Tue Jul 14 2026

Logo

સેલ્ફ-ગોલ ન કરો...

2026-07-14 09:03:00
Author: Amit Trivedi
Article Image


અમિત ત્રિવેદી

કલ્પના કરો કે તમે ફૂટબોલ મેચમાં ફોરવર્ડ તરીકે રમવા જઈ રહ્યા છો. તમે આ ટીમ માટે ક્યારેય રમ્યા નથી અને તમને કોઈ ખેલાડીઓ ઓળખતા નથી. વધુમાં, બન્ને ટીમો સફેદ ડ્રેસ પહેરીને રમી રહી છે. એકબીજાથી અલગ ઓળખી શકાય તેવી નથી.

તમે મેદાન પર મોડા પહોંચો અને ત્યાર સુધી મેચ શરૂ થઇ ગઈ હોય. તમને મેદાનમાં મોકલવામાં આવે છે અને રમવાનું કહેવામાં આવે છે. તમને ખબર નથી કે તમારી ટીમ કઈ છે અને તમને કયા ગોલ પોસ્ટ પર સ્કોર કરવો છે, તો તમે કેવી રીતે રમશો? 

શું શક્ય છે કે તમે બીજા ખેલાડીઓને જુઓ અને મોટા ભાગના ખેલાડીઓ જ્યાં નિશાન સાધે છે તેને અનુસરો? શું એક સમયે, તમે બોલ મેળવ્યો. તેને એક ગોલ પોસ્ટ તરફ ડ્રિબલ કર્યો. ડિફેન્સને ડોજ આપ્યો. ગોલકીપરની બાજુમાં જઈને ગોલ કર્યો. રેફરીએ સીટી વગાડી અને તમે ઉજવણી કરવાનું શરૂ કર્યું અને પછી તમે સ્કોરબોર્ડ તરફ જોયું તો આશ્ર્ચર્ય....આશ્ર્ચર્ય. 

તે બીજી ટીમ હતી જેણે પહેલો ગોલ કર્યો હતો. બીજા શબ્દોમાં કહીએ તો, તમે સ્વ-ગોલ કર્યો હતો.

આ વાર્તા થોડી અજીબ લાગે છે ને? હા, બિલકુલ. એવો ઈરાદો જ હતો. આ એક અતિશયોક્તિ છે, પરંતુ ખાતરી રાખો, ફૂટબોલના મેદાનમાં આ અતિશયોક્તિ છે જીવનમાં નહિ.

નિવેશની દુનિયા અલગ છે. ત્યાં આવી વાર્તાઓ સામાન્ય છે. ફૂટબોલ મેદાનમાં બે જ ગોલ પોસ્ટ હોવાથી સેલ્ફ-ગોલની શક્યતા આશરે 50 ટકા છે ક્યાં તો સાચો ગોલ અથવા સેલ્ફ-ગોલ.

બીજી તરફ વાસ્તવિક જીવનમાં? જો તમને ખબર જ નથી કે તમારું ગોલ પોસ્ટ ક્યાં છે, તો કંઈ પણ કરશો તો સેલ્ફ-ગોલની શક્યતા વધુ છે. જેને તમે હાંસલ કરવા માગો છો, એ ગોલ સિવાય ક્યાંય મારી દો, તો તમે હારશો. જીવનમાં, તમારા નાણાકીય લક્ષ્યો બીજું કોઈ નક્કી કરતું નથી. એ જવાબદારી તમારી અને માત્ર તમારી છે.

હા, તમારા માટે કોઈ ગોલ ન નક્કી કરવો એ પોતાની જાતને આર્થિક હાર તરફ લઈ જવાનું આમંત્રણ છે.

સારી વાત એ છે કે તમે તમારા ગોલ તમારા મુજબ નક્કી કરી શકો છો. તમે કેટલાક મુશ્કેલ અને કેટલાક સરળ ગોલ નક્કી કર્યા હશે. કેટલાક ટૂંકા ગાળાના અને કેટલાક લાંબા ગાળાના ગોલ. વ્યક્તિગત, પરિવાર સંબંધિત કે સામાજિક ગોલ. પૈસાથી જોડાયેલા અથવા અનુભવો સાથે જોડાયેલા ગોલ.

આ પસંદગી તમારી છે અને એકમાત્ર તમારી. કોઈ પણ વ્યક્તિ આ નિર્ણય પર પ્રશ્ન ઉઠાવી શકે નહીં. હા, એક વ્યાવસાયિક સલાહકાર તમને લક્ષ્યોને પ્રાથમિકતા આપવામાં અને તમારા નિર્ણયોના પરિણામોને સમજવામાં મદદ કરી શકે છે, પરંતુ અંતિમ નિર્ણય ફક્ત તમારો જ હોવો જોઈએ.

એકવાર તમે ગોલ નક્કી કરી લો, પછી રમત કેવી રીતે રમવી તે પણ તમારી જવાબદારી છે. ગોલ પ્રમાણે તમે આક્રમક રીતે કે સંરક્ષણાત્મક રીતે રમવાનું નક્કી કરો. ફક્ત એટલું ધ્યાન રાખો કે તમે સેલ્ફ-ગોલ ન થઈ જાય..

અહીં ફરીથી, એક વ્યાવસાયિક સલાહકાર તમને લક્ષ્યો હાંસલ કરવાની યોજના બનાવવામાં મદદ કરી શકે છે, પરંતુ પગલાં તમારે જ લેવા પડશે. ફૂટબોલની રમતમાં પણ, કોચ ખેલાડીઓને માર્ગદર્શન આપી શકે છે, પરંતુ ખેલાડીઓએ યોજના મુજબ ગેમ રમવી જોઈએ.

...તો આગળ વધો. જીવનના ગોલ નક્કી કરો. તેમને આર્થિક ગોલમાં રૂપાંતરિત કરો એટલે કે તેમને રકમ અને સમયમર્યાદા આપો. આ નાણાકીય લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે આર્થિક સલાહકારની મદદથી યોજના તૈયાર કરો અને સંતોષજનક જીવન જીવો.