Thu Apr 23 2026

Logo

વિધાનસભા ચૂંટણી 2026: પશ્ચિમ બંગાળની 152 અને તમિલનાડુની 234 જગ્યાઓ પર મતદાન શરૂ

2026-04-23 09:26:00
Author: Vimal Prajapati
Article Image

કોલકાતા/ચેન્નઈઃ આજે પશ્ચિમ બંગાળની 152 અને તમિલનાડુની 234 વિધાનસભા જગ્યાઓ પર મતદાન ચાલુ છે. બંગાળમાં બે તબક્કામાં ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં પ્રથમ તબક્કામાં આજે 16 જિલ્લાઓની 152 જગ્યાઓ પર મતદાન થઈ રહ્યું છે. તમિલનાડુમાં તો એક જ તબક્કામાં તમામ 234 જગ્યાઓ પર વોટિંગ થઈ શરૂ થઈ ગયું છે. ભાજપ આ બંને રાજ્યોમાં સત્તા મેળવવા માટે જોરદાર પ્રયાસ કરી રહી છે, જ્યારે બંગાળમાં મમતા બનેર્જીની ટીએમસી માટે સત્તા જાળવી રાખવી મોટી પડકારરૂપ છે. તમિલનાડુમાં એમકે સ્ટાલિન માટે પણ ફરીથી સરકાર બનાવવી સરળ નથી.

પશ્ચિમ બંગાળમાં 44,376 મતદાન કેન્દ્રો પર શરૂ

સવારે 7 વાગ્યાથી શરૂ થયેલું મતદાન સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. હવામાન વિભાગે પશ્ચિમ બંગાળ સહિત ઉત્તર અને મધ્ય ભારતમાં લૂની ચેતવણી જારી કરી છે, તેથી મોટા ભાગના મતદાતાઓ સવાર-સાંજ જ વોટ આપવાનું પસંદ કરશે. બંગાળમાં 3.60 કરોડથી વધુ મતદાતા (1.84 કરોડ પુરુષ, 1.75 કરોડ મહિલા અને 465 અન્ય) 1,478 ઉમેદવારોનું ભાવિ 44,376 મતદાન કેન્દ્રો પર નક્કી કરશે. તમિલનાડુમાં 5.73 કરોડ મતદાતા 4,023 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે.


ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી લડી રહેલા ઉમેદવારોને 23 એપ્રિલના રોજ સવારે 6:00 વાગ્યાથી મતદાન પૂર્ણ થાય ત્યાં સુધી તેમના સંબંધિત મતવિસ્તાર છોડવા નહીં તે નિર્દેશ આપ્યો છે. ચૂંટણીના પ્રથમ તબક્કામાં, ગુરુવારે રાજ્યના 16 જિલ્લાઓમાં ફેલાયેલી 152 વિધાનસભા બેઠકો પર મતદાન થશે. અહીં કુલ 1,478 ઉમેદવારો મેદાનમાં છે. આશરે 44,376 મતદાન મથકો પર 3.60 કરોડથી વધુ મતદારો મતદાન કરશે. જેમાં 1.84 કરોડ પુરુષ, 1.75 કરોડ મહિલા અને 465 અન્ય મતદારોનો સમાવેશ થાય છે.

પશ્ચિમ બંગાળમાં બીજા તબક્કામં 29 એપ્રિલે મતદાન થશે

એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું, ‘ઉમેદવારોને મતવિસ્તારમાં જ રહીને મતદાનને સ્વતંત્ર, નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ બનાવવાની જવાબદારી નિભાવવી જોઈએ, જેથી મતદાતાઓ ભય વિના તેમના અધિકારનો ઉપયોગ કરી શકે’. પશ્ચિમ બંગાળમાં બીજા તબક્કામં 29 એપ્રિલે મતદાન થશે અને મતગણના 4 મેના રોજ થશે. આ ચૂંટણીઓ રાજકીય સમીકરણ બદલવાની તક છે. ભાજપની આક્રમકતા, ટીએમસી-ડીએમકેની વચ્ચે સીધો જંગ જામ્યો છે.