અંબાજી: ગુજરાતમાં શકિતપીઠ અંબાજી ખાતે આજથી ભાદરવી પૂનમ મેળાનો પ્રારંભ થયો છે. જેમાં પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં માઇભક્તો અંબાજી પહોંચ્યા છે. ત્યારે ભાદરવી પૂનમ મહામેળા 2026 માટે માં અંબાના પ્રસાદરૂપે 40 લાખ પેકેટ મોહનથાળ તૈયાર કરવામાં આવી રહ્યા છે.
પ્રસાદરૂપે 4 લાખ કિલો મોહનથાળ બનાવાશે
જેમાં 4 લાખ કિલો મોહનથાળમાં 6,000 ડબ્બા શુદ્ધ ઘીનો ઉપયોગ કરવામાં આવશે. તેમજ 26 પ્રસાદ વિતરણ કેન્દ્રો મારફતે ભક્તો સુધી પ્રસાદ પહોંચાડવાની તૈયારીઓ થઈ રહી છે.
🪔 ભાદરવી પૂનમ મહામેળા 2026 માટે માં અંબાના પ્રસાદરૂપે 40 લાખ પેકેટ મોહનથાળ તૈયાર કરવામાં આવી રહ્યા છે.
— Ambaji temple official, Gujarat, India (@TempleAmbaji) September 15, 2026
4 લાખ કિલો મોહનથાળ, 6,000 ડબ્બા શુદ્ધ ઘી અને 26 પ્રસાદ વિતરણ કેન્દ્રો સાથે ભક્તો સુધી પ્રસાદ પહોંચાડવાની વિશાળ તૈયારીઓ થઈ રહી છે.
જય અંબે 🚩#AmbajiTemple… pic.twitter.com/6q4Az5xmC1
અંબાજી જય અંબેના જયઘોષથી ગુંજી ઉઠ્યું
જેમાં મેળાના પ્રથમ દિવસે જ અંબાજી ધામમાં માઈભક્તોની ભીડ જોવા મળી છે. જેના લીધે સમગ્ર અંબાજી જય અંબેના જયઘોષથી ગુંજી ઉઠ્યું છે. આ ઉપરાંત આગામી દિવસોમાં માઈભક્તોની ભીડ વધવાની શકયતા છે. જેના પગલે કડક સુરક્ષા વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે.
સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી
ભાદરવી પૂનમના મેળા દરમિયાન લાખોની સંખ્યામાં પદયાત્રીઓ અંબાજી પહોંચતા હોય છે. તેમજ મંદિર પરિસરમાં ભીડ નિયંત્રિત કરવા માટે વહીવટી તંત્રએ ખાસ વ્યવસ્થા ઉભી કરી છે. જેમાં અલગ અલગ સ્થળોએથી પ્રવેશ માટેની વ્યવસ્થામાં પણ સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે.
અંબાજી ભાદરવી પૂનમ માટે તડામાર તૈયારીઓ, ભક્તો માટે ખાસ સુવિધાઓ | Ambaji Bhadarvi Poonam
— Mumbai Samachar Official (@Samachar_Mumbai) September 20, 2026
અંબાજીમાં આસ્થાના મહાસાગર સમાન ભાદરવી પૂનમના મહામેળાનો પ્રારંભ થયો છે. ભક્તોની સુવિધા માટે 400થી વધુ સેવા કેમ્પો શરૂ કરાયા છે, જ્યારે પદયાત્રીઓ માટે 16 જેટલી 108 એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવી… pic.twitter.com/t5vnrG1pSf
વહીવટી તંત્ર દ્વારા 28 જેટલી સમિતિઓ બનાવાઈ
ભાદરવી પૂનમના પગલે વહીવટી તંત્ર દ્વારા 28 જેટલી સમિતિઓ બનાવાઈ છે. જેને જુદા જુદા કામ અને સુરક્ષાની જવાબદારી સોંપી દેવામાં આવી છે. જિલ્લા પોલીસવડા તરફથી એક ટીમ તૈયાર કરીને પદયાત્રીઓના પોષાક પર નાઈટ વિઝન ટેગ લગાવવામાં આવ્યા છે.
રાત્રીના આકાશમાં ઝળહળતું મા અંબાનું દિવ્યધામ… ✨🙏🚩
— Ambaji temple official, Gujarat, India (@TempleAmbaji) September 20, 2026
અખંડ ભક્તિ, અનંત શ્રદ્ધા અને અવિરત માઈભક્તોના પગલે રાત્રિના અંધકારમાં પણ અંબાજી ધામ ભક્તિના અજવાળાથી ઝગમગી ઊઠ્યું છે. 🌺
મા અંબાના પાવન મંદિરની દિવ્ય રોશની અને ભક્તિમય વાતાવરણ મનને મંત્રમુગ્ધ કરી દે છે.
આસ્થા એ રાત દિવસ… pic.twitter.com/rrxd2OMxFx
ડ્રોન શો અને ઝળહળતી રોશની આકર્ષણનું કેન્દ્ર
ઉલ્લેખનીય છે કે, અંબાજીમાં ભાદરવી પૂનમના મેળા દરમિયાન આકાશમાં આધુનિક ડ્રોન શો અને ઝળહળતી રોશની આકર્ષણનું કેન્દ્ર બનશે. સમગ્ર અંબાજી ધામ અત્યારથી જ ભક્તિમય માહોલમાં રંગાયું છે. વહીવટી તંત્ર દ્વારા પદયાત્રીઓની સુવિધા, સુરક્ષા અને દર્શન માટેનું આયોજન કરવામાં આવ્યું છે.