાઈ માળીના સીધા માર્ગદર્શન હેઠળ પોરબંદર વન વિભાગના માળખામાં મોટા ફેરફાર કરી તેનું સત્તાવાર પુનર્ગઠન કરવામાં આવ્યું છે. બરડામાં 143 વર્ષના લાંબા અંતરાલ બાદ સિંહોનું કુદરતી રીતે પુનરાગમન થતાં, તેમના પુનર્વસવાટને ‘પાક્કુ” કરવા અને વન વ્યવસ્થાપનને વધુ સરળ કરવા માટેના પ્રયાસ શરૂ કરી દેવામાં આવ્યા છે. રાજ્ય સરકારના આ નિર્ણયથી વન વિભાગના કેટલાક પ્રશ્નોનું સરળતાથી નીરાકરણ આવી જશે. 

આ ગામને આવરી લેવાયા

આ સાથે ગ્રાઉન્ડ લેવલ પુર વન્યજીવની સુરક્ષા વધારે સુદ્રઢ બની રહેશે.  આ નવી વહીવટી ગોઠવણ મુજબ, નાયબ વન સંરક્ષક પોરબંદરના નિયંત્રણ હેઠળ હવે બે મદદનીશ વન સંરક્ષક ફરજ બજાવશે અને સમગ્ર માળખું નાગઢ વન્યજ્ય વર્તુળ સાથે સંકલિત રહેશે, જેમાં મદદનીશ વન સંરક્ષક-1 ને પોરબંદર રેન્જ, પોરબંદર સામાજિક વનીકરણ રેન્જ અને રાણાવાવ સામાજિક અને રાણાવાવ સામાજિક વનીકરણ રેન્જની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે મદદનીશ વનરક્ષક-2 હેઠળ રાણાવાવ, ભાણવડ, કુતિયાણા રેન્જમાં એક સ્ક્વોડ મૂકવામાં આવી છે. આ સાથે  મોબાઈલ સ્ક્વોડની પણ મહત્વની જવાબદારી સોંપાઈ છે. પુનર્ગઠન અંતર્ગત વિવિધ રેન્જ વિસ્તારોનું નવેસરથી વૈજ્ઞાનિક ઝુબે આયોજન કરવામાં આવ્યું છે. નવી હદબદલી મુજબ, પોરબંદર રેન્જમાં 684,084 રેક્સ જંગલ વિસ્તાર અને ગામોનો સમાવેશ કરાયો છે. આ રેન્જને પોરબંદર સિટી, ગોસાબારા, વિસાવાડા, કૉટલા, માધવપુર અને સતિષા જેવી વિવિધ બીટમાં વહેંચીને અધિકારીઓ માટે ચોક્કસ વિસ્તારોની જવાબદારી નક્કી કરાઈ છે. તેવી જ રીતે, રાણાવાવ રન્જ હેઠળ હેક્ટર અનુસાર જંગલ વિસ્તાર અને ગામોને આવરી લેવામાં આવ્યા છે, 

ઉકેલ શક્ય બનશે

જેમાં ગોડાણા, બિલેશ્વર, રાણાવાવ અને સાવવડર સહિતના વિસ્તારોને વિવિધ બીટમાં ગોઠવવામાં આવ્યા છે. આ વહીવટી ફેરફારમાં માત્ર પોરબંદર પ્રતી જ સીમિત કામગીરી નથી થઈ, પરંતુ પાડોશી જિલ્લાઓની હદમાં પણ જરૂરી સુધારા કરાયા છે. આ સમગ્ર પુનર્ગઠન થકી વન વિભાગની વિવિધ સરકારી કરણકારી યોજનાઓના ઝડપી અને સુચારું અમલીકરણમાં અભૂતપૂર્વ સુગમતા આવશે. નવી ચાના કારણે જમીની સ્તરે કામ કરતા વન કર્મચારીઓ અને ગ્રાઉન્ડ લેવલના અધિકારીઓને પોતપોતાના નિર્ધારિત વિસ્તારોમાં વન સંરક્ષણ, સઘન પેટ્રોલિંગ અને વન્યજીવોના સીધા વ્યવસ્થાપન માટે અત્યંત સ્પષ્ટ અને પારદર્શક જવાબદારીઓ પ્રાપ્ત થશે. જેના પરિણામે સમગ્ર પોરબંદર અને બરડા યોગમાં જંગલ સંપત્તિની સુરક્ષા સુનિશ્ચિત થવાની સાથે સ્થાનિક પર્યાવરણીય પ્રશ્નોનું પણ ઝડપી ઉકેલ શક્ય બનશે.