નાગોયાઃ જાપાનમાં ચાલી રહેલી એશિયન ગેમ્સમાં ભારતના એથલિટો શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. એશિયન ગેમ્સમાં ભારતનો અફઘાનિસ્તાન સામેનો ક્રિકેટ મુકાબલો વરસાદના કારણે રદ થયો હતો. અફઘાનિસ્તાન સામેની મેચ નિહાળવા મોટી સંખ્યામાં ભારતીય ક્રિકેટ ફેન સ્ટેડિયમમાં આવ્યા હતા. જોકે મુકાબલો રદ થયા બાદ ટીમ ઈન્ડિયાના કેપ્ટન શ્રેયસ ઐયર અને ઓપનિંગ બેટ્સમેન અભિષેક શર્માએ તેમના ખાસ અંદાજથી ફેન્સનું દિલ જીત્યું હતું. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
Team India 𝗟𝗲𝗮𝗿𝗻𝗶𝗻𝗴 From Japan 🇯🇵🇮🇳
— Mukku (@Cric_Mukku) September 28, 2026
Shreyas Iyer & Abhishek Sharma took a bow to the fans in Japanese style after the quarterfinal match was abounded. 😍❤️
- Look at Sarpanch Saab when he told Abhishek Sharma, “𝗧𝗮𝗸𝗲 𝗮 𝗯𝗼𝘄 𝘁𝗼 𝘁𝗵𝗲 𝗳𝗮𝗻𝘀.” 😅
BIG LEARNING… pic.twitter.com/NJFgSa36zV
વરસાદના કારણે જ્યારે મુકાબલો આગળ ન વધી શક્યો અને મેચ રદ જાહેર કરવી પડી, ત્યારે ચાહકો નિરાશ થઈ ગયા હતા. ભારતીય ખેલાડીઓ સ્ટેડિયમમાંથી બહાર પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન શ્રેયસ ઐયર અને અભિષેક શર્માએ ત્યાં ઉપસ્થિત ભારતીય સમર્થકોનો આભાર માનવાનો નિર્ણય કર્યો હતો. મેદાનમાંથી બહાર જતી વખતે ઐયરે અભિષેક શર્માને ચાહકો સામે નમીને તેમનું અભિવાદન કરવા કહ્યું હતું. ત્યારપછી બંને ખેલાડીઓએ જાપાની સંસ્કૃતિથી પ્રેરિત થઈને માથું નમાવીને દર્શકોનો આભાર વ્યક્ત કર્યો હતો.
બીજી તરફ, એશિયન ગેમ્સ ક્રિકેટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ફાઈનલ મુકાબલાની શક્યતા વધી ગઈ છે. કારણ કે બંને ટીમો શાનદાર પ્રદર્શન કરીને સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે. જોકે, ચાહકો જે હાઇ-વોલ્ટેજ ફાઇનલની રાહ જોઈ રહ્યા છે. બંને ટીમો પોતપોતાની સેમિફાઇનલ મેચ જીતશે તો ફરી એકવાર બંને દેશો વચ્ચે મુકાબલો રમાશે. ભારત - અફઘાનિસ્તાન અને પાકિસ્તાન - હોંગકોંગના ક્વાર્ટર ફાઇનલ મુકાબલા વરસાદના કારણે ધોવાઈ ગયા હતા. મેચ રદ થવાના કારણે વધુ સારા રેન્કિંગના આધારે ભારત અને પાકિસ્તાન સીધા જ સેમિફાઇનલમાં પહોંચી ગયા હતા.
હવે ફાઈનલ મુકાબલામાં જગ્યા બનાવવા માટે ભારતનો સામનો શ્રીલંકા સામે થશે, જ્યારે બીજી તરફ પાકિસ્તાની ટીમ બાંગ્લાદેશ સામે ટકરાશે. જો બંને ટીમો પોતાની સેમિફાઇનલ મેચ જીતવામાં સફળ રહેશે, તો એશિયન ગેમ્સની ફાઇનલમાં ફરી એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચે રોમાંચક મુકાબલો જોવા મળશે.