Tue Oct 06 2026

Logo

ગણેશ વિસર્જન દરમિયાન અનંત અંબાણી આકાશ અંબાણીએ જીજાજી આનંદ પીરામલ સાથે કર્યું કંઈક એવું કે...

2026-09-19 16:35:00
Author: Darshana Visaria
ગણેશ વિસર્જન દરમિયાન અનંત અંબાણી આકાશ અંબાણીએ જીજાજી આનંદ પીરામલ સાથે કર્યું કંઈક એવું કે...

મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નિવાસસ્થાન 'એન્ટિલિયા' ખાતે દર વર્ષની જેમ આ વખતે પણ ગણેશોત્સવની ઉજવણી અત્યંત ધામધૂમથી કરવામાં આવી હતી. ગણપતિ બાપ્પાના ભવ્ય સ્વાગતથી લઈને બે દિવસ સુધી ચાલેલી વિશેષ પૂજા-અર્ચના બાદ પરિવારે નાચતા-ગાતા બાપ્પાને વિદાય આપી હતી. જોકે, આ દરમિયાનનો જ અનંત અંબાણી, આકાશ અંબાણી અને આનંદ પિરામલની મસ્તીનો વીડિયો ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે.  

ગણપતિ વિસર્જન શોભાયાત્રા દરમિયાન અંબાણી પરિવારના સભ્યો વચ્ચેનો સ્નેહ અને હળવો અંદાજ કેમેરામાં કેદ થયો હતો, જેમાં બંને ભાઈઓ અનંત અંબાણી અને આકાશ અંબાણી પોતાના જીજાજી એટલે કે ઈશા અંબાણીના પતિ આનંદ પીરામલ સાથે મસ્તી-મજાક કરતા નજરે પડ્યા હતા.

 

સાળા-બનેવીની આ મજેદાર બોન્ડિંગનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવતાં જ ખૂબ ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે અને લોકો અંબાણી પરિવારના આ સાદગીપૂર્ણ અંદાજને ખૂબ પસંદ કરી રહ્યા છે.

ગણપતિ વિસર્જનની શોભાયાત્રામાં જ્યારે સમગ્ર પરિવાર ઢોલ-નગારાના તાલે ઝૂમી રહ્યો હતો, ત્યારે અનંત અને આકાશ અંબાણી પોતાના જીજાજી આનંદ પીરામલ સાથે મજાક-મસ્તી કરતા જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયા પર નેટિઝન્સ આ વીડિયોને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. અનંત અને આકાશ બંને જણ આનંદને ઉચકીને ઝૂલો ઝૂલાવતા જોવા મળી રહ્યા છે. 

સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં આ વીડિયોમાં જોવા મળે છે કે આકાશ અંબાણી અને અનંત અંબાણી બંને જણ જીજાજી આનંદ પીરામલને ચીડવતા અને તેમની સાથે હસી-મજાક કરતા આગળ વધી રહ્યા હતા. ત્રણેય વચ્ચેનો આ સહજ અને પારિવારિક સ્નેહ જોઈને ફેન્સ તેમની કેમિસ્ટ્રીના વખાણ કરી રહ્યા છે.

ગણપતિ બાપ્પાની વિદાય વેળાએ મુકેશ અંબાણી, નીતા અંબાણી, શ્લોકા મહેતા, રાધિકા મર્ચન્ટ અને ઈશા અંબાણી સહિત સમગ્ર પરિવાર સાથે જોવા મળ્યો હતો. 'ગણપતિ બાપ્પા મોર્યા, પુઢચ્યા વર્ષી લવકર યા'ના જયઘોષ સાથે પરિવારજનોએ એકબીજા પર ગુલાલ ઉડાડીને ભક્તિભાવપૂર્વક ઉત્સવ મનાવ્યો હતો. અબજોપતિ બિઝનેસ ફેમિલી હોવા છતાં તેમનામાં રહેલી સાદગી અને પારિવારિક સંબંધોની ઉષ્માએ નેટીઝન્સના દિલ જીતી લીધા છે.