Wed Aug 19 2026

Logo

અમેરિકામાં સર્વેમાં મોટો ખુલાસો, સોશિયલ મીડિયાનો બાળકો પર દુષ્પ્રભાવ, મેટાની મુશ્કેલીઓ વધી

Wasington   2026-08-10 16:32:15
Author: Chandrakant Kanoja
Article Image

Chat GPT Generated Image


વોશિંગ્ટન: વિશ્વભરમાં સોશિયલ મીડિયાના વધતાં ઉપયોગ અંગે અનેક લોકો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.જેમાં અમેરિકામાં પણ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઓપરેટ કરતી કંપની મેટા વિરુદ્ધ લોકોનો આક્રોશ જોવા મળી રહ્યો છે. તેમની દલીલ છે કે સોશિયલ મીડિયા તેમના બાળકોના વ્યસની બનાવી રહ્યું છે અને તેમના માનસિક  વિકાસને રૂંધી રહ્યું છે. આ વિગતો એક સર્વેમાં પ્રકાશમાં આવી છે. 

સોશિયલ મીડિયા કંપનીઓ પર કડક દેખરેખ જરૂરી 

આ સર્વેમાં જણાવ્યા મુજબ કે  61 ટકા અમેરિકનો માને છે કે સરકારે સોશિયલ મીડિયા કંપનીઓ પર કડક દેખરેખ રાખવી જોઈએ. તેમજ 66 ટકા ઉત્તરદાતાઓ ઇચ્છે છે કે આ કંપનીઓ 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને સોશિયલ મીડિયાથી દૂર રાખવા માટે ઉંમર ચકાસણી ફરજિયાત બનાવવામાં આવે. 

સર્વે 4,505 અમેરિકનો વચ્ચે હાથ ધરવામાં આવ્યો

આ  સર્વે 4,505 અમેરિકનો વચ્ચે હાથ ધરવામાં આવ્યો હતો અને તેમાં લગભગ 2 ટકા ભૂલની શકયતા છે.  સર્વેમાં 61 ટકા  લોકોએ સોશિયલ મીડિયા કંપનીઓ પર કડક દેખરેખ રાખવા અપીલ કરી હતી. જેમાં  71 ટકા ડેમોક્રેટ્સ અને 62 ટકા રિપબ્લિકન્સે દેખરેખ વધારવાનું સમર્થન કર્યું હતું.

આ સર્વેમાં જણાવ્યા મુજબ 85 ટકા અમેરિકનો માને છે કે સોશિયલ મીડિયા બાળકો માટે વ્યસન બન્યું છે.  લોકો માને છે કે તેનો ઉપયોગ બાળકોના માનસિક સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. બીજી બાજુ એવા લોકો પણ મોટી સંખ્યામાં છે જેઓ સોશિયલ મીડિયાનો આનંદ માણે છે. 

70 ટકા લોકો તેને મનોરંજન માટે યોગ્ય ગણે છે 

જ્યારે 70  ટકા લોકોએ જણાવ્યું હતું કે તેઓ આ પ્લેટફોર્મ પર સમય વિતાવવાનું મનોરંજક માને છે.આ  દરમિયાન 52  ટકા લોકોએ સ્વીકાર્યું કે તેઓ સોશિયલ મીડિયા પર જરૂર કરતાં વધુ સમય વિતાવે છે.

લોકો કંપનીઓ પર બાળકો સંબંધિત નિયમો લાદવા માંગે છે

આ ઉપરાંત સર્વેમાં જણાવ્યા મુજબ લોકો ફેસબુક કે ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ બિલકુલ કરવા  નથી માંગતા પંરતુ લોકો કંપનીઓ પર બાળકો સંબંધિત નિયમો લાદવા માંગે છે.