અમદાવાદઃ ગુજરાતમાં અનેક અધિકારીઓ ભ્રષ્ટ છે, આ યાદીમાં એક નામ ભ્રષ્ટ મહિલા અધિકારી પૂર્વ નિવાસી અધિક કલેક્ટર કેતકી વ્યાતનું નામ પહેલી હરોળમાં આવે છે. આમની સામે માત્ર ભ્રષ્ટાચાર જ નહીં પરંતુ હનીટ્રેનો કેસ પણ દાખલ થયેલો છે. 2023માં આણંદ કલેક્ટર હનીટ્રેપ કેસથી મામલાની શરૂઆત થયા છે, જે હવે જેલના સળિયા સુધી પહોંચી ગઈ છે. આવા અધિકારીઓ લોકો માટે કે તંત્ર માટે નહીં પરંતુ પોતાનું ઘર ભરવા માટે કામ કરી રહ્યાં હતો. કરોડો રૂપિયા ખાઈ ગયા પછી આવા અધિકારીઓ ડકાર પણ લેતા નથી! ચાલો વિગતે ચર્ચા કરીએ...
2023માં હનીટ્રેપ કેસથી મામલાની શરૂઆત થઈ હતી
પૂર્વ નિવાસી અધિક કલેક્ટર (RAC) કેતકી વ્યાસ સામે હનીટ્રેમનો કેસ દાખલ થયો હતો. 2023માં હનીટ્રેપ અને સ્પાય કેમેરા દ્વારા અંગત પળોના વીડિયો બનાવીને બ્લેકમેઈલ કરવાના કેસમાં 2023માં કેસ દાખલ કરામાં આવ્યો હતો. આ હનીટ્રેમમાં કેતકી વ્યાસ સાથે અન્ય વ્યક્તિની પણ સંડોવણી હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. તપાસના રિપોર્ટ્સ પ્રમાણે આ વીડિયોના આધારે કેતકી વ્યાસે કલેક્ટરને ધમકાવીને અનેક વિવાદિત જમીનની ફાઈલો મંજૂર કરાવી દીધી હતી. એટલું જ નહીં પરંતુ તેમાં આર્થિક લાભ પણ લીધો હતો. આખો આ કેસ રાજ્યભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
ખંડણી અને પુરાવા નષ્ટ કરવા જેવા ગંભીર ગુનાઓ દાખલ થયા
આ કેસ થયો તમાં કેતકી વ્યાસની ધરપકડ કરવામા આવી હતી. ધરપકડ થયાં બાદ રાજ્ય સરકારે તેમને સસ્પેન્ડ કરી દીધી હતી. જ્યારે કેસમાં વધારે તપાસ કરવામાં આવી તેમ અનેક બીજા પણ મહત્વપૂર્ણ ખુલાસાઓ થયાં હતાં. જેમાં ખંડણી ઉઘરાવવી, પુરાવા નષ્ટ કરવા જેવા ગંભીર ગુનાની કલમો પણ દાખલ કરવામાં આવી હતી. આ કેસ તો ચાલી રહ્યો હતો, તેવમાં કેતકી વ્યાસની અપ્રમાણસર મિકલતોની તપાસ કરવા માટે એસીબીએ પણ જૂન 2026માં ગુનો દાખલ કર્યો હતો.
આવક કરતા 68.84 ટકા સંપત્તિ વધારે નીકળી
એસીબી દ્વારા કરવામાં આવેલી તપાસ પ્રમાણે પોતાની આવક કરતા 3.56 કરોડની સંપત્તિ વધારે નીકળી હતી. આવક કરતા 68.84 ટકા સંપત્તિ વધારે હોવાથી એસીબીએ અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધ્યો હતો. જેથી હવે કેતકી વ્યાસની મુશ્કેલીઓમાં વધારો થયો છે. પોતાના કાર્યકાળમાં કેતકી વ્યાસે જમીન, મકાન અને વાહનોમાં સંપત્તિનું રોકાણ કર્યું હતું. અનેક મકાનો અને જમીન સાથે કેતકી વ્યાસે પોતાના જ પરિવારજનોના 24 એકાઉન્ટ ખોલાવ્યાં હોવાનું પણ પ્રકાશમાં આવ્યું છે. કેતકી વ્યાસ સામે હનીટ્રેપ, ખંડણી અને પુરાવા નષ્ટ કરવાના આરોપમાં કાર્યવાહી થઈ રહી છે તેવામાં આ અપ્રમાણસરની મિલકતનો ગુનો દાખલ થતા 13મી ઓગસ્ટે અદાલતે તેમને જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ સાબરમતી સેન્ટ્રલ જેલમાં મોકલ્યા હોવાનું પ્રકાશમાં આવ્યું છે.