Fri May 29 2026

Logo

ડિવોર્સના છ વર્ષ બાદ ગુપચૂપ પરણી ગયો આ જાણીતો રેપર, સોશિયલ મીડિયા પર ફોટા થયા વાઈરલ...

2026-03-24 15:20:00
Author: Darshana Visaria
Article Image

રેપ મ્યુઝિકના બાદશાહ ગણાતા રેપર બાદશાહ અવારનવાર તેના રેપ સોન્ગને કારણે ચર્ચામાં રહેતાં હોય છે, પરંતુ હવે બાદશાહ તેમની પર્સનલ લાઈફને કારણે ચર્ચામાં આવ્યા છે. સોશિય મીડિયા પર બાદશાહના લગ્નના ફોટો વાઈરલ થઈ રહ્યા છે. બાદશાહ અને પંજાબી એક્ટ્રેસ તેમ જ મોડલ ઈશા રિખી છેલ્લાં ચાર વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં ફોટો બાદ એવી ચર્ચા ચાલી રહી છે કે બાદશાહે ચોરી છુપી પોતાની ગર્લ ફ્રેન્ડ સાથે લગ્ન કરી લીધા છે. ચાલો તમને આખી ઈનસાઈડ સ્ટોરી જણાવીએ... 

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રેપર બાદશાહ અને પંજાબી એક્ટ્રેસ ઈશા રિખીના લગ્નના ફોટો વાઈરલ થઈ રહ્યા છે. મજાની વાત તો એ છે કે ઈશાની મમ્મી પૂનમે લગ્નના ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. આ ફોટો જોતા જ ફેન્સમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે. ફેન્સ આ વાઈરલ ફોટો અને પોસ્ટ પર જાત જાતની કમેન્ટ્સ કરી રહ્યા છે. 

ઈશાની મમ્મી દ્વારા શેર કરવામાં આવેલા ફોટોમાં બાદશાહ બ્રાઉન કલરના કુર્તા અને ગોલ્ડન સાફામાં વરરાજાના લુકમાં સજ્જ જોવા મળે છે. જ્યારે દુલ્હન બનેલી ઈશા રિખી લાલ રંગના ટ્રેડિશનલ આઉટફિટમાં અત્યંત સુંદર લાગી રહી હતી. ફોટોમાં બાદશાહ અને ઈશા એકબીજાને વરમાળા પહેરાવતા અને મંડપમાં લગ્નની વિધિ કરતા જોવા મળે છે. આ સિવાય એક બીજા ફોટોમાં ઈશા તેના સેંથીમાં પૂરાયેલું સિંદૂર ફ્લોન્ટ કરતી બાદશાહની બાહોમાં જોવા મળે છે. અન્ય એક ફોટોમાં આ કપલ પૂલ કિનારે સ્મિત સાથે પોઝ આપતું કેમેરામાં કેદ થયું છે.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by POONAM RIKHI (@poonamrikhi6)

અહીંયા તમારી જાણકારી માટે બાદશાહ અને ઈશા છેલ્લાં ચાર વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. રિપોર્ટ્સની વાત પર વિશ્વાસ કરીએ તો બંનેની મુલાકાત એક કોમન મિત્ર દ્વારા પાર્ટીમાં થઈ હતી અને ત્યાંથી જ તેમના પ્રેમની શરૂઆત થઈ હતી. ઈશા રિખી પંજાબી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું એક ખૂબ જ જાણીતું નામ છે અને ઈશાએ 2018માં 'નવાબઝાદે' ફિલ્મથી બોલીવૂડમાં પણ ડેબ્યૂ કર્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે બાદશાના આ બીજા લગ્ન છે. અગાઉ તેના લગ્ન જેસ્મીન મસીહ સાથે થયા હતા, પરંતુ 2020માં બંને જણ ડિવોર્સ લઈ લીધા હતા. બાદશાહ અને જેસ્મીનને એક દીકરી પણ છે, જેનું નામ જેસેમી ગ્રેસ મસીહ સિંહ છે. બાદશાહે એક પોડકાસ્ટમાં જણાવ્યું હતું કે દીકરીના સારા ભવિષ્ય માટે જ તેઓએ અલગ થવાનો નિર્ણય લીધો હતો. બાદશાહ તેની દીકરી સાથે ઈમોશનલી ખૂબ જ અટેચ્ડ છે અને તે ઈન્ડિયન આઈડોલ શો પર પણ દીકરીને લઈને ભાવુક થતાં જોવા મળ્યો છે.