Fri May 29 2026

Logo

મોડી રાતે કારમાં આ શું કરતાં જોવા મળ્યા અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટ? વીડિયો થયો વાઈરલ...

2026-03-23 15:04:00
Author: Darshana Visaria
Article Image

દુનિયાના ધનવાન પરિવારમાંથી એક એવા અંબાણી પરિવારનો દરેક સભ્ય પોતાની લક્ઝુરિયસ લાઈફ સ્ટાઈલને કારણે ચર્ચામાં આવતો રહે છે. હાલમાં જ પરિવારના નાના વહુરાણી રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. વીડિયોમાં આ ક્યુટ કપલ મોડી રાતે મુંબઈના રસ્તા પર લોન્ગ ડ્રાઈવ પર ફરતું જોવા મળ્યું હતું. અનંત અને રાધિકા મુંબઈના આઇકોનિક બાંદ્રા-વરલી સી-લિંક પર લેટ નાઈટ લોંગ ડ્રાઈવની મજા માણતું જોવા મળી રહ્યા છે. ચાલો તમને આખી સ્ટોરી વિસ્તારથી જણાવીએ...

સામાન્ય રીતે અંબાણી પરિવારના સભ્યો ભારે સુરક્ષા અને ડ્રાઈવરો સાથે જોવા મળે છે, પરંતુ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં જોવા મળે છે કે કપલ એકલું જ રાતે લોન્ગ ડ્રાઈવ પર ફરતું જોવા મળ્યું છે. આ વીડિયોની બીજી ખાસિયત વિશે વાત કરીએ તો તે એ છે કે અનંત અંબાણી પોતે ડ્રાઈવિંગ સીટ પર હતા. સફેદ રંગની લક્ઝરી રોલ્સ રોયસ (Rolls-Royce) કારમાં અનંત ડ્રાઈવ કરી રહ્યો હતો અને રાધિકા તેમની બાજુની સીટ પર બેસીને દરિયા કિનારાની ઠંડી હવાનો આનંદ માણી રહી હતી.

આ વીડિયોમાં તેમની સફેદ રોલ્સ રોયસ કારની છત ખુલ્લી (Top-down) હતી, જે તેમની આ ડ્રાઈવને વધુ રોયલ અને ફિલ્મી બનાવી રહી હતી. વીડિયોમાં એક ક્ષણ એવી પણ આવે છે જ્યારે બંને કેમેરા તરફ જોઈને સ્મિત આપે છે. તેમની આ સાદગી અને કેમિસ્ટ્રી ફેન્સને ખૂબ પસંદ આવી રહી છે.

 

આ વીડિયોએ ઇન્સ્ટાગ્રામ અને અન્ય પ્લેટફોર્મ પર ધૂમ મચાવી છે. યુઝર્સ આ વીડિયો પર 'પાવર કપલ' અને 'પરફેક્ટ રોમેન્ટિક ડ્રાઈવ' જેવી કમેન્ટ્સ કરી રહ્યા છે. કેટલાક લોકોએ અનંત અંબાણીને સાવધાનીથી ગાડી ચલાવવાની સલાહ પણ આપી છે. નેટિઝન્સ આ વીડિયો પર લાઈક્સ અને કમેન્ટ કરીને વ્હાલ વરસાવી રહ્યા છે. તમે પણ આ વાઈરલ વીડિયો ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો... 

અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં રાધિકા મર્ચન્ટ અને નીતા અંબાણી ઈન્ડસ્ટ્રીના જાણીતા ડિઝાઈનર મનિષ મલ્હોત્રાના માતાની પ્રાર્થના સભામાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા એ સમયના બંનેના વીડિયો પણ પણ વાઈરલ થઈ રહ્યા છે. નેટિઝન્સ સાસુ-વહુ બંનેની સાદગી જોઈને એકદમ ઈમ્પ્રેસ થઈ ગયા હતા.