Mon Aug 17 2026

Logo

લંડનના કેસિનો બહાર મિસ્ટ્રી ગર્લ સાથે દેખાયો આર્યન ખાન! ફોટો અને વીડિયો થયા વાઈરલ...

2026-07-31 17:43:32
Author: Darshana Visaria
Article Image

બોલીવૂડના સુપરસ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે, પરંતુ આ વખતે તેનું ચર્ચામાં આવવાનું કારણ કોઈ ફિલ્મ કે ફેશન બ્રાન્ડ નથી, પરંતુ તેની પર્સનલ લાઈફ છે. તાજેતરમાં લંડનમાં એક મિસ્ટ્રી ગર્લ સાથે આર્યન ખાનના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયા બાદ ફેન્સ તેમની રિલેશનશિપ અને ડેટિંગને લઈને નવી અટકળો શરૂ થઈ ગઈ છે. ચાલો જોઈએ શું છે આખી ઈનસાઈડ સ્ટોરી...

શરૂઆતમાં આ યુવતીની ઓળખ અજ્ઞાત હતી, પરંતુ સોશિયલ મીડિયા યુઝર્સે તરત જ તેની ઓળખ આર્ટિસ્ટ વિની તકૈર તરીકે કરી લીધી હતી. વાઈરલ ફોટોમાં જોવા મળે છે કે આર્યન અને વિનીને લંડનના એક કેસિનોમાંથી બહાર નીકળ્યા બાદ સાથે જોવામાં આવ્યા હતા. ફોટોમાં આર્યન કેઝ્યુઅલ લુકમાં જોવા મળી રહ્યા છે, જ્યારે તેની સાથે વિની બ્લેક આઉટફિટમાં જોવા મળી હતી. બંને સાથે દેખાયા બાદ ફેન્સમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે કે શું બંને માત્ર મિત્રો છે કે તેથી વિશેષ?

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Vinnie (@vinnievvt)

સોશિયલ મીડિયા પર ફોટો વાઈરલ થતાં જ વિનીએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર લંડન મુસાફરીની કેટલાક ફોટો  શેર કર્યા હતા અને કેપ્શનમાં લખ્યું હતું, કે લંડન, આઈ લવ યૂ। આ પોસ્ટના ટાઈમિંગને કારણે ફેન્સનું ઉત્સુકતા વધુ વધી ગઈ અને યુઝર્સે તેને આર્યનના વાઈરલ વીડિયો સાથે કનેક્ટ કરી છે. ઉલ્લેખનીય છે કે આર્યન અને વિની ઈન્સ્ટાગ્રામ પર એકબીજાને ફોલો કરે છે. જોકે આ મામલે હજી બંને તરફથી કોઈ ઓફિશિયલ કમેન્ટ નથી કરવામાં આવી. 

અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ આર્યન ખાનની પર્સનલ લાઈફ ટોક ઓફ ધ ટાઉન હની ચૂકી છે. આ પહેલાં આર્યનનું એક્ટ્રેસ અને મોડેલ લારિસા બોનેસી સાથે પણ જોડવામાં આવ્યું હતું, જ્યારે તેણે આર્યનની ક્લોથિંગ બ્રાન્ડ 'ડી'યાવોલ એક્સ'ના પ્રમોશનલ કેમ્પેઈનમાં કામ કર્યું હતું. તમારી જાણ માટે કે લારિસા આર્યનની ડેબ્યૂ ડિરેક્ટેડ સિરીઝના પ્રીમિયર પર પણ સ્પોટ થઈ હતી.