Tue Oct 06 2026

Logo

લાલબાગચા રાજાના દર્શને આ કોણ પહોંચ્યું? તમે જ જોઈ લો...

2026-09-17 17:45:00
Author: Darshana Visaria
લાલબાગચા રાજાના દર્શને આ કોણ પહોંચ્યું? તમે જ જોઈ લો...

અંબાણી પરિવારની ધાર્મિક આસ્થા અને ભક્તિભાવ જગજાહેર છે. એમાં પણ ખાસ કરીને ગણેશોત્સવ દરમિયાન મુકેશ અંબાણીના પરિવારની ભવ્ય ઉજવણી અને પૂજા-અર્ચના હંમેશાં ચર્ચામાં રહે છે. ભગવાન ગણેશ પ્રત્યે અતૂટ શ્રદ્ધા ધરાવતા અનંત અંબાણીએ તાજેતરમાં પત્ની રાધિકા મર્ચન્ટ અને પરિવાર સાથે 'એન્ટિલિયા' ખાતે બાપ્પાનું ધામધૂમથી સ્વાગત કર્યું હતું. બે દિવસ સુધી ચાલેલા ભવ્ય ઉત્સવ અને નાચતા-ગાતા વિસર્જન સંપન્ન થયા બાદ અનંત અંબાણી ફરી એકવાર મુંબઈના સુપ્રસિદ્ધ 'લાલબાગચા રાજા'ના ચરણોમાં શીશ ઝુકાવવા પહોંચ્યા છે.

જોકે, હવે ઘરના બાપ્પાની વિદાય પછી અનંત અંબાણીની લાલબાગચા રાજાની મુલાકાત સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચામાં રહે છે. સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં અનંત અંબાણી ચુસ્ત સુરક્ષા કવચ અને પોતાના કાફલા સાથે લાલબાગ પંડાલમાં પ્રવેશતા નજરે પડી રહ્યા છે. લાલબાગચા રાજાના દરબારમાં દર્શન માટે પહોંચેલા અનંત અંબાણીએ લાલ રંગનો ટ્રેડિશનલ કુર્તો પરિધાન કર્યો હતો. તેમણે બાપ્પાના ચરણોમાં નમન કરીને આશીર્વાદ મેળવ્યા હતા.

સોશિયલ મીડિયા પર અનંત અંબાણીનો લાલબાગચા રાજાની મુલાકાતનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ લાલબાગચા રાજાનું ફોટોઅનંત અંબાણીનો સાદગીપૂર્ણ અને ભક્તિમય અંદાજ કેમેરામાં કેદ થઈ જતાં સોશિયલ મીડિયા પર આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. યુઝર્સ તેમની ધાર્મિક શ્રદ્ધા અને સંસ્કારોની ભરપેટ પ્રશંસા કરી રહ્યા છે.

વાત કરીએ લાલબાગચા રાજા અને અનંત અંબાણીના કનેકશનની તો અનંત અંબાણીનું લાલબાગચા રાજા સાથેનું જોડાણ માત્ર દર્શન પૂરતું મર્યાદિત નથી. વર્ષ 2024માં 'લાલબાગચા રાજા સાર્વજનિક ગણેશોત્સવ મંડળ' દ્વારા અનંતની બોર્ડના માનદ સલાહકાર સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવી હતી. 

અત્રે ઉલ્લેખનીય છે કે અંબાણી પરિવારના લાડકવાયા અનંત અંબાણી દર વર્ષે અચૂક વાખો ભક્તોના શ્રદ્ધાસ્થાન એવા લાલબાગચા રાજાના દર્શને પહોંચે છે. ગયા વર્ષે પણ તેમણે એકલા આવીને બાપ્પાના આશીર્વાદ લીધા હતા, જ્યારે પરિવારના અન્ય સભ્યો પણ પોતાની અનુકૂળતા મુજબ બાપ્પાના દર્શને પહોંચતા રહે છે.