Mon Aug 10 2026

Logo

રાહુ-મંગળની યુતિથી સર્જાયો અંગારક યોગ, પણ આ 3 રાશિઓ કરશે જલસાં જ જલસા... જોઈ લો તમારી રાશિ પણ છે ને?

2026-02-28 16:37:35
Author: Darshana Visaria
Article Image

રાહુ અને મંગળ ગ્રહની યુતિ અને અંગારક યોગની અસરો દર્શાવતું જ્યોતિષ ચક્ર


જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોનું ગોચર અને તેમની યુતિ ક્યારેક અત્યંત જટિલ પરિસ્થિતિઓ સર્જે છે એ વિશે વિસ્તારથી વાત કરવામાં આવી છે. હાલમાં આવો જ એક વિસ્ફોટક અને નકારાત્મક ગણાતો 'અંગારક યોગ' સર્જાયો છે, જે કેટલીક રાશિના જાતકો માટે નુકસાનકારક તો કેટલીક રાશિના જાતકો માટે લાભની તક લઈને આવી રહ્યો છે. 

મુંબઈના એક જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર 23મી ફેબ્રુઆરી 2026ના રોજ ગ્રહોના સેનાપતિ મંગળે કુંભ રાશિમાં પ્રવેશ કર્યો છે, જ્યાં માયાવી ગ્રહ રાહુ પહેલાંથી જ બિરાજમાન છે. રાહુ અને મંગળની આ યુતિથી બનેલો અંગારક યોગ સામાન્ય રીતે તણાવ, ઝઘડા અને અકસ્માતનો કારક માનવામાં આવે છે, પરંતુ જ્યોતિષીય ગણતરી મુજબ, આ અશુભ યોગ પણ ત્રણ રાશિઓ માટે નસીબના તાળા ખોલનાર સાબિત થશે. આ યોગની અસર બીજી એપ્રિલ, 2026 સુધી રહેશે. ચાલો જોઈએ કઈ છે ભાગ્યશાળી રાશિઓકે જેમના માટે અંગારક યોગ શુભ સાબિત થશે...

મેષઃ
મેષ રાશિના જાતકો પર અત્યારે શનિની પનોતી ચાલી રહી છે, તેમ છતાં અંગારક યોગ તેમના માટે શુભ સાબિત થશે. તમે જે પણ મહેનત કરશો તેનું ફળ ભાગ્યના સાથથી અવશ્ય મળશે. અટકેલા કાર્યો વેગ પકડશે. નોકરીયાત વર્ગની આવકમાં વધારો થઈ શકે છે અને વેપારીઓને અચાનક મોટો ધનલાભ થવાના પ્રબળ યોગ છે. કામના સ્થળે આ સમયે તમે સફળતાઓની નવી નવી ઊંચાઈઓ સર કરશો.

વૃશ્ચિકઃ
વૃશ્ચિક રાશિના જાતકો માટે આ સમય સામાજિક અને આર્થિક દ્રષ્ટિએ ઉત્તમ રહેશે. પ્રભાવશાળી લોકો સાથે મુલાકાત થશે, જે ભવિષ્યમાં વ્યાપારી લાભ કરાવી શકે છે. આ સમયે સમાજ અને કામના સ્થળે તમારા પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે. જો તમે પાર્ટનરશિપમાં બિઝનેસ કરો છો, તો આ સમયગાળામાં લીધેલા નિર્ણયો નફાકારક સાબિત થશે.

કન્યાઃ
કન્યા રાશિના જાતકો માટે અંગારક યોગ 'બંપર જેકપોટ' સમાન સાબિત થઈ શકે છે. લાંબા સમયથી નવી નોકરીની શોધમાં હોવ તો આ ગાળામાં ઈચ્છિત ઓફર મળી શકે છે. તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતા વધુ મજબૂત બનશે. જૂના દેવામાંથી મુક્તિ મળી શકે છે. ઓફિસ કે કાર્યક્ષેત્રમાં તમારા કામની નોંધ લેવાશે અને ઉપરી અધિકારીઓ તરફથી પ્રશંસા મળશે.

અંગારક યોગ સમયે રાખો આ સાવધાની

ભલે અહીં જણાવવામાં આવેલી ત્રણ રાશિઓ માટે યોગ શુભ છે, પરંતુ અંગારક યોગ મંગળ (અગ્નિ) અને રાહુ (વાયુ)નું મિશ્રણ હોવાથી ગુસ્સા પર નિયંત્રણ રાખવું અને વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી દરેક માટે હિતાવહ છે