Mon Oct 05 2026

Logo

ગૃહપ્રધાન અમિત શાહ મુંબઈની મુલાકાતે

2026-09-13 10:54:00
Author: Mumbai Samachar Team
ગૃહપ્રધાન અમિત શાહ મુંબઈની મુલાકાતે

મુંબઈ: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ 13 અને 14 સપ્ટેમ્બરે મુંબઈ મુલાકાતે આવી રહ્યા છે, જે દરમિયાન તેઓ ફોર્ટમાં ધ એશિયાટીક સોસાયટીની મુલાકાત અને વાશીમાં યોજાનારી અખિલ ભારતીય સત્તાવાર ભાષા પરિષદમાં હાજરી આપશે. સંશોધનના સમૃદ્ધ વારસાને એશિયાટિક સોસાયટીની મુલાકાત દરમિયાન શાહ સંસ્થાના પદાધિકારીઓ અને સભ્યો સાથે વાતચીત કરશે અને દુર્લભ પુસ્તકોના પ્રદર્શનની પણ મુલાકાત લેશે. ત્યારબાદ, તેઓ સોમવારે વાશીમાં સિડકો પ્રદર્શન કેન્દ્રમાં યોજાનારી છઠ્ઠી અખિલ ભારતીય સત્તાવાર ભાષા પરિષદમાં ભાગ લેશે. 

એશિયાટિક સોસાયટીને 'રાષ્ટ્રીય મહત્વની સંસ્થા' તરીકે વિશેષ દરજ્જો આપવાની માગ છેલ્લા ચાર વર્ષથી કેન્દ્ર સમક્ષ પેન્ડિંગ છે. શાહની મુલાકાતને પગલે, આ મુદ્દાનો ઉકેલ આવશે તેવી અપેક્ષાઓ ફરી જાગી છે. આ સંદર્ભમાં સંસ્થાના પદાધિકારીઓ પણ શાહ સમક્ષ પોતાનો પક્ષ રજૂ કરે તેવી શક્યતા છે. 

કેન્દ્રીય ગૃહપ્રધાન અને સહકાર પ્રધાન અમિત શાહ રવિવારે સાંજે ચાર વાગ્યે મુંબઈમાં વાય.બી.ચવ્હાણ સેન્ટરની સામે મહિલા વિકાસ મહામંડળ પરિસરમાં પ્રેસ કોન્ફ્રન્સ યોજવાના છે. જેમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડનવીસ, નાયબ મુખ્ય પ્રધાન સુનેત્રા પવાર, ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડે અને પ્રદેશ પ્રમુખ રવિન્દ્ર ચવ્હાણ હાજર રહેશે. શાહની મુંબઈ મુલાકાતનો બીજો તબક્કો વાશીમાં હિન્દી રાજભાષા પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરિષદ 14 અને 15 સપ્ટેમ્બર એમ બે દિવસ ચાલશે અને અમિત શાહ મુખ્ય મહેમાન તરીકે રહેશે.